હસમુખ બારાડી
કહો, મકનજી ક્યાં ચાલ્યા ?
કહો, મકનજી ક્યાં ચાલ્યા ? : સિતાંશુ યશશ્ચન્દ્રનું ત્રિઅંકી નાટક. મકનજી જેવો સીધોસાદો સંવેદનશીલ માણસ સત્યને (અમથાલાલને) શોધવા, પામવા અને પરિતૃપ્ત થવા પરિભ્રમણયાત્રાએ નીકળી પડે છે; પરંતુ ઉર્ફેસાહેબ જેવા ભ્રષ્ટ શાસકો અને સત્તાધારીઓ અમથાલાલનું મહોરું પહેરી વિવિધ પ્રલોભનોથી કે પછી ધાકધમકીથી મકનજીને ખરીદી લઈ તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે.…
વધુ વાંચો >કારંથ, બી. વી.
કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક; અ. 1 સપ્ટોમ્બર 2002 બેંગાલુરુ, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. પૂરૂં નામ બાબુકોડી વેંક્ટરામન કારંથ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા.…
વધુ વાંચો >કિર્લોસ્કર નાટક મંડળી
કિર્લોસ્કર નાટક મંડળી (1880) : બળવંત પાંડુરંગ કિર્લોસ્કર ઉર્ફે અણ્ણાસાહેબ કિર્લોસ્કરે સ્થાપેલી નાટક મંડળી. 1880માં એક પારસી નાટક મંડળીએ પાશ્ચાત્ય ઑપેરા નાટકની શૈલીમાં ભજવેલું સંગીત-નાટક અણ્ણાસાહેબે જોયું અને મરાઠીમાં એવો જ અખતરો કરી જોવાનો વિચાર એમના મનમાં આવ્યો. કાલિદાસના- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’નો મરાઠી અનુવાદ કર્યો અને તેમાં પોતાનાં ગીતો પણ ઉમેર્યાં. આ…
વધુ વાંચો >કેમ્મુ – મોતીલાલ
કેમ્મુ, મોતીલાલ (જ. 24 જૂન 1933, શ્રીનગર, કાશ્મીર; અ. 16 એપ્રિલ 2018 જમ્મુ) : જાણીતા કાશ્મીરી નાટ્યલેખક. સ્નાતક (1953). જાણીતા નર્તક સુંદરલાલ ગાંગાણી પાસે કથક નૃત્યની તાલીમ; નાટ્યતાલીમ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ (વડોદરાની મ. સ. યુનિવર્સિટી, 1961-1964). જમ્મુ-કાશ્મીરની ‘કલા-સંસ્કૃતિ અને ભાષા અકાદમી’માં વિશેષ અધિકારી (1964). એમનાં જાણીતાં કાશ્મીરી નાટકોમાં ‘છાયા’, ‘તોતા…
વધુ વાંચો >કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ
કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ : વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોક-કેળવણીના ધ્યેય સાથે સાહિત્યપ્રસાર અને નાટ્યપ્રવૃત્તિ કરતી કેરળની સુયોજિત સ્વૈચ્છિક સંસ્થા. અનેક પ્રકાશનો અને ‘લોકજથ્થા’ (લોકજાત્રાઓ) દ્વારા કેરળના ગ્રામવિસ્તારોમાં લોકજુવાળ ઊભો કરી ‘સાયલન્ટ વૅલી’ પ્રયોજવા વિશે આ સંસ્થાએ જાગૃતિ આણી હતી. સાંપ્રત પ્રશ્નો વિશે શેરીનાટકની પ્રવૃત્તિના અસંખ્ય પ્રયોગો રાજ્યના ગ્રામ તથા શહેરી વિસ્તારોમાં…
વધુ વાંચો >કેસકર બી. વી.
કેસકર, બી. વી. (જ. 1903, પુણે; અ. 28 ઑગસ્ટ 1984, નાગપુર) : કૉંગ્રેસના અગ્રણી કાર્યકર અને ભારત સરકારના માહિતી તથા પ્રસારણ ખાતાના પૂર્વ મંત્રી. ડૉ. બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકરે પુણે, કાશી વિદ્યાપીઠ, હૈદરાબાદ જેવાં સ્થળોએ અભ્યાસ કર્યા પછી પૅરિસ જઈ ડી.લિટ્.ની પદવી મેળવી. 1920થી તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ‘ભારત…
વધુ વાંચો >કૅસેટ
કૅસેટ : શ્રાવ્ય કે ર્દશ્યશ્રાવ્ય સંકેતો અને તેના કાર્યક્રમોને મુદ્રિત કરવા માટે ચુંબકીય (magnetic) પટ્ટી. એમાં ડિજિટલ અને ઍનાલૉગ બંને પદ્ધતિનું મુદ્રણ થઈ શકે. 1956માં અમેરિકાના ઉપપ્રમુખ રિચાર્ડ નિક્સન અને સોવિયેટ સંઘના પ્રમુખ નિકિતા ક્રુશ્ચૉફ વચ્ચે, મૉસ્કોમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં અમેરિકી સ્ટૉલમાં ગરમાગરમ ચર્ચા થઈ એનું ર્દશ્યમુદ્રણ (વીડિયો રેકૉર્ડિંગ) અમેરિકાની…
વધુ વાંચો >કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો
કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો (1974) : જાણીતું ગુજરાતી નાટક. લેખક મધુ રાય. પ્રચ્છન્ન અપરાધ, વિશિષ્ટ સજા અને વિષમ પરિસ્થિતિમાં પ્રવર્તતા માનવમનને ર્દશ્ય રૂપે રંગભૂમિ પર રજૂ કરતું આ ચતુરંકી નાટક વીસમી સદીના સાતમા દશકનું સીમાસ્તંભરૂપ નાટક ગણાય છે. મંચનપ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલ મધુ રાયની આ નાટ્યકૃતિની…
વધુ વાંચો >કૉકેસિયન ચૉક સર્કલ
કૉકેસિયન ચૉક સર્કલ (ડેર કોકેસિસ્કી ક્રેડકરેઇસ; 1944) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898-1956)નું ‘એપિક’ પ્રણાલીનું ચીની લોકકથા ‘ચૉક-દોર્યા વર્તુળ’ પર આધારિત નાટક. જ્યૉર્જિયા પ્રાંતના ગવર્નર સામે સામંતોએ કરેલા બળવાની ધાંધલમાં ગવર્નરનું ખૂન થાય છે અને એની પત્ની જાન બચાવવા નાના બાળકને મૂકી નાસી છૂટે છે. ગરીબ કામવાળી ગ્રુશા બાળકને…
વધુ વાંચો >કૉન્ટ્રૅક્ટર મેહેરબહેન
કૉન્ટ્રૅક્ટર, મેહેરબહેન (જ. 23 એપ્રિલ, 1918, પંચગની, મહારાષ્ટ્ર; અ. 26 સપ્ટેમ્બર 1992, અમદાવાદ) : ભારતનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કઠપૂતળી કલાકાર-દિગ્દર્શક. પ્રારંભિક તાલીમ – લંડનની રૉયલ ચિલ્ડ્રન એકૅડેમીમાં; ત્યાં ત્રણ વર્ષનો અભ્યાસ એક વર્ષમાં પૂરો કર્યો; અને પછી ત્યાં જ ‘વ્યક્તિચિત્રો અને પુસ્તકસુશોભન’ માટે શિક્ષિકા તરીકે તાલીમ લીધી; ચિત્રકામ માટે અનેક પારિતોષિક…
વધુ વાંચો >