ગોંદિયા : મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલું બીડીનાં પત્તાં ખરીદવા માટેનું મોટું કેન્દ્ર. ગુજરાત, મહારાષ્ટ્ર, મૈસૂર, ચેન્નાઈ વગેરે રાજ્યોના બીડીના ઉત્પાદકો અહીંથી જથ્થાબંધ પ્રમાણમાં પત્તાં ખરીદે છે. એ મુંબઈથી કૉલકાતાના મુખ્ય રેલમાર્ગ પર નાગપુર અને દુર્ગ રેલવે સ્ટેશનો વચ્ચે આવેલું છે. નજીકમાં આવેલાં જંગલોમાં પુષ્કળ વૃક્ષો છે અને એ વૃક્ષોનાં પાંદડાંમાંથી બીડીનાં પત્તાં બનાવવામાં આવે છે. અહીં મજૂરી ઘણી સસ્તી હોવાથી બીડી બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી