Geography
મૅસિડોનિયા
મૅસિડોનિયા : અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલો પહાડી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 40°થી 42° ઉ. અ. અને 21° 30´થી 23° પૂ.રે. વચ્ચેનો 66,397 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે સર્બિયા, પૂર્વમાં બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ અને પશ્ચિમે આલ્બેનિયાથી ઘેરાયેલો છે. 1912–13માં અહીં થયેલાં બાલ્કન યુદ્ધોને કારણે મૅસિડોનિયાનો…
વધુ વાંચો >મેસીનાની સામુદ્રધુની
મેસીનાની સામુદ્રધુની : ભૂમધ્ય સમુદ્ર-વિસ્તારમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 38° 12´ ઉ. અ. અને 15° 33´ પૂ. રે.. તે ઇટાલી (પૂર્વ તરફ) અને સિસિલી ટાપુ(પશ્ચિમ તરફ)ને અલગ કરે છે, પરંતુ ભૂમધ્ય સમુદ્રના ફાંટાઓરૂપ પશ્ચિમ તરફ આવેલા તિરહેનિયન અને પૂર્વ તરફ આવેલા આયોનિયન સમુદ્રોને સાંકળે છે. તેની લંબાઈ 32થી 40…
વધુ વાંચો >મૅસેચૂસેટ્સ (Massachusetts)
મૅસેચૂસેટ્સ (Massachusetts) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલું સંલગ્ન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 42° 15´ ઉ. અ. અને 71° 50´ પ. રે.. વિસ્તાર : 20,306 ચોકિમી.. યુ.એસ.માં આ રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે ‘બે સ્ટેટ’ (Bay State) અથવા ‘ઓલ્ડ કૉલોની સ્ટેટ’ જેવાં ઉપનામોથી પણ ઓળખાય છે. બૉસ્ટન તેનું…
વધુ વાંચો >મેસોપોટેમિયા
મેસોપોટેમિયા : જુઓ, ઇરાક.
વધુ વાંચો >મૅંગલોર (મંગળુરુ)
મૅંગલોર (મંગળુરુ) : કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં અરબી સમુદ્રના મલબાર કિનારે આવેલું મુખ્ય બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 12° 52´ ઉ. અ. અને 74° 53´ પૂ. રે. પર આશરે 31.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : મૅંગલોરનો સમગ્ર વિસ્તાર સમુદ્રસપાટીથી 5 મીટરથી વધુ…
વધુ વાંચો >મૈનપુરી (Mainpuri)
મૈનપુરી (Mainpuri) : ઉત્તરપ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´ ઉ. અ. અને 79° 00´ પૂ.રે.ની આજુબાજુના 2,759 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈટાહ, પૂર્વે ફર્રુખાબાદ, અગ્નિ દિશાએ કનૌજ, દક્ષિણે ઇટાવાહ, અને પશ્ચિમે ફીરોઝાબાદ જિલ્લો આવેલો છે.…
વધુ વાંચો >મૈસૂર
મૈસૂર : કર્ણાટક રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 30´થી 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે.ની આજુબાજુના 6,854 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન અને માંડ્યા જિલ્લા, પૂર્વમાં ચામરાજનગર જિલ્લો, દક્ષિણમાં કેરળ રાજ્યની…
વધુ વાંચો >મૈસૂર (શહેર)
મૈસૂર (શહેર) : કર્ણાટક રાજ્યમાં આવેલું ધાર્મિક અને ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતું શહેર. મૈસૂર જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે. પર રાજ્યના દક્ષિણ ભાગમાં (જિલ્લાના ઉત્તર ભાગમાં) આવેલું છે. રાજ્યના પાટનગર બૅંગાલુરુથી નૈર્ઋત્યમાં 130 કિમી. અંતરે ચામુંડી હિલના વાયવ્ય…
વધુ વાંચો >મોકોકચુંગ (Mokokchung)
મોકોકચુંગ(Mokokchung) : ભારતના નાગાલૅન્ડ રાજ્યમાં તેના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 20´ ઉ. અ. અને 94° 32´ પૂ. રે.ની આજુબાજુનો 1,615 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં તુએનસંગ જિલ્લો, દક્ષિણમાં ઝુન્હેબોટો જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં વોખા જિલ્લો તથા…
વધુ વાંચો >મોગા
મોગા : પંજાબ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 48´ ઉ. અ. અને 75° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1672 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિરોજપુર, પૂર્વમાં લુધિયાણા, અગ્નિ તરફ સંગરુર, દક્ષિણે બથિંડા તથા પશ્ચિમે ફરીદકોટ અને ફિરોજપુર…
વધુ વાંચો >