હસમુખ બારાડી

કૌલ બંસી

કૌલ, બંસી : હિંદી રંગભૂમિના નટ અને દિગ્દર્શક, ચિત્રકાર, સન્નિવેશકાર. દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યસંસ્થાની સ્નાતક કક્ષાની તાલીમ પછી એ જ સંસ્થાના નાટ્યવિસ્તરણ કાર્યક્રમના પ્રાધ્યાપક તરીકે કામ શરૂ કર્યું; સાથોસાથ અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં નાટ્યતાલીમ આપવી ચાલુ રાખી. એ દરમિયાન એમણે 50 નાટકોનું દિગ્દર્શન કર્યું, 35 નાટકોની ડિઝાઇન કરી તથા કન્નડ ફિલ્મ…

વધુ વાંચો >

ક્રૉસ પર્પઝ

ક્રૉસ પર્પઝ (‘લા મલેન્તેન્દ’; 1944) : ફ્રેન્ચ નાટ્યકાર આલ્બેર કૅમ્યૂ(1913-1960)નું નાટક. કિશોર-અવસ્થામાં જ સુખની શોધમાં વિધવા મા અને નાની બહેનને છોડીને નાસી ગયેલ જેન વર્ષો પછી ખૂબ સમૃદ્ધ થઈને, પોતાની પત્ની મારિયા સાથે, વૃદ્ધ મા અને હવે ત્રીસે પહોંચી ગયેલી બહેન માર્યાને સુખી કરવા ઘેર પાછો ફરે છે. ‘‘હું તમારો…

વધુ વાંચો >

ખરસાણી, પી.

ખરસાણી, પી. (જ. 5 જૂન 1926, કલોલ; અ. 20 મે 2016) : પ્રસિદ્ધ હાસ્યનટ અને દિગ્દર્શક. મૂળ નામ પ્રાણલાલ દેવજીભાઈ. નાની વયે પિતાજીનું અવસાન થતાં, વિધિસર અભ્યાસ છોડી ’42માં સ્વાતંત્ર્ય-આંદોલનમાં ઝંપલાવ્યું. ભૂગર્ભવાસ વેઠ્યો. કામની શરૂઆત એક ફિલ્મ-ટૉકીઝમાં બોર્ડ-પેન્ટર તરીકે કરી. 1946થી ઇપ્ટા, નટમંડળ અને પછી ભરત નાટ્યપીઠમાં અનેક નાટકોમાં અભિનય;…

વધુ વાંચો >

ગઢવી, હેમુ

ગઢવી, હેમુ (જ. 8 સપ્ટેમ્બર 1929, ઢાંકણિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 20 ઑગસ્ટ 1965, પડધરી) : સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયક તથા લોકસંગીતનિયોજક. અભણ ખેડૂત પિતા નાનુભા અને માતા બાલુબાનો કિશોર હિંમતદાન ભવાઈ અને પ્રવાસી નાટકમંડળીઓ પ્રત્યે આકર્ષાયેલ. ભણતર અધૂરું મૂકીને તેઓ મામા શંભુદાન ગઢવીની નાટક કંપની પાલિતાણામાં હતી તેમાં જોડાઈને સ્ત્રી-પાઠો કરતા…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુથરી, ટાઇરોન સર

ગુથરી, ટાઇરોન સર (જ. 2 જુલાઈ 1900, ટનબ્રિજ વેલ્સ, કૅન્ટ; અ. 15 મે 1971, ન્યૂ બ્લિસ, મૉનહન, આયર) : બ્રિટનના ક્રાન્તિકારી અને પ્રયોગશીલ નાટ્યદિગ્દર્શક. ઓલ્ડવિક અને સેડલર્સ વેલ્સ જેવાં થિયેટરોમાં તેમણે બાર વરસ સુધી દિગ્દર્શક અને સંચાલક તરીકે કામ કરતાં, શેક્સપિયરનાં ‘હૅમ્લેટ’, ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ જેવાં નાટકોનું એલિઝાબેથાઈ નહિ પણ…

વધુ વાંચો >

ગોગૉલ, નિકલાઈ વસિલ્યેવિચ

ગોગૉલ, નિકલાઈ વસિલ્યેવિચ (જ. 19 માર્ચ 1809, સૉરોચિંત્સી, પોલ્તાવા નજીક, યુક્રેન; અ. 21 ફેબ્રુઆરી 1852, મૉસ્કો) : રૂસી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. એમના પિતા નાના જમીનદાર હતા, એમણે પણ થોડું નાટ્યલેખન કર્યું હતું. સરકારી કારકુન, શિક્ષક અને પછી ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે શરૂઆતમાં એમણે કામ કરી જોયું. એમના પ્રારંભિક લેખન તરફ…

વધુ વાંચો >

ગૉર્કી, મૅક્સિમ

ગૉર્કી, મૅક્સિમ (જ. 28 માર્ચ 1868, નિઝની નોવગોરોડ ગામ, રશિયા; અ. 14 જૂન 1936, નિઝની નોવગોરાડ, રશિયા) : રૂસી લેખક. એમનું મૂળ નામ અલેક્સેઈ મૅક્સિમૉવિચ પેશ્કૉવ હતું. માતાપિતા મૃત્યુ પામતાં થોડો વખત એ દાદા પાસે રહ્યા અને નવ વરસની ઉંમરથી મજૂરીએ લાગ્યા. વહાણના તૂતક પર વાસણ માંજ્યાં, કોઈ બેકરીમાં પાંઉરોટી…

વધુ વાંચો >

ગ્રામપ્રસારણ

ગ્રામપ્રસારણ : રેડિયો કે ટેલિવિઝન પરથી રજૂ થતા ગ્રામકેન્દ્રી કાર્યક્રમો. ગ્રામજનોને ઉપયોગી બને તેવા વિશેષ શ્રોતાઓ અને પ્રેક્ષકો માટેના કાર્યક્રમોનું પ્રસારણ રેડિયો માધ્યમના કેન્દ્રમાં છેક 1933થી રહ્યું છે. એમાં કાર્યક્રમ-પ્રસારણ, સમૂહશ્રવણ અને પ્રેક્ષણ(viewing)નું આયોજન, એ માટે રેડિયો કે ટીવી સેટની ઉપલબ્ધિ અને ભાવક- ભાગીદારીના વિવિધ તબક્કા અંગે પ્રયોગો થતા રહ્યા…

વધુ વાંચો >

ઘરનો દીવો

ઘરનો દીવો : ત્રિઅંકી ગુજરાતી નાટક (1952). જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસા(1908)નું એક સફળ નાટક. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું છે. સમગ્ર નાટકમાં પ્રતીતિજનક, જીવંત અને ગંભીર કથાવસ્તુની સમાંતર નર્મ-મર્મનો પ્રવાહ નોંધપાત્ર છે. પ્રવીણ, હસમુખ, સુરેશ, પસાકાકા,…

વધુ વાંચો >