Geography

દિનાજપુર

દિનાજપુર : બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમમાં હિમાલયની તળેટીમાં આવેલ રાજશાહી વહીવટી વિભાગનો જિલ્લો. નદીઓના કાંપથી રચાયેલાં ફળદ્રૂપ મેદાનોમાં આ જિલ્લો આવેલો છે. આ મેદાનોની વચ્ચે વચ્ચે થોડા ઊંચા ભાગો પણ આવેલા છે. બાલુર ઘાટનાં નદીઓના કાંપવાળાં ફળદ્રૂપ મેદાનોમાં ખાદ્યાન્ન તથા રોકડિયા પાકોનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેમાં શેરડી, શણ, તેલીબિયાં અને ડાંગરનો…

વધુ વાંચો >

દિબ્રુગઢ

દિબ્રુગઢ : અસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને…

વધુ વાંચો >

દિલ્હી

દિલ્હી : ભારતનું પાટનગર. 1956માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તથા 1991માં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઍક્ટ અન્વયે તેને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો અને વિધાનસભા બક્ષવામાં આવ્યાં. ત્યારથી તે દિલ્હી રાજ્યનું પણ પાટનગર છે. આ રાજ્ય 28° 23’ થી 28° 55’ ઉ. અ. અને 76° 05’થી 77° 25’ પૂ. રે. પર આવેલું છે.…

વધુ વાંચો >

દીમાપુર

દીમાપુર : ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54’ ઉ. અ. અને 93° 44’ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં…

વધુ વાંચો >

દીવ

દીવ : સૌરાષ્ટ્ર દીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42’ ઉ. અ. અને 70° 59’ પૂ. રે.…

વધુ વાંચો >

દુબઈ

દુબઈ (Dubai; Dubayy) : સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25 18´ ઉ. અ. અને 55 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. ભૂપૃષ્ઠ–આબોહવા : આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર…

વધુ વાંચો >

દુર્ગ (નગર)

દુર્ગ (નગર) : ભારતમાં છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જિલ્લાનું મહત્વનું ઔદ્યોગિક નગર. તે 20° 13´થી 22° ઉ. અ. અને 80° 47’થી 82° 02’ પૂ. રે. વચ્ચેનો 8702 ચોકિમી જેટલો વિસ્તાર ધરાવે છે. નાગપુરથી તે 230 કિમી. પૂર્વે સીઓનાય નદીને પૂર્વ કાંઠે વસેલું છે. અહીંના પ્રાચીન કાળના માટીના બનેલા કિલ્લાને…

વધુ વાંચો >

દુર્ગાપુર

દુર્ગાપુર : પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05’ ઉ. અ. અને 87° 05’ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે.…

વધુ વાંચો >

દેવગડ

દેવગડ : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. દેવગડની ખાડી ઉપર 16° 23’ ઉ. અ. અને 73° 22’ પૂ. રે. ઉપર આવેલું લઘુ બંદર. તે વિજયદુર્ગથી દક્ષિણે 19 કિમી., મુંબઈથી દક્ષિણે 210 કિમી., માલવણથી 36.8 કિમી. અને કોલ્હાપુર રેલવેસ્ટેશનથી નૈર્ઋત્યે 129 કિમી. દૂર આવેલું છે. શહેરની ચારે બાજુ ટેકરીઓ આવેલી…

વધુ વાંચો >

દેવગઢબારિયા

દેવગઢબારિયા : દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુલદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ.…

વધુ વાંચો >