સિંધી સાહિત્ય

આરિફ, કલ્હોડો

આરિફ, કલ્હોડો (અઢારમી સદી) : મધ્યકાલીન સિંધી લેખક. અઢારમી સદીમાં સિંધમાં કલ્હોડા વંશનું શાસન હતું. એ સમયે સૂફી કવિ આરિફ કલ્હોડાએ સિંધીની અત્યંત પ્રસિદ્ધ લોકકથા ‘સસઇપુન્હુ’ને કાવ્યબદ્ધ કરી હતી. એમણે એ લોકકથાને જીવાત્મા-પરમાત્માના સંબંધનો ઓપ આપ્યો છે. મૂળ લોકકથામાં કવિએ મૂળ ભાવાનુરૂપ ઉમેરણ કરીને કથાને અત્યંત રોચક બનાવી છે. આ…

વધુ વાંચો >

આલાપ ઝિયા

આલાપ ઝિયા : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. ‘ઝિયા’ તખલ્લુસથી લખતા પરસરામ હીરાનંદનાં કાવ્યોનો આ સંગ્રહ છે. તેને 1958 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયું હતું. ભારતના વિભાજન પૂર્વેની તેમની કવિતામાં રાષ્ટ્રભક્તિ દૃષ્ટિગોચર થાય છે, તો વિભાજન પછીની કવિતામાં વિશૃંખલિત સિંધી સમાજની સામાજિક તથા આર્થિક વિષમતાઓનું ચિત્રણ છે. કાવ્યોમાં નિર્વાસિત શિબિરોની…

વધુ વાંચો >

આંસૂ

આંસૂ (1952) : આધુનિક સિંધી નવલકથા. આ નવલકથાના લેખક ગોવિંદ માલ્હી છે. પ્રસ્તુત નવલકથામાં વિભાજન પછી સિંધમાંથી હિજરત કરીને ભારતમાં આવીને વસેલ સિંધી સમાજની યાતનાસભર અનિશ્ચિત સ્થિતિનું અસરકારક ચિત્રણ છે. નિરાશ્રિત શિબિરોમાં વિસ્થાપિત માનવીઓની માનવતાના હ્રાસનું નિરૂપણ પણ છે. માતૃભૂમિની સ્મૃતિઓ, ભવિષ્યની અનિશ્ચિતતા તથા વર્તમાનની વિષમ મન:સ્થિતિ વચ્ચે જીવતો માનવી…

વધુ વાંચો >

ઈશ્વર આંચલ

ઈશ્વર આંચલ (જ. 2 ઑક્ટોબર 1928, કરાંચી, પાકિસ્તાન; અ. 5 જુલાઈ 1998) : સિંધીના જાણીતા કવિ તથા વાર્તાકાર. મૂળ નામ ઈશ્વર નારાયણદાસ શર્મા. ‘આંચલ’ તેમનું ઉપનામ છે. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ટાંડાણા’ (અંધારી રાતમાં) માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કોઈ ખાસ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી; છતાં…

વધુ વાંચો >

ઉત્તમ આસન જેઠાનંદ (1923)

ઉત્તમ આસન જેઠાનંદ (જ. 16 નવેમ્બર 1923, હૈદરાબાદ, સિંધ (પાકિસ્તાન) અ. 3 જાન્યુઆરી 2005) : આધુનિક સિંધી લેખક. જન્મસ્થળ હૈદરાબાદ (સિંધ). તેઓ જાતે જ સિંધી સાહિત્યની જંગમ સંસ્થા જેવા છે. સિંધીમાં પ્રગતિવાદી ધારાના પ્રવર્તક છે. 1965 અને 1970માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ શાંતિ પારિતોષિકો એનાયત થયાં હતાં. નિબંધ, વિવેચન, સંશોધન…

વધુ વાંચો >

ઉત્તમચંદાની, સુંદરી

ઉત્તમચંદાની, સુંદરી [જ. 28 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં) અ. 8 જુલાઈ 2013 મુંબઈ, મહારાષ્ટ્ર] : સિંધી લેખિકા. તેમણે ઘણું સાહિત્યસર્જન કર્યું છે તેમાં તેમની પ્રગતિશીલ વિચારસરણી ઊપસી આવે છે. શાળાકીય શિક્ષણ હૈદરાબાદમાં લીધું; ભાગલા પછી મુંબઈ આવીને સ્થાયી થયાં. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને પછી શિક્ષિકા તરીકેની…

વધુ વાંચો >

ઉદેરોલાલ

ઉદેરોલાલ (જ. 950, નસરપુર – સિંધ) : સિંધી સંત. ઉદેરોલાલ ‘લાલ સાંઈ’, ‘અમરલાલ’, ‘ઝૂલેલાલ’ ઇત્યાદિ નામે પણ પ્રસિદ્ધ છે. પિતા રાઈ રતનચંદ અને માતા દેવકી. સિંધના ઠઠ્ઠોનગરનો નવાબ મરખશાહ હિન્દુઓ પર પારાવાર જુલમ કરતો હતો. તેને ઉદેરોલાલે રોક્યો અને સિંધમાં ધર્મસહિષ્ણુતા ફેલાવી. ચૈત્ર માસમાં એમના જન્મદિવસથી સિંધી નવા વર્ષનો આરંભ…

વધુ વાંચો >

ઉહા શામ

ઉહા શામ (1983) : આધુનિક સિંધી વાર્તાસંગ્રહ. 1984માં આ વાર્તાસંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. એના લેખક છે મોહન કલ્પના. ‘ઉહા શામ’ની વાર્તાઓમાં લેખકે સ્ત્રીપુરુષસંબંધોનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મધ્યમવર્ગીય જીવનની કટુ વિડંબનામાં, માનવમનનાં શમણાં અને આદર્શોની સામે વાસ્તવિકતાનો સંઘર્ષ, આર્થિક વિસંવાદ પર રચાયેલ સમાજમાં મધ્યમ-વર્ગીય જીવનનું નિરૂપણ અને…

વધુ વાંચો >

એમ. કમલ

એમ. કમલ (જ. 8 ઑગસ્ટ 1925, કનડિયરો જિલ્લો, કરાંચી, પાકિસ્તાન) : સિંધી ભાષાના જાણીતા કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ મૂલચંદ મંઘારામ બિંદ્રાણી છે. તેઓ ‘કમલ’ ઉપનામથી લખે છે. તેમને તેમના ઉત્તમ ગઝલસંગ્રહ ‘બાહિ જા વારિસ’ (એટલે કે ‘નરકના વારસદાર’) માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.…

વધુ વાંચો >

કલા પ્રકાશ

કલા પ્રકાશ (જ. 1934, કરાંચી, હાલ પાકિસ્તાન) : પ્રખ્યાત સિંધી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની શ્રેષ્ઠ નવલકથા ‘આરસી યા આડો’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિસાબ તપાસનીસ તરીકે કેન્દ્ર સરકારના કાર્યાલયમાં 17 વર્ષ સુધી કામગીરી કરી. તે ઉપરાંત વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ના વર્ગનાં પ્રાધ્યાપિકા તરીકે તેમણે કાર્ય…

વધુ વાંચો >