ચાર રસ્તા : વિરુદ્ધ દિશામાં જતા બે રસ્તાના ચાર છેડા મળતા હોય તે સ્થાન. ખાસ કરીને જૂનાં શહેરોના આયોજનમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણને જોડતા બે મુખ્ય રસ્તાનું આયોજન થતું; તેથી સાધારણ રીતે શહેરનું 4 ભાગમાં વિભાજન થતું. આ મુખ્ય રસ્તા જ્યાં મળે ત્યાં શહેરની ધાર્મિક કે વ્યાપારિક મહત્વની ખાસ ઇમારતો બંધાતી. આથી આ 4 રસ્તાના વિભાજનનો વિસ્તાર શહેરના બંધારણમાં લોકજીવનની ધરીરૂપ બની રહેતો.

રવીન્દ્ર વસાવડા