ચાવડી : ખાસ કરીને મંદિરોના સમૂહની સાથે ફક્ત સ્તંભો ઉપર ઊભી કરાતી ઇમારત. તે બધી બાજુથી ખુલ્લી રખાતી. મંદિરોના સમૂહ સાથે ખાસ કરીને ધાર્મિક વિધિ કે પ્રવૃત્તિ માટે ઉપયોગી થાય તે માટે આવી ઇમારતો રચાતી. સમૂહમાં ધર્મની ક્રિયાઓના સંદર્ભમાં બહોળા સમુદાયને સમાવી શકાય તે હેતુથી આની રચના થતી. ઘણી વખત આવી ઇમારતો 1000 સ્તંભો ઉપર રચાય તેટલી વિસ્તૃત પણ કરાતી. આનાં ઉદાહરણો દક્ષિણ ભારતના મંદિર-સ્થાપત્યમાં અચૂક જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા