Education

અઝહર (વિશ્વવિદ્યાપીઠ) (જામ-એ-અઝહર)

અઝહર (વિશ્વવિદ્યાપીઠ) (જામ-એ-અઝહર) : કેરોની મસ્જિદ અને વિશ્વવિદ્યાલય. ફાતિમી વંશે ઇજિપ્ત ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે કેરો શહેરને પાટનગર બનાવ્યું. જોહરુલ કાતિબ સક્લબીએ, ઈ. સ. 971માં મસ્જિદનો પાયો નાખ્યો અને બે વર્ષ પછી મસ્જિદ તૈયાર થઈ ગઈ. તે પછીના રાજાઓએ તેમાં વધારો કર્યો. કેરોની મસ્જિદમાં એક મદરેસાની સ્થાપના કરવામાં આવી.…

વધુ વાંચો >

અઢારસો તેર(1813)નું ખતપત્ર

અઢારસો તેર(1813)નું ખતપત્ર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘડેલો ભારતીય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસ માટે ફરજિયાત જોગવાઈ કરતો ધારો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1600માં ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત પૂર્વના દેશોમાં વ્યાપાર કરવાનો હતો. દેખીતી રીતે નફો કરવાના હેતુથી સ્થપાયેલ એક વ્યાપારી પેઢીને શિક્ષણ સાથે પ્રત્યક્ષ…

વધુ વાંચો >

અધ્યાપન

અધ્યાપન : અધ્યેતા અથવા વિદ્યાર્થીને અધ્યાપક અથવા શિક્ષક કશુંક શીખવવા જે જે પ્રવૃત્તિઓ કરે છે તે. અધ્યાપન દ્વારા શિક્ષક વિદ્યાર્થીને કશીક માહિતી કે સમજ કે કશુંક જ્ઞાન અને કૌશલ્ય આપે છે. આમ સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો અધ્યાપન એ કોઈ બે વ્યક્તિઓ – શિક્ષક અને વિદ્યાર્થી – વચ્ચે ચાલતી હેતુપૂર્વકની એવી…

વધુ વાંચો >

અધ્યાપનમંદિર

અધ્યાપનમંદિર : શિક્ષકોને અધ્યાપન માટેની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. આ પ્રકારની તાલીમ આપવાની આવશ્યકતા અંગે ઓગણીસમી સદીમાં યુરોપમાં બે ભિન્ન વિચારસરણી પ્રવર્તમાન હતી. ફ્રાન્સની સર્વસાધારણ શાળાઓમાં વિષયોનું શિક્ષણ સંગીન બનાવવા પર ભાર મુકાતો. અને તેથી શિક્ષણશાસ્ત્રના વિષયો અને શિક્ષણની પદ્ધતિનું જ્ઞાન અનુભવથી મળી રહે છે એમ મનાતું. જર્મન શિક્ષણવિદો શિક્ષણના…

વધુ વાંચો >

અપંગ-શિક્ષણ

અપંગ-શિક્ષણ (education for the handicapped) : સામાજિક, શારીરિક અને માનસિક અશક્તો માટેની કેળવણી. તેની શરૂઆત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ તરફથી કરાઈ હતી. બાલ અને કુમાર ગુનેગારો માટેનાં રિમાન્ડ હોમ અને પ્રમાણિત શાળાઓ શિક્ષણ સાથે ચારિત્ર્યસુધારણાનું કામ પ્રોબેશન અધિકારીઓની સલાહ મુજબ કરે છે. કુ. હેલન કેલરના પ્રયાસોથી બ્રેલ લિપિનો…

વધુ વાંચો >

અભિક્રમિત અધ્યયન

અભિક્રમિત અધ્યયન (programmed) : સ્વ-અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ. બી એફ. સ્કીનર નામના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની કારક કે સાધિત અભિસંધાન(operant conditioning)ની પદ્ધતિ પર તે રચાયેલી છે. તેમાં શીખવાતા વિષયના ખૂબ જ નાના નાના ભાગ પાડી દઈ દરેક ભાગ પૂરેપૂરી અને સ્પષ્ટ પદ્ધતિથી સમજાવી શીખવવા માટેની ફ્રેમો બનાવવામાં આવે છે. દરેક ફ્રેમને છેડે…

વધુ વાંચો >

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી : પ્રવર્તાવાયેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનના એક ભાગરૂપે રાષ્ટ્રીય કેળવણી નિમિત્તે શિક્ષણસંસ્થાઓનું લોકશાહી ઢબે સંચાલન કરતી સંસ્થા. ત્રીસીના દાયકામાં અમદાવાદના ભાસ્કરરાવ મેઢ, જીવણલાલ દીવાન ને બળવંતરાય પરમોદરાય ઠાકોર જેવા રાષ્ટ્રભક્ત સામાજિક કાર્યકરોએ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે લોકોના સહકારથી લોકો માટેની સંસ્થાઓ સ્થાપવા સંકલ્પ કર્યો. એની સિદ્ધિ કાજે તા. 15-5-1935ના રોજ અમદાવાદ…

વધુ વાંચો >

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (1920) : અલીગઢ આંદોલનના ફળસ્વરૂપે સ્થપાયેલી યુનિવર્સિટી. ભારતમાં બ્રિટિશ શાસકોએ દાખલ કરેલ પશ્ચિમી કેળવણીથી મુસ્લિમો લાંબો સમય અલિપ્ત રહ્યા. આથી તેઓ આર્થિક તેમજ રાજકીય બાબતોમાં ઘણા પછાત રહ્યા. તેમનું આ પછાતપણું દૂર કરવા માટે પશ્ચિમી કેળવણી જરૂરી છે એમ માનનાર મુસ્લિમ સુધારકોના વર્ગે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘અલીગઢ…

વધુ વાંચો >

અલ્-જામિયા અલ્-સૈફિયહ

અલ્-જામિયા અલ્-સૈફિયહ : દાઉદી વહોરા કોમની, સૂરત શહેરમાં આવેલી એક ખાનગી વિદ્યાપીઠ. વિશ્વભરમાં વસતા અને વેપાર-ધંધો કરતા દાઉદી વહોરાઓની ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત શહેરમાં હતું. તેથી એ જ શહેરમાં 1799માં વડા ધર્મગુરુ અબ્દે અલીએ દર્સે સૈફી નામની શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. આ મદરેસામાં દાઉદી વહોરા કોમની ઇસ્માઇલી માન્યતાઓ ઉપર આધારિત…

વધુ વાંચો >

અવિધિસરનું શિક્ષણ

અવિધિસરનું (nonformal) શિક્ષણ : વિધિસરનું નહિ એવું શિક્ષણ. અધ્યયન કે સ્વયંશિક્ષણની પરિસ્થિતિમાં સહાયરૂપ થવાની ક્રિયાને શિક્ષણ અથવા અધ્યાપન કહી શકાય. શિક્ષણને અનૌપચારિક (informal), ઔપચારિક કે વિધિસરનું (formal) તથા અવિધિસરનું (nonformal) એમ ત્રણ પ્રકારના પ્રભાવ રૂપે ઓળખવામાં આવે છે.  કુટુંબ, શેરીમિત્રો અને ચલચિત્રોનો પ્રભાવ અનૌપચારિક ગણાય. શાળા કે કૉલેજ જેવી સ્પષ્ટ…

વધુ વાંચો >