Ayurveda
બહેડાં
બહેડાં : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica Roxb. (સં. बिभीतक; હિં. बहेरा; બં, ભૈરાહ, મ. બેહેડા; અં. Belliric myrobalan) છે. તે 40 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે અને તેનો ઘેરાવો 1.8 મી.થી 3.0 મીટર જેટલો હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં…
વધુ વાંચો >બંગસેન (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે તેરમી શતાબ્દીનો પૂર્વાર્ધ)
બંગસેન (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે તેરમી શતાબ્દીનો પૂર્વાર્ધ) : આયુર્વેદિક ગ્રંથકાર. ‘બંગસેન’(વંગસેન)ના પિતાનું નામ ગદાધર હતું અને તેઓ બંગાળના કાન્તિકાવાસ ગામના રહીશ હતા. તેમણે ગ્રંથકાર વૃંદના ‘સિદ્ધયોગ’ અને ચક્રદત્તના ‘ચક્રસંગ્રહ’ને મળતો આવે તેવો ‘ચિકિત્સાસારસંગ્રહ’ નામે આયુર્વેદનો ચિકિત્સાવિષયક ગ્રંથ લખ્યો છે, જે પ્રાય: લેખકના ‘બંગસેન’ નામે જ વધુ વિખ્યાત છે. આ…
વધુ વાંચો >બાવચી
બાવચી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Psoralea corylifolia Linn. (સં. बाकुची, सोमराज, अवल्गुजा, चंद्रलेखा, सुगंधकंटक, હિં. बाब्ची, बावंची; બં. सोमराज, બાવચી; મ. બાબચી, બાવચ્યા; ગુ. બાવચી, માળી બાવચો; માળવી બાવચો) છે. તે ટટ્ટાર એકવર્ષાયુ અને 30 સેમી.થી 180 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >બાવળ
બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોસોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia nilotica Delite subsp. indica (Benth.) Brenan syn. A. arobica Willd. var. indica Benth. (સં. बब्बुल, आभाल, किंकिंरात, हिं. बबूल, पंकीकर; બં. બાબલા; મ. બાભૂળ; ગુ. બાવળ, કાળો બાવળ, રામબાવળ; અં. Indian Gum Arabic Tree) છે.…
વધુ વાંચો >બિયો
બિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પેપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pterocarpus marsupium Roxb. (સં. बीजक, बंधूक पुष्प; હિં, असन, बीजसाल; બં. પિતશાલ; મ. અસન, બીબલા; ગુ. બિયો હિરાદખણ, બીવલો; અં. Indian Kino Tree) છે. તે મધ્યમ કદથી માંડી વિશાળ કદનું લગભગ 30.0 મી. જેટલું ઊંચું અને…
વધુ વાંચો >બિલ્વાદિ ચૂર્ણ
બિલ્વાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. તે વિવિધ પ્રકારના અતિસારના રોગોમાં વપરાય છે. તેમાં કાચા બીલીના ફળનો ગર્ભ, લજામણીનાં બીજ, શુદ્ધ કરેલ ભાંગ, કડાછાલ, જાયફળ, જાવંત્રી, ખસખસના દાણા, લીંડીપીપર, મોચરસ (એટલે કે શીમળાના ઝાડનો ગુંદર), જાંબુડાની છાલ, આંબાની છાલ, મહુડાની છાલ, જેઠીમધ, સુગંધી વાળો, ધાણા, જીરું, સૂંઠ અને ધાવડીનાં ફૂલ –…
વધુ વાંચો >બુંદદાણા (કૉફી)
બુંદદાણા (કૉફી) : દ્વિદળી વર્ગમાં આવેલા રુબીએસી કુળની એક વનસ્પતિનાં બીજ. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Coffea arabica (હિ., મ., काफी, બં. કૌફી; અં. કૉફી) છે. ચા પછી વિશ્વનું દ્વિતીય ક્રમમાં આવતું લોકપ્રિય પીણું છે, જે બુંદદાણામાંથી બને છે. અરબસ્તાન, ભારત, હિંદી મહાસાગરમાંના બેટ અને વેસ્ટ ઇંડિઝમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા…
વધુ વાંચો >બૃહદ્ વાતચિંતામણિ રસ
બૃહદ્ વાતચિંતામણિ રસ : વાત-વ્યાધિઓ માટેનું એક આયુર્વેદિક ઔષધ. સુવર્ણભસ્મ 3 ભાગ, રૌપ્યભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ, લોહભસ્મ 5 ભાગ, પ્રવાલભસ્મ 3 ભાગ, મુક્તાભસ્મ 3 ભાગ અને રસસિંદૂર 7 ભાગ લઈ કુંવારપાઠાના સ્વરસ સાથે ખરલમાં ઘૂંટીને આશરે 360 મિગ્રા.(3 રતી)ની ગોળીઓ બનાવવામાં આવે છે અને સૂકવીને શીશીમાં ભરવામાં આવે…
વધુ વાંચો >બ્રાહ્મી ઘૃત
બ્રાહ્મી ઘૃત : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોના રસ અને ગાયના ઘીમાંથી બનાવવામાં આવતું એક આયુર્વેદિક ઔષધ. તેની બનાવવાની પદ્ધતિ આ પ્રમાણે છે : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોનો રસ 48 ભાગ લઈ તેમાં ગાયનું જૂનું ઘી 12 ભાગ જેટલું મેળવી; ગંધારોવજ 1 ભાગ, કૂઠનું મૂળ 1 ભાગ તથા શંખપુષ્પી 1 ભાગ…
વધુ વાંચો >ભગંદર (fistula in ano) (આયુર્વેદ)
ભગંદર (fistula in ano) (આયુર્વેદ) : ગુદા અને તેની આસપાસની પેશીઓમાં થતો કષ્ટસાધ્ય રોગ. આચાર્ય સુશ્રુતે તે દુ:શ્ચિકિત્સ્ય હોવાથી તેની અષ્ટ મહાવ્યાધિમાં ગણના કરેલ છે. ‘ભગંદર’ શબ્દની વ્યુત્પત્તિમાં મુખ્યત્વે ભગ + દર (દારણ) શબ્દનો સમાવેશ થાય છે. આચાર્ય સુશ્રુતના મતાનુસાર દારણવત્ પીડા અર્થાત્ પેશીઓમાં કંઈક કપાતું હોય તેવી પીડા ભગવિસ્તારમાં…
વધુ વાંચો >