Geography
ઇર્કુટ્સ્ક
ઇર્કુટ્સ્ક (Irkutsk) : રશિયાના ઇર્કુટ્સ્ક પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 52o 16´ ઉ. અ. અને 104o 20´ પૂ. રે. તે સાઇબીરિયાના દક્ષિણ ભાગમાં અંગારા નદી જ્યાં બૈકલ સરોવરને મળે છે તેની નજીકમાં આવેલું છે. તેની વસ્તી અંદાજે 6,00,000 (2013) છે. અહીં નાની ઇર્કુટ નદી અંગારાને મળે છે. ઇર્કુટ્સ્ક સાઇબીરિયાનું સૌથી…
વધુ વાંચો >ઇલીનોય
ઇલીનોય : અમેરિકામાં પ્રેરીના મેદાનના મધ્ય વિસ્તારમાં 37oથી 42o-05´ ઉ. અ. અને 87o-30´ થી 91o-30´ પશ્ચિમ. રે. વચ્ચે આવેલું રાજ્ય. તેનો ઉત્તર તરફનો પૂર્વ ભાગ મિશિગન સરોવર સાથે જોડાયેલો છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,45,934 ચોકિમી. અને વસ્તી 1,28,30,632 છે (2010). તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 612 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 338 કિમી.…
વધુ વાંચો >ઇસ્તંબુલ
ઇસ્તંબુલ : તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર. સ્થાપના ઈ. સ. પૂ. આશરે 660. તે 1930 સુધી કૉન્સ્ટૅન્ટિનોપલ નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન. : 41o 01´ ઉ. અ. અને 28o 58´ પૂ. રે.. તે બાઇઝેન્ટાઇન તથા ઑટોમન સામ્રાજ્યોનું અને તે પછી તુર્કસ્તાન પ્રજાસત્તાકનું…
વધુ વાંચો >ઇસ્લામાબાદ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન. : 33o 42´ ઉ. અ., 73o 10´ પૂ. રે.. 1974માં પાકિસ્તાનની સ્થાપના સાથે કરાંચી પાટનગર બન્યું. પછી કામચલાઉ ધોરણે પાટનગરને રાવલપિંડી ખાતે ખસેડવામાં આવ્યું (1959-67). કાયમી પાટનગર તરીકે રાવલપિંડીથી 14 કિમી. દૂર આવેલ સ્થળની પસંદગી 1959માં થઈ. 1961માં તેનું બાંધકામ શરૂ થયું. ‘ઇસ્લામાબાદ’ (‘શાંતિનું…
વધુ વાંચો >ઇંગ્લિશ ખાડી
ઇંગ્લિશ ખાડી : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસની ભૂમિ વચ્ચે ઍટલાંટિક અને ઉત્તર સમુદ્રને જોડતી ખાડી. ભૌગોલિક સ્થાન : તે આશરે 48o 24´થી 50o 50´ ઉ. અ. અને 2o 00´ પૂ. રે.થી 5o 00´ પ. રે. વચ્ચેનો આશરે 89,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 563 કિમી. જેટલી, ઇંગ્લૅન્ડના પશ્ચિમ…
વધુ વાંચો >ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડ યુ. કે.નું મહત્વનું રાજ્ય. ભૌગોલિક માહિતી : ઇંગ્લૅન્ડ આશરે 50o ઉ. અ.થી 55o 30´ ઉ. અ. અને 2o પૂ. રે.થી 6o પ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનો વિસ્તાર 1,30,439 ચોકિમી. છે. આ રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 580 કિમી. જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 435 કિમી. છે. ત્રિકોણાકાર ધરાવતા આ રાજ્યની…
વધુ વાંચો >ઈથિયોપિયા
ઈથિયોપિયા દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો…
વધુ વાંચો >ઈરાન
ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…
વધુ વાંચો >ઈરાનનો અખાત
ઈરાનનો અખાત (Persian gulf) : ઈરાન અને અરબી દ્વીપકલ્પ વચ્ચેનો જમીનથી ઘેરાયેલો જળપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 24o.00´ થી 30o.00´ ઉ. અ. અને 48o.00´ થી 56o.00´ પૂ. રે. તે અરબી અખાત તરીકે પણ ઓળખાય છે. અરબી ભાષામાં તેને ‘બહર ફારિસ’ કહે છે. તેની ઉત્તરના અંતિમ છેડા પર ઇરાક છે. હોરમુઝની સાંકડી…
વધુ વાંચો >