હસમુખ બારાડી

સિરેનો દ બર્ઝરાક (1897)

સિરેનો દ બર્ઝરાક (1897) : પ્રખ્યાત ફ્રાન્સુસી કવિ, નાટ્યકાર. એદમોં રોસ્તાં(1868-1918)નું ખૂબ જાણીતું સફળ નાટક. એમાં રાજા લૂઈ તેરમાના રાજ્યકાળ દરમિયાન થયેલા કવિ-પ્રણયી સિરેનોની પ્રેમકહાણી નિરૂપાઈ છે. ઐતિહાસિક પાત્ર તરીકે સિરેનો (1619-1655) ખુદ કવિ નાટ્યકાર હતો અને એણે ‘ડેથ ઑવ્ એગ્રીપીના’ જેવાં પદ્યનાટકો અને કેટલીક તરંગકથાઓ લખ્યાં હતાં. સિરેનો ઐતિહાસિક…

વધુ વાંચો >

સૅડલર્સ વેલ્સ થિયેટર

સૅડલર્સ વેલ્સ થિયેટર : દક્ષિણ લંડનના જાણીતા થિયેટર ઓલ્ડવિકને સમાંતર ઉત્તર લંડનમાં આવેલું ઑપેરા અને બૅલે માટે સજ્જ પ્રખ્યાત થિયેટર. ત્રણ સૈકાનો એનો પ્રલંબ ઇતિહાસ છે, જેમાં અનેક તડકી-છાંયડી આ થિયેટરે જોઈ છે. 1683માં સૅડલર નામના સાહસિકે મનોરંજન માટે એક ઉદ્યાન બનાવ્યો, જ્યાં ગરમ પાણીનો ઝરો એને મળી આવ્યો હતો.…

વધુ વાંચો >

સોયનું નાકું (નાટક)

સોયનું નાકું (નાટક) : ‘પ્રવેશ બીજો’(1950)માં સંગૃહીત જયંતિ દલાલનું એકાંકી. ચોટદાર ગુજરાતી એકાંકીના રચયિતાઓમાં બીજી પેઢીના અગ્રણી નાટ્યકાર તે જયંતિ દલાલ. પોતાની આગવી નાટ્યસૂઝ અને જૂની રંગભૂમિના તખ્તે નાટ્યતત્વને પચાવવાનો રંગવારસો ધરાવતા વીસમી સદીના મધ્ય ભાગના એકાંકીકાર જયંતિ દલાલનું આ એકાંકી જાણીતું અને ખૂબ ભજવાયેલું છે. ધનિક, સખાવતી, સામાજિક કાર્યકર…

વધુ વાંચો >

સ્કોફિલ્ડ પોલ

સ્કોફિલ્ડ પોલ (જ. 1922- ) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત નટ. 1940માં નટ તરીકે આરંભ કર્યા બાદ એમણે શેક્સપિયરના ગામના થિયેટર સ્ટ્રૅટ-ફૉર્ડ-અપૉન-એવનમાં અનેક નાટકોમાં અભિનય કર્યો. એમાં ‘હેમ્લેટ’, ‘લવ્ઝ લેબર લૉસ્ટ’, ‘વિન્ટર્સ ટેલ’ વગેરે મહત્ત્વનાં છે. સર જ્હૉન ગિલગૂડ અને પિટર બ્રૂક જેવા નટ-દિગ્દર્શકો સાથે એમણે ઉચ્ચ કક્ષાનો અભિનય આપ્યો છે. એમનાં…

વધુ વાંચો >

સ્ટૉપાર્ડ ટૉમ

સ્ટૉપાર્ડ, ટૉમ (જ. 3 જુલાઈ 1937, ઇઝલિન, ચેકોસ્લોવૅકિયા) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત અને સફળ નાટ્યકાર. મૂળ નામ ટૉમસ સ્ટ્રૌસલેર. બે વર્ષની ઉંમરે એ સિંગાપુર ગયા; પરંતુ ત્યાં એમના ડૉક્ટર પિતા જાપાનના આક્રમણમાં માર્યા ગયા. એમની માએ પુનર્લગ્ન કરતાં એમણે સાવકા પિતાની અટક સ્વીકારી અને પરિવાર ઇંગ્લૅન્ડમાં વસવા ગયો. ટૉમ સ્ટૉપાર્ડ એમણે…

વધુ વાંચો >