Assamese literature

દત્ત, હીરેન્દ્રનાથ

દત્ત, હીરેન્દ્રનાથ (જ. 1 માર્ચ 1947, તીતાબાર, જિ. જોરહાટ, આસામ) : અસમિયા કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘માનુહ અનુકૂલે’ (2000) માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાં અંગ્રેજીમાં બી.એ. (ઑનર્સ) અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ બંગાળી તથા અંગ્રેજી ભાષાની…

વધુ વાંચો >

દાસ, જતીન

દાસ, જતીન : જુઓ, દાસ, જોગેશ.

વધુ વાંચો >

દાસ, જોગેશ

દાસ, જોગેશ (જ. 1 એપ્રિલ 1927, હંસારા ટી એસ્ટેટ, ડમડમ, આસામ; અ. 9 સપ્ટેમ્બર 1999) : અસમિયા ભાષાના નામાંકિત સાહિત્યકાર. તેમના વાર્તાસંગ્રહ ‘પૃથ્વીર અસુખ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1980ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. 1953માં તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો સમય શાળાના શિક્ષક તરીકે કાર્ય કર્યા પછી પત્રકારત્વ…

વધુ વાંચો >

દેહવિચારગીત

દેહવિચારગીત : અસમિયા આધ્યાત્મિક ગીત. વેરાગી ભક્તો, એકતારા પર દેહની નશ્વરતાનાં, જગતના મિથ્યાત્વનાં, આત્માપરમાત્માની એકતાનાં ભટકતાં ભટકતાં જે ગીતો ગાતાં હોય છે તે. એ ગીતોમાં મોહમાયામાંથી મુક્ત થવાનું કહેવામાં આવે છે અને પરમાત્માને માટેનું માર્ગદર્શન હોય છે. એ ગીતોમાં વર્ણમાધુર્યને કારણે આધ્યાત્મિક તથ્યો સરળતાથી સમજાય એવી રીતે કહેવાયાં હોય છે.…

વધુ વાંચો >

ધાઈનામ

ધાઈનામ : અસમિયા ગીતપ્રકાર. બાળકોને જુદાં જુદાં પ્રલોભનો આપીને, સુંદર શબ્દચિત્રો રજૂ કરીને સુવડાવી દેવા માટેનાં હાલરડાં. એ ગીતોમાં બાળકની પ્રશંસા હોય છે. ચાંદામામાની, પરીઓની વાતો હોય છે અને એ ચિત્રો દ્વારા બાળકને સ્વપ્નદેશમાં લઈ જવાની તરકીબ હોય છે. આ ગીતપ્રકાર પ્રાચીન સમયથી પ્રચલિત છે. આધુનિક કાળમાં પણ ગામડાંઓમાં ધાઈનામ…

વધુ વાંચો >

નામઘોષા

નામઘોષા : અસમિયા કાવ્યકૃતિ. મધ્યકાલીન વૈષ્ણવકવિ માધવદેવનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ. માધવદેવની સાહિત્યિક ઉપલબ્ધિનો ચરમોત્કર્ષ આ કૃતિમાં જોવા મળે છે. આસામના વૈષ્ણવ સાહિત્યના ચાર મહાગ્રંથોમાં એનું સ્થાન દ્વિતીય છે. માધવદેવનાં શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, કાવ્યશક્તિ ઇત્યાદિનો પૂર્ણ પરિચય આ ગ્રંથમાં મળે છે. આ ગ્રંથ પૂર્ણાંશે મૌલિક નથી. એમાંનાં 1000 પદોમાંથી 600 પદો સંસ્કૃત શ્લોકોનો…

વધુ વાંચો >

નાવરિયા ગીત

નાવરિયા ગીત : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આસામના બરપેટા પ્રદેશમાં નાવમાં યાત્રા કરવા જતી વખતે જે ગીતો ગવાય છે તે નાવરિયા ગીતો કહેવાય છે. ‘નાવ’ પરથી ‘નાવરિયા’ શબ્દ આવ્યો છે. બંગાળીનાં ભાટિયાલી ગીતોના જેવો જ આ ગીતપ્રકાર છે. એ ગીતોનો વિષય છે નાવડું લઈને દૂરદૂર જનારો સોદાગર અને એના ઘરમાં…

વધુ વાંચો >

નિચુકનિ ગીત

નિચુકનિ ગીત : આસામી સાહિત્યનાં હાલરડાં. એમાં બાળકો પ્રત્યેની કોમળ લાગણી તથા કલ્પના જોવા મળે છે. ખૂબ પ્રચલિત એવા નિચુકનિ ગીતમાં કહ્યું છે : જો ન બાઈ એ એ જી એટિ વિયા. (હે ચન્દ્રમા, સોય આપ. એના વડે હું થેલી સીવીશ. થેલીમાં ધન ભરીશ. ધનથી હાથી ખરીદીશ ને હાથી પર…

વધુ વાંચો >

પારસમણિ (1914)

પારસમણિ (1914) : અસમિયા કૃતિ. અસમિયાનાં પ્રસિદ્ધ કવયિત્રી નલિનીબાલાદેવીના આ કાવ્યસંગ્રહમાં એક તરફ મધ્યકાલીન ભક્ત કવિમાં હોય છે તેવો ઈશ્વરને મળવાનો તલસાટ અને પ્રકૃતિતત્વો દ્વારા પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવાની તથા એમાં વિલીન થઈ જવાની ઊર્મિ સચોટતાથી વ્યક્ત થયાં છે. કાવ્યોમાં ભક્તિનો સૂર એટલો તો પ્રબળ છે કે એ અર્વાચીન કવયિત્રી…

વધુ વાંચો >

પિતાપુત્ર (1975)

પિતાપુત્ર (1975) : અસમિયા નવલકથાકાર હેમેન બર્ગોહેન(જ. 1932)ની નવલકથા. આ મર્મભેદક સામાજિક નવલમાં મોહઘુલી નામના અત્યંત દૂરના ગામડાની બ્રિટિશ અમલ દરમિયાનની હૃદયદ્રાવક ગરીબીથી માંડીને સ્વતંત્રતા પછીના ગાળાની એથીય બદતર કંગાલિયત અને નૈતિક અવનતિનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. તેનાં મુખ્ય પાત્રોમાં કુટુંબનો વડો તુંડમિજાજી શિવનાથ ફૂકન, તેની ચિંતાગ્રસ્ત પણ પતિ-પરાયણ પત્ની અને…

વધુ વાંચો >