હસમુખ બારાડી
ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની
ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની : ઓગણીસમી સદીની ગુજરાતી વ્યવસાયી નાટકમંડળી. વિક્ટોરિયા નાટક મંડળીની સફળતા પછી હીરજીભાઈ ખંભાતા, માણેકજી માસ્તર, જમશેદજી માદન વગેરે રંગભૂમિરસિકોએ આલ્ફ્રેડ નાટક મંડળીની ઈ. સ. 1870માં સ્થાપના કરી અને તખ્તાના કસબી કુંવરજી નાજરે મુંબઈના તખ્તા ઉપર ‘મિકૅનિકલ સિનેરી’નો પ્રથમ ઉપયોગ કર્યો. આ કંપની સફળતાપૂર્વક ચાલતી હોવા છતાં…
વધુ વાંચો >પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો
પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો ભૂમિજાત પરંપરા મુજબની નાટ્યપ્રણાલીઓ. દેશની મંચનકલાઓ – નૃત્ય, સંગીત, નાટ્ય, કઠપૂતળી વગેરેનું જે વૈવિધ્ય છે તે સંસ્કૃતિ, પ્રદેશ, ભાષા-બોલી, સંપ્રદાય, જાતિ વગેરેની પરંપરાઓનું પરિણામ હોય છે. એનાં રૂપો, પ્રકારો, પ્રસ્તુતિરીતિઓ અને પ્રણાલીઓ પણ નિરનિરાળાં હોય છે. ખાસ કરીને મંચનકલાઓના પાશ્ચાત્ય દેશોના જાણીતા પ્રકારો નાટક, ઑપેરા, બૅલે વગેરેની…
વધુ વાંચો >પાઠક પ્રભાબહેન
પાઠક, પ્રભાબહેન (જ. 27 ડિસેમ્બર 1926, પછેગામ, વલ્લભીપુર; અ. 14 મે, 2016, અમદાવાદ) : રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનેત્રી. તેમણે અભિનયના ક્ષેત્રે છેલ્લા અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ-વિવેચક રામનારાયણ વિ. પાઠકના ભત્રીજા અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે…
વધુ વાંચો >પિયર જિન્ટ (1867)
પિયર જિન્ટ (1867) : નૉર્વેના નાટ્યકાર હેન્રિક ઇબ્સનનું પદ્યનાટક. ત્યાંની એક લોકકથા પર આધારિત એનાં જે બે નાટકો ગણાયાં છે તેમાં ‘બ્રાન્ડ’ ઉપરાંતનું આ બીજું મહત્વનું નાટક છે. સ્વકેન્દ્રી, ઉછાંછળો, ઘમંડી પિયર જિન્ટ પોતાની જાતને બહુ મહાન અને સંવેદનશીલ માનતો હતો, પણ જીવનના અંતે અનેક દુ:સાહસો પછી સમજે છે કે…
વધુ વાંચો >પિયો ગોરી (1946)
પિયો ગોરી (1946) : કવિ-નાટ્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું ચાર દૃશ્યોનું પ્રલંબ એકાંકી. પ્રસંગો અને પાત્રોથી રસપ્રદ બનતી સુંદર વસ્તુગૂંથણી ધરાવતા આ એકાંકીમાં પ્રેમ અને શંકાના વાતાવરણમાં પતિ પોતાની નટી-પત્નીને ખરેખરું વિષપાન કરાવે છે; વાસ્તવિકતા અને આભાસની મર્યાદારેખા એ રીતે વળોટી જતી એ ઘટના અને એની ડિઝાઇન કવિ શ્રીધરાણીના આ નાટ્યને ખૂબ…
વધુ વાંચો >પ્રસન્ના, કુમાર
પ્રસન્ના કુમાર : કન્નડ રંગભૂમિના જાણીતા દિગ્દર્શક. 1975માં દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં નાટ્યતાલીમ લઈ મુખ્યત્વે કર્ણાટકમાં પલાંઠી વાળીને નાટકો કરતા રહેલા પ્રસન્નાએ અનેક નાટ્યપ્રકારોમાં પ્રયોગો કરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પ્રારંભનાં પાંચેક વર્ષ તેમણે શેરીનાટકો કર્યાં, અને એ દરમિયાન જ પારસી થિયેટરની શૈલીએ નવાં કન્નડ નાટકો તૈયાર કર્યાં. એમનું…
વધુ વાંચો >ફિદાહુસેન
ફિદાહુસેન (જ. 18 માર્ચ 1899, મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ) : નરસિંહની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા પારસી-હિન્દી રંગભૂમિના નટ, ગાયક, ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. 18 વર્ષની યુવાન વયે કુટુંબની અનિચ્છા છતાં, મુરાદાબાદની રૉયલ ડ્રામૅટિક ક્લબમાં જોડાયા. 1918માં મુંબઈની ‘ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની’માં એના નિર્દેશક પંડિત રાધેશ્યામની દેખરેખ હેઠળ તેમને અભિનયની બહોળી તકો…
વધુ વાંચો >ફિલ્ડેન, લિયોનેલ
ફિલ્ડેન, લિયોનેલ (જ. 1896; અ. –) : બી.બી.સી.ના રેડિયોકાર્યક્રમના નિર્માતા અને ઑલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ પ્રસારણનિયામક. લિયોનેલ ફિલ્ડેન બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસન દરમિયાન ભારતમાં રેડિયો-પ્રસારણના પાયા ઊંડા નાખવા માટે, અથાગ પ્રયત્ન કરનાર તરીકે જાણીતા છે. 1935માં ઓગણચાલીસ વર્ષની ઉંમરે, બી.બી.સી.ના રેડિયોકાર્યક્રમ-નિર્માતા તરીકેની સફળ કારકિર્દી તજી બ્રિટિશ સરકારની માલિકીની ઇન્ડિયન સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ…
વધુ વાંચો >ફો દારિયો (જ. 1926)
ફો દારિયો (જ. 1926 – ) : ઇટાલીના આધુનિક નાટ્યકાર, નટ, દિગ્દર્શક અને રાજકારણી. મેધાવી પ્રતિભા ધરાવનાર દારિયો ફો એકલા ઇટાલીની જ નહિ; પરંતુ વિશ્વભરની આધુનિક લોકલક્ષી રંગભૂમિને નવી દિશા આપનાર બળૂકા નાટ્યકર્મી છે. લગભગ સિત્તેરેક નાટકો લખનાર આ નટ-દિગ્દર્શક ઇટાલીની જાણીતી લોકનાટ્ય પરંપરા કૉમેદિયા દે લ આર્ટથી પ્રભાવિત હતા…
વધુ વાંચો >બર્થડે પાર્ટી
બર્થડે પાર્ટી (1957) : અંગ્રેજી નાટ્યકાર હૅરલ્ડ પિન્ટરનું નાટક. કાફકા, આયૉનેસ્કો અને બ્રેખ્તની અસર નીચે લખાયેલા આ નાટકમાં દરિયાકિનારા પરની પ્રવાસીઓની ધર્મશાળાનું ર્દશ્ય છે. એમાં બે રખેવાળો એક યુવાનને રહસ્યમય રીતે સતાવે છે. તેમાં પ્રત્યાયન અને સંવાદનો અભાવ તથા હિંસા અને શોષણની અનિવાર્યતા વ્યક્ત થઈ છે. યુરોપમાં ગયા છઠ્ઠા દાયકામાં…
વધુ વાંચો >