સિવિલ ઇજનેરી

આર્ચ

આર્ચ : જુઓ કમાન; તોરણ

વધુ વાંચો >

ઇન્ટ્રાડોસ

ઇન્ટ્રાડોસ : જુઓ કમાન

વધુ વાંચો >

ઈવ્ઝ્ (Eaves) – નેવાં

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…

વધુ વાંચો >

ઉકાઈ બંધ

ઉકાઈ બંધ : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતના મોટા બંધો પૈકીનો બહુહેતુક બંધ. ભૌગોલિક સ્થાન : 21o 15′ ઉ. અ. અને 73o 36′ પૂ. રે.. તે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી  પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિમી. અંતરે આવેલો છે. ભૂસ્તરીય રચનાઓ અને…

વધુ વાંચો >

એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ

એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ (જ. 15 ડિસેમ્બર 1832, દજોન, ફ્રાન્સ; અ. 28 ડિસેમ્બર 1973, પૅરિસ) : ફ્રાન્સના પ્રસિદ્ધ સિવિલ ઇજનેર. તેમણે 1889માં જગપ્રસિદ્ધ એફિલ ટાવર બંધાવ્યો અને તે રીતે તેઓ જગપ્રસિદ્ધ બન્યા. તેમણે 1855માં સિવિલ ઇજનેરની ગ્રૅજ્યુએટ(ઇકોલે સેન્ત્રેઇલ દ આટર્સ એત મેન્યુફેક્ચરર્સ)ની પદવી મેળવી. એફિલ ટાવરના બાંધકામ પહેલાં તે પુલો અને…

વધુ વાંચો >

એફિલ ટાવર

એફિલ ટાવર (1889) : સ્થાપત્ય ઇજનેરી તથા તકનિકી ક્ષેત્રને લગતી વિશ્વની એક અદભુત તથા શ્રેષ્ઠ કલાકૃતિ. આ ગગનચુંબી કીર્તિસ્તંભ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં કૅમ્પ-દ-માર્સના પશ્ચિમ છેડે સીન નદીના દક્ષિણ કિનારા પર 1889માં ફ્રેન્ચ રાજ્યક્રાંતિની પ્રથમ શતાબ્દીની ઉજવણી પ્રસંગે તેની કાયમી યાદ તરીકે બાંધવામાં આવ્યો હતો. તે માટે યોજવામાં આવેલી જાહેર હરીફાઈમાં…

વધુ વાંચો >

કડિયાકામ

કડિયાકામ : મકાનબાંધકામના કારીગરનો વ્યવસાય. આવડત પ્રમાણે કડિયાના બે પ્રકાર કરી શકાય : (i) કુશળ કડિયા અને (ii) શિખાઉ કડિયા. કુશળ કડિયા ઇજનેરે આપેલ મકાનના નકશાને સમજીને તદનુસાર યોગ્ય બાંધકામ કરી શકે છે. શિખાઉ કડિયા મુખ્ય કડિયાના સહાયક તરીકે કામ કરે છે. કડિયાકામમાં આધારપટ (footings), પાયો (foundation), દીવાલ, સ્તંભ, છત,…

વધુ વાંચો >

કલ્પસર-યોજના

કલ્પસર-યોજના : ગુજરાતનો ખંભાતના અખાતને ઘોઘા-હાંસોટ વચ્ચે આડબંધ બાંધી ખારા પાણીના પટને વિશાળ મીઠા પાણીના સરોવરમાં ફેરવવાનો આયોજિત કરેલો મહત્વાકાંક્ષી પ્રકલ્પ. કલ્પવૃક્ષ જેમ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઇરાદાઓ પૂરાં પાડનાર અદભુત સરોવર. ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ…

વધુ વાંચો >

કવચ (shell) (ઇજનેરી)

કવચ (shell) (ઇજનેરી) : ત્રિજ્યા અને અન્ય માપની સરખામણીમાં ઓછી જાડાઈ ધરાવતી વક્ર સપાટી. વિશાળ ફરસ ઢાંકવા માટે સપાટ છત કરતાં બાંધકામ-સામગ્રીના કિફાયતી ઉપયોગ વડે કવચ-છત (shell roof) અથવા અવકાશી છત વધુ પસંદ કરાય છે. વક્ર અવકાશી છતના બાંધકામમાં સપાટ છત કરતાં 25 %થી 40 % ઓછી બાંધકામ-સામગ્રી વપરાય છે.…

વધુ વાંચો >

કૉફરબંધ

કૉફરબંધ : બાંધકામના પાયાનું જમીન પરના કે ભૂગર્ભના પાણીથી રક્ષણ કરવા પાયાને ફરતી રચવામાં આવતી કામચલાઉ દીવાલ. તળાવ કે સરોવરના સ્થિર અગર નદી / દરિયાનાં વહેતાં પાણીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય છે ત્યારે પાણીની હાજરી સમસ્યારૂપ બને છે. વહેતું પાણી તળિયાની માટીનું ધોવાણ (scouring) કરે છે અને…

વધુ વાંચો >