Geography

ગોલાઘાટ (Golaghat)

ગોલાઘાટ (Golaghat) : અસમ રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 31´ ઉ. અ. અને 93° 58´ પૂ. રે.ની આજુબાજુનો 3,502 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે શોણિતપુર અને જોરહટ, પૂર્વ તરફ જોરહટ અને નાગાલૅન્ડ રાજ્યની સીમા, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગોવર્ધનતીર્થ

ગોવર્ધનતીર્થ : મથુરાની પશ્ચિમે 24 કિમી. પર આવેલા ગોવર્ધન પર્વત પરનું શ્રી વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ. આ પર્વતની ઊંચાઈ આશરે 30.5 મીટર અને લંબાઈ 6.5થી 8 કિમી. જેટલી છે. દ્રોણાચલ પર્વતશૃંખલામાંથી તેનું નિર્માણ થયું છે તેવી એક માન્યતા છે. શ્રી રામદૂત હનુમાને દક્ષિણના સાગરતટ પર સેતુ બાંધવાના હેતુથી હિમાલય પર્વતનો…

વધુ વાંચો >

ગોવા

ગોવા : ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર ઉપર આવેલ સહેલાણીઓના સ્વર્ગરૂપ ટાપુ અને રાજ્ય. તે 14° 53´ અને 15° 48´ ઉ. અ. તથા 73° 45´ અને 74° 24´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 105 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 60 કિમી. છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની સરહદો…

વધુ વાંચો >

ગોંડળ

ગોંડળ : રાજકોટ જિલ્લાનું તાલુકામથક અને આ જ નામ ધરાવતા દેશી રાજ્યની આઝાદી પૂર્વે રાજધાની. તે 22° 15´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે. ઉપર ગોંડળી નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. ગોંડળ તાલુકાનો વિસ્તાર 1,193.6 ચોકિમી. છે અને 2022 પ્રમાણે તાલુકાની વસ્તી  2,21,892 છે, જ્યારે શહેરની વસ્તી 1,30,687 છે.…

વધુ વાંચો >

ગોંડા (Gonda)

ગોંડા (Gonda) : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 46´થી 27° 50´ ઉ. અ. અને 81° 33´થી 82° 46´ પૂ. રે. વચ્ચેનો 4,003 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ 68 કિમી. અને મહત્તમ પહોળાઈ 66 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

ગોંદિયા

ગોંદિયા : મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલું બીડીનાં પત્તાં ખરીદવા માટેનું મોટું કેન્દ્ર. ગુજરાત, મહારાષ્ટ્ર, મૈસૂર, ચેન્નાઈ વગેરે રાજ્યોના બીડીના ઉત્પાદકો અહીંથી જથ્થાબંધ પ્રમાણમાં પત્તાં ખરીદે છે. એ મુંબઈથી કૉલકાતાના મુખ્ય રેલમાર્ગ પર નાગપુર અને દુર્ગ રેલવે સ્ટેશનો વચ્ચે આવેલું છે. નજીકમાં આવેલાં જંગલોમાં પુષ્કળ વૃક્ષો છે અને એ વૃક્ષોનાં પાંદડાંમાંથી…

વધુ વાંચો >

ગ્રિનિચ

ગ્રિનિચ : આંતરરાષ્ટ્રીય કરાર (1884) પ્રમાણે શૂન્ય રેખાંશવૃત્તના બિન્દુ (કેન્દ્ર) તરીકે સ્વીકારાયેલું સ્થળ. બૃહત લંડનનું ટેમ્સ નદીના દક્ષિણકાંઠે સિટી સેન્ટરથી 16 કિમી. ઈશાને આવેલા ગ્રિનિચ અને વુલવિચ ગામોનાં જોડાણથી 1963ના કાયદાથી બનેલો કસબો (borough). તેનું ક્ષેત્રફળ 46 ચોકિમી. છે. 1675થી ચાર્લ્સ બીજાના સમયમાં અસ્તિત્વમાં આવેલ વેધશાળા ગ્રીન પાર્કમાં હતી. 1954માં…

વધુ વાંચો >

ગ્રીનલૅન્ડ

ગ્રીનલૅન્ડ : દુનિયાનો સૌથી મોટો ટાપુ. કૅનેડાના ઈશાન ભાગમાં આવેલા એલ્સમેર ટાપુથી ગ્રીનલૅન્ડ માત્ર 25 કિમી. દૂર છે. આર્કિટક વિસ્તારમાં પ્રથમ પ્રવેશ કરનાર નૉર્વેજિયન લોકો હતા. ઈ. સ. 1585–88માં જ્હોન ડેવિસ ગ્રીનલૅન્ડના પશ્ચિમ કિનારા સુધી પહોંચેલો. ઈ. સ. 1607માં હડસન પૂર્વ કિનારા સુધી પહોંચેલો. 1907માં ડેન્માર્કની સરકારે ગ્રીનલૅન્ડ પર આધિપત્ય…

વધુ વાંચો >

ગ્રીનલૅન્ડ સમુદ્ર

ગ્રીનલૅન્ડ સમુદ્ર : ગ્રીનલૅન્ડ ટાપુની પૂર્વ દિશાએ આવેલો ઉત્તર ધ્રુવ સમુદ્રનો ભાગ. તેની ઉત્તરે ઉત્તર ધ્રુવ મહાસાગર, દક્ષિણે નૉર્વેનો સમુદ્ર અને આટલાન્ટિક મહાસાગર અને પૂર્વ બાજુએ બેરેન્ટ સમુદ્ર અને પશ્ચિમ બાજુએ ગ્રીનલૅન્ડ ટાપુ આવેલા છે. આ સમુદ્ર ઉત્તર ગોળાર્ધમાં 25° પૂ. રે.થી 19°- 5´ પ. રે વચ્ચે તેમજ 70° ઉ.…

વધુ વાંચો >

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક)

ગ્રીસ (હેલિનિક પ્રજાસત્તાક) દક્ષિણ યુરોપનો એક નાનો દેશ. તે ભૂમધ્ય સમુદ્રવિસ્તારના બાલ્કન દ્વીપકલ્પના દક્ષિણ ભાગને આવરે છે. તેની પશ્ચિમે આયોનિયન સમુદ્ર તથા પૂર્વમાં ઍજિયન સમુદ્ર આવેલા છે. તેની ઉત્તરે આલ્બેનિયા, યુગોસ્લાવિયા અને બલ્ગેરિયા છે. આશરે 34° 50´ ઉ.થી 41° 45´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 19° 20´ પૂ.થી  28° 0´ પૂ. રેખાંશવૃત્ત…

વધુ વાંચો >