ચંદ્રશિલા : મંદિરની અર્ધગોળાકાર પગથી. મંદિરોના સ્થાપત્યમાં ગર્ભગૃહના પ્રવેશમાં બારસાખ તથા અર્ધગોળાકાર પગથી દ્વારા પ્રવેશદ્વારની રચના કરવામાં આવે છે. પ્રવેશદ્વારની રચનામાં તેનો મુખ્ય પ્રભાવ છે. ચંદ્રશિલાનું ઘડતર મંદિરોના સ્થાપત્યની શૈલીને અનુલક્ષીને જુદી જુદી રીતે કરવામાં આવે છે.

રવીન્દ્ર વસાવડા