Education

ઇન્ડિયન ઍકૅડેમી ઑવ્ સાયન્સીઝ

ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ : વિશ્વવિખ્યાત ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામને 1934માં સ્થાપેલી સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય વિજ્ઞાન(શુદ્ધ અને પ્રયુક્ત)નો વિકાસ સાધવાનું અને તેના ઉદ્દેશોને ટેકો આપવાનું છે. (i) વિજ્ઞાનનાં સામયિકો અને પુસ્તકોનું પ્રકાશન, (ii) ચર્ચાસભાઓ અને કાર્યશિબિરોનું આયોજન અને (iii) વાર્ષિક સંમેલન ભરવું – એ આ સંસ્થાની…

વધુ વાંચો >

ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ

ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ (Indian Association of Physics Teachers) : ભૌતિકવિજ્ઞાનના વિષય અને તેના શિક્ષકોના સ્તરને ઉન્નત કરવા, તેમના કસબ તથા સૂઝ-સંપત્તિનો રાષ્ટ્રની પ્રગતિમાં સવિશેષ લાભ મળે એ માટેના ઉચિત પ્રયાસો કરનાર અધ્યાપકોનું સંગઠન. આઇ.એ.પી.ટી.ની સ્થાપના 1984માં ડૉ. ડી. પી. ખંડેલવાલે કરી. હાલમાં આ સંગઠન વટ-વૃક્ષ જેવું બન્યું છે.…

વધુ વાંચો >

ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ

ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ : વિજ્ઞાનસંશોધનની ભારતીય સંસ્થા. સ્થાપના 1876. ડૉ. મહેન્દ્રલાલ સરકાર (હોમિયોપેથ તબીબ) જેવા દૂરદર્શી સમાજસુધારક આચાર્યની પ્રેરણા તથા તેમના કેટલાક સમકાલીનોના ઉદાર સહયોગથી કૉલકાતામાં તે સ્થપાયેલી. 19મી સદીમાં ભારતમાં આવેલ નવજાગૃતિ દરમિયાન થોડાક સંનિષ્ઠ મહાનુભાવો નવા વિચારોને આવકારીને સમાજનું પુનરુત્થાન કરવા માગતા હતા. વિજ્ઞાનના…

વધુ વાંચો >

ઇન્ડિયન મિલિટરી એકેડેમી

ઇન્ડિયન મિલિટરી એકેડેમી : ઉત્તરાંચલ રાજ્યના શહેર દહેરાદૂનના સીમાડે ગિરિમાળાની વચ્ચે આવેલી ભૂમિદળની લશ્કરી તાલીમ આપતી સંસ્થા. એના પ્રશિક્ષણ કાર્યક્રમો માટે ત્રીજા વિશ્વના દેશોમાં તે ઘણી જાણીતી છે. ભારતનાં સંરક્ષણ દળોની ત્રણ પાંખો – ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ – માટે અધિકારીઓ તૈયાર કરવા સરકારે કેટલીક પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે એ પૈકી…

વધુ વાંચો >

ઇલીચ, ઇવાન ડી

ઇલીચ, ઇવાન ડી. (જ. 4 સપ્ટેમ્બર 1926, વિયેના; અ. 2 ડિસેમ્બર 2002, જર્મની) : અશાલેય શિક્ષણની હિમાયત કરનાર જાણીતા (de-schooling) શિક્ષણવિદ. ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો રોમમાં ઉચ્ચ અભ્યાસ કરેલો. ઇતિહાસમાં પીએચ.ડી.. 1951થી અમેરિકા અને લૅટિન અમેરિકામાં પાદરી તરીકેની કામગીરી. વિખ્યાત અને વિવાદાસ્પદ બનેલા ‘સેન્ટર ફૉર ઇન્ટરકલ્ચરલ ડૉક્યુમેન્ટેશન’-(CIDOC)ના સહસંસ્થાપક. 1964થી ‘ઇન્સ્ટિટ્યૂશનલ ઑલ્ટરનેટિવ્ઝ…

વધુ વાંચો >

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રવર્તમાન તરાહ

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રવર્તમાન તરાહ (10 + 2 + 3) : ભારતમાં દાખલ થયેલી શિક્ષણની નવી તરાહ. સામાન્યત: 10 + 2 + 3 ની સંજ્ઞાથી ઓળખાય છે. તે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રત્યેક તબક્કાને આવરી લે છે. નવી શિક્ષણતરાહ કેવળ આંકડાકીય ફેરફારમાં સીમિત નથી. શિક્ષણની નવી તરાહ…

વધુ વાંચો >

ઉચ્ચ શિક્ષણ

ઉચ્ચ શિક્ષણ : માધ્યમિક શિક્ષણ પછીના શિક્ષણનો તબક્કો. સામાન્ય રીતે તેમાં યુનિવર્સિટીના માળખામાં અપાતા શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. વિશ્વમાં સામાન્ય રીતે સર્વત્ર ઔપચારિક (formal) શિક્ષણની વ્યવસ્થા ક્રમિક ત્રણ તબક્કાઓમાં ગોઠવાયેલી જોવા મળે છે : પ્રાથમિક (primary), માધ્યમિક (secondary) અને ઉચ્ચ (tertiary). પ્રાથમિક કક્ષાએ બાળકની જ્ઞાનેન્દ્રિયોના વિકાસની સાથે સાથે તેનામાં…

વધુ વાંચો >

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી : જુઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી.

વધુ વાંચો >

એડ્‌મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ

એડ્‌મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ : આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ ખાતે આવેલી ભારત સરકાર સંચાલિત વહીવટ અને વ્યવસ્થાપન ક્ષેત્રે નેતૃત્વની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. એનું કાર્યક્ષેત્ર ઘણું વ્યાપક છે. ઉદ્યોગો, વેપાર-વણજ, સરકારી વહીવટી ક્ષેત્ર, પ્રતિષ્ઠાનોનું સંચાલન, સમાજસેવા તેમજ રાજકારણ એમ વિવિધ ક્ષેત્રોમાં વહીવટી આગેવાનોને ઘડવાના અનેકવિધ નવા કલ્પનાશીલ કાર્યક્રમો વિકસાવવામાં આ સંસ્થા આગળ…

વધુ વાંચો >

એન.સી.ઈ.આર.ટી.

એન.સી.ઈ.આર.ટી. (National Council of Educational Research and Training – NCERT) : ભારતની શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને તાલીમના કાર્યક્રમો હાથ ધરવા માટે સપ્ટેમ્બર, 1961માં ભારત સરકારે સ્થાપેલી તથા સોસાયટિઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, 1960 હેઠળ સ્વાયત્ત ઘટક તરીકે માન્યતા ધરાવતી સંસ્થા. ઉપર દર્શાવેલ હેતુ માટે આ સંસ્થામાં વિવિધ વિભાગો…

વધુ વાંચો >