Architecture
ચતુર્મુખ પ્રાસાદ
ચતુર્મુખ પ્રાસાદ : જૈન મંદિરનું વિશિષ્ટ સ્થાપત્ય-સ્વરૂપ. આમાં મધ્યના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ચતુર્મુખ જિનમૂર્તિઓનાં સમ્મુખ દર્શન થાય એવી રીતે ચારેય દિશાઓમાં એક એક પ્રવેશદ્વાર ઊભું કરવામાં આવેલ હોય છે. આમાં એક જ તીર્થંકરની ચાર પ્રતિમાઓ અથવા તો જુદા જુદા ચાર તીર્થંકરોની પ્રતિમાઓને પીઠથી એકબીજી સાથે એવી રીતે ગોઠવવામાં આવે છે કે…
વધુ વાંચો >ચયન
ચયન : નિત્યહોમ અને અન્ય વૈદિક યજ્ઞો માટે અરણિવૃક્ષનાં બે લાકડાંનું મંથન કરી ઉત્પન્ન કરેલો અગ્નિ (શ્રૌતાગ્નિ) રાખવા માટેની ઓટલી કે સ્થંડિલ. તે સ્થંડિલની રચનાનો વિધિ પણ ચયન કહેવાય. ચયનનું બીજું નામ ચિતિ છે. અગ્નિશાળામાં ઉત્તરવેદીના ઓટલા ઉપર જુદા જુદા આકારની ઇષ્ટકાઓ(ઈંટો)ના પાંચ થર કરી ચિતિની રચના થાય છે. ચિતિ…
વધુ વાંચો >ચર્ચ ઇમાત્રા
ચર્ચ ઇમાત્રા : ફિનલૅન્ડમાં ઇમાત્રા ખાતેનું ચર્ચ. સ્થાપત્યની આધુનિક શૈલીના એક પ્રણેતા સમા આલ્વાર આલ્ટોએ તેના સ્થાપત્યનું આયોજન કરેલું. તે 1957–59 દરમિયાન બંધાયેલું. આજુબાજુની ઔદ્યોગિક વસાહતને લક્ષમાં લઈને દેવળના સ્થાપત્યમાં ઘંટ માટે બંધાતો મિનાર ખાસ પ્રકારનો રચાયેલ જેથી તેનો આકાર આગવી છાપ ઊભી કરી શકે; જ્યારે દૂરથી દેવળની બાહ્ય રચના…
વધુ વાંચો >ચંદ્રશિલા
ચંદ્રશિલા : મંદિરની અર્ધગોળાકાર પગથી. મંદિરોના સ્થાપત્યમાં ગર્ભગૃહના પ્રવેશમાં બારસાખ તથા અર્ધગોળાકાર પગથી દ્વારા પ્રવેશદ્વારની રચના કરવામાં આવે છે. પ્રવેશદ્વારની રચનામાં તેનો મુખ્ય પ્રભાવ છે. ચંદ્રશિલાનું ઘડતર મંદિરોના સ્થાપત્યની શૈલીને અનુલક્ષીને જુદી જુદી રીતે કરવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >ચાન્સેલેરી પૅલેસ, રોમ
ચાન્સેલેરી પૅલેસ, રોમ : ઈ. સ. 1486 અને 1496 વચ્ચે રોમમાં બંધાયેલ આ મહેલ કાર્ડિનલ રીઆરીઓ માટે બાંધેલો; પરંતુ પાછળથી પોપની ચાન્સેલેરી દ્વારા તે લઈ લેવાયેલો જેથી તે ચાન્સેલેરી પૅલેસ તરીકે ઓળખાય છે. આ ઇમારત ઇટાલીની સ્થાપત્યકળાનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. માન-પ્રમાણની ર્દષ્ટિએ આ ઇમારત ઇટાલિયન રેનેસાંનું અદ્વિતીય પ્રતિનિધિત્વ કરે…
વધુ વાંચો >ચાર મિનાર, હૈદરાબાદ
ચાર મિનાર, હૈદરાબાદ : 1591માં બંધાયેલ કુતુબશાહી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. ચતુર્મુખી દરવાજાના રૂપમાં બંધાયેલ આ ઇમારતના ચાર ખૂણા પર આવેલા ભવ્ય મિનારાને કારણે તે ચાર મિનાર તરીકે પ્રસિદ્ધ છે. વિશાળ ઘેરાવાને કારણે ભવ્ય દેખાતી આ ઇમારતનું સ્થાપત્ય અપ્રતિમ છે. લગભગ 30 મી.ની બાજુઓ તથા 56 મી. ઊંચા મિનારાને કારણે તે…
વધુ વાંચો >ચાર રસ્તા
ચાર રસ્તા : વિરુદ્ધ દિશામાં જતા બે રસ્તાના ચાર છેડા મળતા હોય તે સ્થાન. ખાસ કરીને જૂનાં શહેરોના આયોજનમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણને જોડતા બે મુખ્ય રસ્તાનું આયોજન થતું; તેથી સાધારણ રીતે શહેરનું 4 ભાગમાં વિભાજન થતું. આ મુખ્ય રસ્તા જ્યાં મળે ત્યાં શહેરની ધાર્મિક કે વ્યાપારિક મહત્વની ખાસ ઇમારતો બંધાતી.…
વધુ વાંચો >ચાવડી
ચાવડી : ખાસ કરીને મંદિરોના સમૂહની સાથે ફક્ત સ્તંભો ઉપર ઊભી કરાતી ઇમારત. તે બધી બાજુથી ખુલ્લી રખાતી. મંદિરોના સમૂહ સાથે ખાસ કરીને ધાર્મિક વિધિ કે પ્રવૃત્તિ માટે ઉપયોગી થાય તે માટે આવી ઇમારતો રચાતી. સમૂહમાં ધર્મની ક્રિયાઓના સંદર્ભમાં બહોળા સમુદાયને સમાવી શકાય તે હેતુથી આની રચના થતી. ઘણી વખત…
વધુ વાંચો >ચિશ્તીની કબર શેખ સલીમ
ચિશ્તીની કબર શેખ સલીમ : 1571 દરમિયાન ફતેહપુર સિક્રીની જામી મસ્જિદના બાંધકામ દરમિયાન સંત શેખ સલીમ ચિશ્તીની યાદગીરીમાં સમ્રાટ અકબરે બંધાવેલ કબર. 7.3 મી.ના સમચોરસ આકારની ઇમારતમાં અંદર 4.9 મી.ના વ્યાસવાળા ઓરડામાં આ કબર બનાવેલી છે. મૂળ બાંધકામ ઉત્કૃષ્ટ પથ્થરમાંથી થયેલ; પાછળથી જહાંગીરના વખતમાં તે સંપૂર્ણ આરસમાં બંધાવેલી. બાંધકામની કળામાં…
વધુ વાંચો >ચીએન મૅન દરવાજો બેજિંગ
ચીએન મૅન દરવાજો બેજિંગ : આ ઇમારત ચેંગ યાન્ગ મૅન તરીકે પણ જાણીતી છે અને બેજિંગને ફરતા કોટની દીવાલના દક્ષિણ ભાગમાં દરવાજા તરીકે બંધાયેલ છે. મિંગ શાસન દરમિયાન બંધાયેલા આ દરવાજાઓ ઈંટનો ઉપયોગ કરી બંધાયેલ અને ચીની પદ્ધતિથી લાકડાના છાપરા વડે ઉપલી ઇમારત કરાયેલ. મિંગ શાસનકાળની પંદરમીથી સત્તરમી સદી દરમિયાનની…
વધુ વાંચો >