સૂર્યકાન્ત શાહ
અનૈચ્છિક સંચલન
અનૈચ્છિક સંચલન (involuntary movements) : રોકી ન શકાય તેવું, આપમેળે થતું હલનચલન. શરીરનાં અંગ પોતાની મેળે હાલ્યા જ કરે અને તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તે સ્થિર ન રહી શકે તેવી પરિસ્થિતિ. તેનાથી સ્વૈચ્છિક ક્રિયાઓમાં નડતર ઊભું થાય છે. દા.ત., હાથની ધ્રુજારીથી ચા પીતાં પ્યાલો હાલવા માંડે અને ચા ઢોળાય.…
વધુ વાંચો >અંગવિન્યાસ અને હલનચલન
અંગવિન્યાસ અને હલનચલન (posture and locomotion) : શરીરની સ્થિર સ્થિતિ તે અંગવિન્યાસ અને ક્રિયા કરવાની સ્થિતિ તે નાનું મગજ અથવા હલનચલન. શરીર સ્થિર હોય ત્યારે માથું, ગળું, ધડ અને હાથપગ જે રીતે ગોઠવાયેલાં રહે તેને અંગવિન્યાસ (posture), દેહસ્થિતિ અથવા મુદ્રા કે છટા (stance) કહે છે. હલનચલન કરતી વખતે ચાલવાની ઢબ(style)ને…
વધુ વાંચો >આધાશીશી
આધાશીશી (migraine) : માથાના અર્ધ ભાગમાં થતો દુખાવો. તેને અર્ધશીર્ષપીડા (hemicrania) પણ કહે છે. માથું દુખવું એ એક સામાન્ય ફરિયાદ છે. મોટેભાગે તેમાં ગંભીર રોગ હોતો નથી. પણ કોઈક દર્દી એવો હોય જેમાં મગજમાં ગાંઠ (brain tumour) જેવી ભયંકર બીમારી નીકળી આવે એટલે બધા જ દર્દીઓને ખૂબ ઝીણવટથી તપાસવામાં આવે…
વધુ વાંચો >ફડચો (liquidation)
ફડચો (liquidation) : શૅરહોલ્ડરો અથવા સભાસદોની મર્યાદિત જવાબદારી હોવાના સૂચન રૂપે જેના નામ પછી ‘લિમિટેડ’ શબ્દ લખવો ફરજિયાત છે તેવા ધંધાકીય એકમનું કાયદાની વિધિ અનુસાર વિસર્જન કરવાનું કાર્ય. ધંધાકીય એકમ બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે; જેવાં કે સમયસર દેવાં ચૂકવવાની અશક્તિ, પોતાના ધંધાકીય એકમની પુનર્રચના, અન્ય એકમો સાથેનું…
વધુ વાંચો >બજાર-ક્ષેત્રવિભાજન
બજાર-ક્ષેત્રવિભાજન (market-segmentation) : ઉત્પાદિત માલના વેચાણ તરફના ગ્રાહકોના પ્રતિભાવને લક્ષમાં રાખીને તેમનું સમાન લક્ષણોવાળાં જૂથોમાં કરવામાં આવતું વિભાજન. ‘બજાર’ શબ્દ ખરીદનાર અને વેચનાર વચ્ચેનાં પરસ્પર વિરુદ્ધ હિતોનો મેળ પાડીને સોદો થાય તે માટેની બધી પ્રક્રિયાઓ સૂચવે છે. આ પ્રક્રિયાઓમાં મોટા- ભાગે ઉત્પાદકો, વચેટિયાઓ અને ગ્રાહકો ભાગ લેતા હોય છે. ગ્રાહકો…
વધુ વાંચો >બદલાના સોદા
બદલાના સોદા : શેરબજારમાં ઇક્વિટી શેરોનાં ખરીદવેચાણના વ્યવહારો. આ પ્રકારના સોદામાં પતાવટના દિવસે ખરેખર ખરીદી કે વેચાણ કરવાના બદલે અનુગામી પતાવટના દિવસ સુધી આવાં ખરીદી-વેચાણ મુલતવી રખાય છે. મહદ્અંશે બદલાના સોદા સટોડિયાઓ કરે છે. વેચાણકિંમતથી ખરીદકિંમત ઓછી હોય તો કમાણી થાય. શેરબજારમાં સટોડિયો ભવિષ્યના ભાવનો અડસટ્ટો કરીને તે પ્રમાણે શેરના…
વધુ વાંચો >બહુલક્ષી વ્યાપાર
બહુલક્ષી વ્યાપાર : આંતરરાષ્ટ્રીય વ્યાપારી ક્ષેત્રે બેથી વધારે દેશો વચ્ચે બેથી વધારે ચીજો અને સેવાનો થતો વ્યાપાર. વેપારની આ પ્રથામાં દેશ દ્વિપક્ષી ધોરણે આયાત-નિકાસને સમતોલ કરવાનો પ્રયાસ કરતો નથી, પરંતુ તેની કુલ આયાતો અને નિકાસોને સમતોલ કરવાની કોશિશ કરે છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જો બે દેશોમાં પેદા થતી વસ્તુઓના તુલનાત્મક…
વધુ વાંચો >બિરલા, ઘનશ્યામદાસ
બિરલા, ઘનશ્યામદાસ (જ. 1894, પિલાણી, રાજસ્થાન; અ. 11 જૂન 1983, લંડન) : સ્વાતંત્ર્ય-સંગ્રામમાં કૉંગ્રેસને અઢળક આર્થિક સહાય કરનાર, શિક્ષણક્ષેત્રે વિપુલ દાન આપનાર અને ધાર્મિક ક્ષેત્રે ભવ્ય મંદિરો બંધાવનાર ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ. રાજસ્થાનના વેપારી પરંપરાવાળા કુટંબમાં ઘનશ્યામદાસનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ બળદેવદાસ અને માતાનું નામ યોગેશ્વરીદેવી હતું. તેમનું શૈશવ…
વધુ વાંચો >બૅંકિંગ નિયમન ધારો
બૅંકિંગ નિયમન ધારો : ભારતમાં બૅંકિંગનો વ્યવસાય કરતી કંપનીઓનું નિયમન કરતો ધારો. 1936 સુધી બૅંકો હતી, પણ બૅંકિંગને લગતો અલગ ધારો નહોતો. બૅંકિંગનો ધંધો કરતી મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ 1913ના કંપની ધારા હેઠળ અસ્તિત્વમાં આવી હતી અને બૅંકિંગને લગતા વ્યવહારો કરતી હતી. ભાગીદારી પેઢી કે વૈયક્તિક માલિકીને માટે કરારના ધારા જેવા…
વધુ વાંચો >બૅંકોની ધારાકીય સુરક્ષા
બૅંકોની ધારાકીય સુરક્ષા : ભારતમા બૅંકિંગનો વ્યવસાય કરતી સંસ્થાઓને વિવિધ કાયદાઓ દ્વારા અપાયેલું રક્ષણ. 1949 પહેલાં ભારતમાં બૅંકોને ધારાકીય સુરક્ષા નહિવત્ હતી. 1949માં બૅંકિંગ નિયંત્રણ ધારાથી બૅંકોને ધારાકીય સુરક્ષા આપવાનું શરૂ થયું. 1956માં કંપની ધારા અને તેના વખતોવખતના સુધારાથી મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓની વ્યવસ્થાવાળી બૅંકોને વધારે પ્રમાણમાં ધારાકીય સુરક્ષા મળી. સહકારી…
વધુ વાંચો >