Film

યોજિમ્બો

યોજિમ્બો : જાપાની ચલચિત્ર. નિર્માણવર્ષ : 1961. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકિરા કુરોસાવા. પટકથા : અકિરા કુરોસાવા, યુજો કિકુશિમા, હિડિયો ઓગુની. છબિકલા : કાઝુઓ મિયાગાવા. સંગીત : માસારુ સાટો. કલા-નિર્દેશન અને પોશાક : યોશિરો મુરાકી. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, ઇજિરો ટોનો, સિઝાબુરો કાવાઝુ, ઇસુઝુ યામાડા,…

વધુ વાંચો >

રજનીકાન્ત

રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે. ‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે.…

વધુ વાંચો >

રજનીગંધા

રજનીગંધા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1974, ભાષા : હિન્દી, રંગીન. નિર્માણ-સંસ્થા : દેવકી ચિત્ર. દિગ્દર્શન, પટકથા, સંવાદ : બાસુ ચૅટરજી. કથા : મન્નૂ ભંડારીની ટૂંકી વાર્તા ‘યહ સચ હૈ’ પર આધારિત. ગીતકાર : યોગેશ. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : વિદ્યા સિંહા, અમોલ પાલેકર,…

વધુ વાંચો >

રણજિત ફિલ્મ સ્ટુડિયો

રણજિત ફિલ્મ સ્ટુડિયો : સરદાર ચંદુલાલ શાહ અને ગૌહરબાનુએ 1929માં સ્થાપેલો ફિલ્મ સ્ટુડિયો. ભારતીય સિનેમાના આરંભથી માંડી, એટલે કે મૂંગી ફિલ્મોના સમયથી બોલતી ફિલ્મોના ચારેક દાયકા સુધી ગુજરાતી નિર્માણસંસ્થાઓ, નિર્માતાઓ અને દિગ્દર્શકોનું ભારે વર્ચસ્ રહ્યું છે. કોહિનૂર ફિલ્મ કંપની, નૅશનલ ફિલ્મ કંપની, કૃષ્ણ ફિલ્મ કંપની, લક્ષ્મી પિક્ચર્સ કંપની, સ્ટાર ફિલ્મ…

વધુ વાંચો >

રતન

રતન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1944. ભાષા : હિન્દી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : જમુના પ્રોડક્શન્સ. દિગ્દર્શક : એમ. સાદિક. કથા : આર. એસ. ચૌધરી, ચી. એન. મધોક. સંવાદ-ગીતો : ડી. એન. મધોક. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : નૌશાદ. મુખ્ય કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, વાસ્તી, મંજુ, ગુલાબ, રાજકુમારી…

વધુ વાંચો >

રશિયન ચલચિત્ર

રશિયન ચલચિત્ર : સોવિયેત સંઘ જ્યારે અખંડ હતું ત્યારે તેનાં 15 જેટલાં ગણરાજ્યોમાં જે ચિત્રોનું નિર્માણ થતું તે મોટા ભાગે રશિયન ચિત્રો કે સોવિયેત ચિત્રો તરીકે ઓળખાતાં, પણ સોવિયેત સંઘનું વિભાજન થયા બાદ ગણરાજ્યોનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને તેમનો પોતાનો નોખો ચલચિત્ર-ઉદ્યોગ છે. સોવિયેત સંઘમાં નિર્માણ પામેલાં રશિયન ચિત્રોનો…

વધુ વાંચો >

રશોમોન

રશોમોન : ચલચિત્ર. ભાષા : જાપાની. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1950. નિર્માતા : જિંગો મિનોરા. પટકથા : અકિરા કુરોસાવા અને શિનોબુ હાશિમોટો. કથા : રિયોનોસુકે અકુટાગાવાની નવલકથા ‘રશોમોન’ અને ટૂંકી વાર્તા ‘યાબુ નો નાકા’ પર આધારિત. છબિકલા : કાઝુઓ મિયાગાવા. કળા-નિર્દેશન : સો માત્સુયામા. સંગીત : ફુમિયો હાયાસાકા. મુખ્ય…

વધુ વાંચો >

રહેમાન, વહીદા

રહેમાન, વહીદા (જ. 3 જાન્યુઆરી 1938, જેલપેરુ, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. નૃત્યમાં પ્રવીણ અને પ્રતિભાશાળી અભિનેત્રી વહીદા રહેમાનનો જન્મ સામાન્ય મુસ્લિમ પરિવારમાં થયો હતો. ચાર બહેનોમાં તેઓ સૌથી નાનાં હતાં. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં વહીદાએ પરિવારના ગુજરાન માટે મદદરૂપ થવા ચલચિત્રોમાં કામ કરવાનું સ્વીકાર્યું. ભરતનાટ્યમની તાલીમ લીધી હોવાને કારણે…

વધુ વાંચો >

રાખી

રાખી (જ. 15 ઑગસ્ટ 1951, પદ્માનગર, હાલ બાંગ્લાદેશ) : ભારતીય અભિનેત્રી. પહેલાં બંગાળી અને પછી હિંદી ચિત્રોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવીને સંવેદનશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થયેલાં રાખી 11 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાએ કોલકાતામાં તેમનાં એક સંબંધી અને અભિનેત્રી સંધ્યા રાય પાસે મોકલી દીધાં હતાં. સંધ્યાની સાથે સ્ટુડિયોમાં જતાં હોવાને કારણે…

વધુ વાંચો >

રાગિણી

રાગિણી (જ. 16 ઑક્ટોબર 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટી.વી. સીરિયલોની પ્રસિદ્ધ અભિનેત્રી. સંગીતકાર પિતા સુરેશ શાહ (સુરેશતલવાર સંગીતકાર જોડીમાંના એક) અને અભિનેત્રી માતા પુષ્પા શાહની પુત્રી અને રંગભૂમિ, ટી.વી.ની અભિનેત્રી ચિત્રા વ્યાસની બહેન રાગિણીએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ મુંબઈની મીઠીબાઈ અને નૅશનલ કૉલેજમાં કરેલો. કૉલેજના દિવસોમાં સંગીત…

વધુ વાંચો >