સિવિલ ઇજનેરી
ફલ્ટન, રૉબર્ટ
ફલ્ટન, રૉબર્ટ (જ. 14 નવેમ્બર, 1765, લેંકેશાયર કાઉન્ટી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 1815) : અમેરિકી શોધક, સિવિલ એન્જિનિયર અને કલાકાર. શાળાકીય અભ્યાસ બાદ ઝવેરાતના વેપારીને ત્યાં શિખાઉ કારીગર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે ત્યાં હાથીદાંત પર લઘુચિત્રો અને છબીચિત્રો (પોર્ટ્રેટ) કંડારવાની કળામાં નામના પ્રાપ્ત કરી. 1793 પછી તેમણે આ શોખ…
વધુ વાંચો >બટ્રેસ
બટ્રેસ (buttress) : દીવાલ અને છત જેવા બાંધકામને મજબૂત આધાર કે ટેકો આપવા બહારની બાજુએ બંધાતો પુસ્તો (કડસલા). આ ચણતર પાંચ પ્રકારે થાય છે : (1) કોણાત્મક પુસ્તો (angle buttress). આમાં બે પુસ્તાઓની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી બહારના ભાગમાં સળંગ કાટખૂણાની રચના થાય છે. (2) પેટીઘાટ…
વધુ વાંચો >બંધ (dam)
બંધ (dam) નદી કે નાળાની આડે સિંચાઈ વગેરે માટે પાણી ભેગું કરવા બાંધવામાં આવતી આડશ. બંધ દ્વારા નદીના પાણીને સંગ્રહી જળાશય બનાવી, તેના પાણીને નહેરો દ્વારા ખેતરો સુધી વાળવા-પહોંચાડવામાં આવે છે. વસ્તીવધારા સાથે, ઔદ્યોગિક વિકાસ તેમજ ખેતીવિકાસ માટે પાણીની જરૂરિયાત સતત વધતી રહી છે. તેથી નદી, નાળાં પર બંધ બાંધી…
વધુ વાંચો >બૅક્સ, બેન્જામિન (સર)
બૅક્સ, બેન્જામિન (સર) (જ. 1840, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1907) : નિષ્ણાત અંગ્રેજ ઇજનેર. 1861માં સલાહકાર-ઇજનેર તરીકેનો જૉન ફાઉલર સાથેનો સહયોગ ખૂબ લાંબા સમય સુધી રહ્યો. 1883થી 1890 દરમિયાન બંનેએ સાથે મળીને લંડન મેટ્રોપૉલિટન રેલવે તથા વિક્ટોરિયા સ્ટેશન તેમજ ચોથા રેલવે-પુલ સહિત અનેક પુલોની ડિઝાઇન તૈયાર કરી. તેઓ ઇજિપ્તમાંના આસ્વાન બંધ(1902)ના…
વધુ વાંચો >બેઝમેન્ટ
બેઝમેન્ટ : ભવનનો છેક નીચેનો એવો માળ જે જમીનમાં અંશત: કે પૂરેપૂરો આવેલો હોય. ક્યારેક જમીનના સ્તરેથી પણ એ શરૂ થતો હોય તો તે ઉપલા બધા મજલાઓથી ઓછી ઊંચાઈ ધરાવતો હોય છે. આંતરિક રચના પરત્વે તે તેની ઉપરના મુખ્ય મજલા સાથે સંલગ્ન હોય છે. ‘બેઝમેન્ટ’ સેલરથી ભિન્ન છે. બેઝમેન્ટનો ઉપયોગ…
વધુ વાંચો >બોગદું
બોગદું (tunnel) : વાહનવ્યવહાર, પાણીના પરિવહન કે ખાણકામ માટે જમીનના અંદરના ભાગે ખોદાણ કરીને તૈયાર કરેલ માર્ગ (passageway) કે અમુક બાંધકામ માટે જમીનની અંદરના ભાગે તૈયાર કરેલ જગ્યા. બોગદાને સુરંગ પણ કહેવાય છે. બોગદું બનાવવાની આધુનિક રીતોમાં શારકામ(drilling)નો, દારૂગોળા દ્વારા વિસ્ફોટનનો કે અગાઉથી તૈયાર કરેલ નળીઓ(prefabricated tubes)નો ઉપયોગ થાય છે.…
વધુ વાંચો >બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ
બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ (જ. 9 એપ્રિલ 1806, પૉર્ટસ્મથ, હૅમ્પશાયર, લંડન; અ. 15 સપ્ટેમ્બર 1859, વેસ્ટમિન્સ્ટર, લંડન) : ઉચ્ચ કક્ષાના બ્રિટિશ સિવિલ અને મિકૅનિકલ ઇજનેર. તેમણે સૌપ્રથમ ટ્રાન્સલાન્ટિક સ્ટીમરની ડિઝાઇન કરી હતી. સૌપ્રથમ ટેમ્સ ટનલના કામ પર એન્જિનિયર તરીકે શરૂઆત કરી. તેમણે તૈયાર કરેલ એવન ગોર્જે (Avon Gorge) પર બાંધવાના ઝૂલતા…
વધુ વાંચો >બ્લૂપ્રિન્ટ
બ્લૂપ્રિન્ટ : મકાન કે અન્ય બાંધકામ માટેના તૈયાર કરેલ મૂળ નકશાની નકલ (copy). જેમ ફોટોગ્રાફર કોઈ વસ્તુ/વ્યક્તિનો ફોટો પાડી તેની નૅગેટિવ પરથી ચિત્ર તૈયાર કરે તેવી રીતે મૂળ નકશા પર ફોટોગ્રાફિક (પ્રકાશીય) અસરથી બ્લૂપ્રિન્ટ તૈયાર કરાય. સ્થપતિઓ, ઇજનેરો અને ડિઝાઇનરો પોતે તૈયાર કરેલ મૂળ નકશા પ્રમાણે કામ કરાવવા સંબંધિત કાર્યકર્તાઓને…
વધુ વાંચો >ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ
ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં…
વધુ વાંચો >ભવનનિર્માણ
ભવનનિર્માણ : માનવીના રહેણાક કે વ્યાવસાયિક કાર્ય માટે ઊભી કરાતી ઇમારતનું નિર્માણ. ભવનનિર્માણમાં તેનો કેવી પરિસ્થિતિમાં અને કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભવનનિર્માણનો મુખ્ય આશય તેનો ઉપયોગ કરનારને ગરમી, ઠંડી, વરસાદ, ધૂળ-કચરો, અવાજ વગેરેથી રક્ષણ આપવું તે છે. કોઈ પણ ભવનનિર્માણમાં નીચેની બાબતો મહત્વની…
વધુ વાંચો >