સિવિલ ઇજનેરી

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee]

સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (રૂરકી) [Structural Engineering Research Center (SERC), Roorkee] : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીમાં સંશોધન હાથ ધરતી સંસ્થા. સંસ્થાના કાર્યક્ષેત્રમાં નીચેનાંનો સમાવેશ થાય છે : (i) અદ્યતન જ્ઞાનની માહિતી-બૅન્ક તરીકે કામ કરી ઇમારતોની સંરચના તથા બાંધકામ માટે માહિતી પૂરી પાડવી. (ii)…

વધુ વાંચો >

સ્ટ્રાઉસ ઑસ્કાર

સ્ટ્રાઉસ, ઑસ્કાર (જ. 6 માર્ચ 1870, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 11 જાન્યુઆરી 1954, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીત-નિયોજક અને ઑર્કેસ્ટ્રાના તથા ગાયકવૃંદ(કોયર)ના સંચાલક. બર્લિન ખાતે સંગીતકાર મેક્સ બ્રખ પાસે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો. એ પછી બર્લિનમાં તેમણે ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કારકિર્દી શરૂ કરી. 1940માં અમેરિકા જઈ ન્યૂયૉર્ક નગરના બ્રોડવે ખાતેનાં નાટકોમાં તેમજ …

વધુ વાંચો >

સ્નાનગૃહ (swimming-pool)

સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની…

વધુ વાંચો >