Geography
પદ્મનાભપુરમ્ મહેલ
પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો…
વધુ વાંચો >પનામા (દેશ)
પનામા (દેશ) મધ્ય અમેરિકામાં આવેલો, પશ્ચિમથી પૂર્વ તરફના (ળ જેવા) વળાંકવાળો, સાંકડી ભૂમિપટ્ટીવાળો, નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 7°.00° ઉ. અ.થી 9°.50´ ઉ. અ. અને 77° પ. રે.થી 87° પ. રે.. નહેર, નહેર-વિસ્તાર તથા અખાત. વાસ્તવમાં આ દેશ બે મહાસાગરોને અલગ પાડતી સંયોગીભૂમિ (isthumus) રચે છે. તેની ઉત્તરે ઍટલાન્ટિક…
વધુ વાંચો >પન્ના
પન્ના : મધ્યપ્રદેશ રાજ્યના સાગરવિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 45´ ઉ. અ. – 79 45´ પૂ. રે. અને 25 10´ ઉ. અ.– 80 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બાંદા જિલ્લાની સીમા,…
વધુ વાંચો >પરભણી
પરભણી : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓમાંનો આ એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 19 30´ ઉ. અ. અને 76 45´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે હિંગોલી અને બુલધાના જિલ્લા, પૂર્વે નાંદેડ અને હિંગોલી જિલ્લા, દક્ષિણે લાતૂર અને પશ્ચિમે બીડ અને જાલના જિલ્લા…
વધુ વાંચો >પરાગ્વે(દેશ)
પરાગ્વે (દેશ) : દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ-મધ્યભાગમાં આવેલો દેશ. તે આશરે 19° 20´ થી 27° 40´ દ. અ. અને 54° 15´ થી 62° 40´ પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,06,752 ચોકિમી. છે. વાયવ્ય-અગ્નિ-તરફી અંતર આશરે 992 કિમી.નું અને પૂર્વ-પશ્ચિમ અંતર આશરે 660 કિમી.નું છે.…
વધુ વાંચો >પરાગ્વે (નદી)
પરાગ્વે (નદી) : દક્ષિણ અમેરિકાના પરાગ્વે દેશની મુખ્ય નદી. તે દક્ષિણ બ્રાઝિલના માટો ગ્રોસો ઉચ્ચપ્રદેશના દક્ષિણ ઢોળાવો પરથી નીકળે છે. ત્યાંથી આગળ વધીને તેનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ બ્રાઝિલ-બોલિવિયાની સરહદ નજીક થઈને દક્ષિણ તરફ જાય છે. બ્રાઝિલ-બોલિવિયા-પરાગ્વે ત્રણ દેશોની સરહદ જ્યાં ભેગી થાય છે ત્યાં બાહિયા નેગ્રા પાસેથી આ નદી પરાગ્વેમાં…
વધુ વાંચો >પરાદીપ
પરાદીપ : બંગાળના ઉપસાગર પર મહાનદીના મુખથી 16 કિમી. દૂર નદીના જમણા કાંઠે આવેલું ઓડિસા રાજ્યનું પ્રમુખ બંદર. 1966માં આ બંદર સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યના કટક જિલ્લાનું આ નગર મહાનદીના મુખત્રિકોણના એક ફાંટા પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 20° 16´ ઉ. અ. અને 86° 42´ પૂ.…
વધુ વાંચો >પરિવહન-ભૂગોળ
પરિવહન–ભૂગોળ : ભૂગોળની એક શાખા. પરંપરાગત રીતે પરિવહનનું અધ્યયન પ્રાદેશિક અભ્યાસોમાં એક માળખાકીય લક્ષણ તરીકે તથા ઇજનેરી, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને આયોજનમાં એક સ્થાનિક બાબત તરીકે હાથ ધરવામાં આવતું રહ્યું છે. ભૂગોળવેત્તાઓ બે કારણોસર પરિવહનનું અધ્યયન કરે છે : (1) કૃષિ, પોલાદનું ઉત્પાદન તથા છૂટક વેચાણને લગતી પ્રવૃત્તિઓની જેમ પરિવહન પણ…
વધુ વાંચો >પર્થ
પર્થ : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મહત્ત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 31° 56´ દ. અ. અને 115° પૂ. રે.. પશ્ચિમમાં હિન્દી મહાસાગર અને પૂર્વમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ડાર્લિંગ હારમાળા વચ્ચેના મેદાનમાં તે સ્વાન નદીના કિનારે વસેલું છે. ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલા સિડનીથી…
વધુ વાંચો >પર્વતો (mountains)
પર્વતો (mountains) પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે; જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. સમુદ્રસપાટીથી 610 મીટર કે…
વધુ વાંચો >