સિંધી સાહિત્ય

કંવર (1958)

કંવર (1958) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું 1959નું પારિતોષિક પ્રાપ્ત કરેલ સિંધી ભાષાનું ચરિત્રપુસ્તક. પુસ્તકના રચયિતા તીર્થ વસંતનો જન્મ 7 સપ્ટેમ્બર 1909ના રોજ સિંધમાં થયો હતો. ‘કંવર’માં તેમણે સિંધના ભગત કંવરરામના જીવનચરિત્રનું નિરૂપણ કરેલ છે. કથક કથાનૃત્યના સિંધી દેશજ પ્રકાર ‘ભગત’ને લોકપ્રિયતા પ્રદાન કરાવનાર ભગત કંવરરામનો જન્મ 1885માં સિંધના જટવારન ગામે…

વધુ વાંચો >

કાઝી કાઝન

કાઝી કાઝન (જ. 1463; અ. 1551) : મધ્યકાલીન સિંધી કવિ. કાઝી કાઝને જીવનનો અધિક સમય સિંધના બખર નગરમાં વિતાવ્યો હતો અને તે એ નગરના પ્રસિદ્ધ કાઝી હતા. ઉપલબ્ધ મધ્યકાલીન સિંધી સાહિત્યના તે આદિ કવિ ગણાય છે. તે વારાણસીના પ્રસિદ્ધ સૂફી દરવેશ સૈયદ મુહમ્મદના શિષ્ય હતા અને મુસ્લિમ સૂફીઓ ઉપરાંત યોગીઓના…

વધુ વાંચો >

કિરંદડ દિવારૂં

કિરંદડ દિવારૂં (1953) : પ્રસિદ્ધ સિંધી લેખિકા સુંદરી ઉત્તમચંદાણીની આધુનિક નવલકથા. તેને ભારતીય સાહિત્ય અકાદમી તરફથી 1986ના વર્ષના સિંધીના શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો હતો. ‘કિરંદડ દિવારૂં’નો અર્થ થાય છે ‘પડી જતી દીવાલો’. તેમાં એમણે દર્શાવ્યું છે કે પુરાણી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, જીવનમૂલ્યો, એ બધાંની અચલ મનાતી દીવાલો કડડભૂસ થઈને તૂટતી જાય…

વધુ વાંચો >

કુમાચ

કુમાચ (1969) : ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા 1971માં પુરસ્કૃત સિંધી કાવ્યસંગ્રહ. લેખક કૃષ્ણસુંદરદાસ વછાણી (રાહી) (જ. 1932)-પ્રસ્તુત સંગ્રહ સમગ્ર સિંધી કાવ્યપરંપરાનું પ્રતિબિંબ ઝીલે છે. સંગ્રહમાં દોહા, સોરઠા, બેત, કાફી, બાઈ (ઊર્મિગીત), બાત, લોલી (લોરી), ખોરાણો (શીતળા માતાની સ્તુતિ), લાડા (લગ્નગીત), સહરો, ઝુમિર છે. ઉપરાંત ગીત, ગઝલ, કતખા, કવાયલી, નઝમ, રુબાઈ…

વધુ વાંચો >

કુલિયાત અઝીઝ

કુલિયાત અઝીઝ (1944) : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેખરાજ કિશનચંદ અઝીઝનો આ કાવ્યસંગ્રહ બે ભાગમાં પ્રસિદ્ધ થયો. પ્રથમ ભાગમાં ગઝલો અને દ્વિતીય ભાગમાં મસનવી છે. ગઝલોમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક એમ વિવિધ વિષયો આવરી લેવાયા છે, પરંતુ ભાષા ફારસીપ્રધાન હોવાથી તે ગઝલો લોકભોગ્ય કે લોકપ્રિય બની શકી નહિ;…

વધુ વાંચો >

કૂમાયલ કલી

કૂમાયલ કલી (1950) : સ્વતંત્ર ભારતની પ્રથમ સિંધી લેખિકા તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર તારા મીરચંદાણી (1930)કૃત સિંધી નવલકથા. ‘કૂમાયલ કલી’માં પુરુષ નિયંત્રિત સમાજમાં પુરુષની સ્વાર્થી મનોવૃત્તિ અને સ્ત્રીની પરાધીન સ્થિતિનું ચિત્રણ થયું છે. સમાજમાં પ્રચલિત કુરિવાજો, કાળગ્રસ્ત થયેલી રૂઢિઓ અને વિસંગતતાને આલેખીને એ સમાજસ્વાસ્થ્ય માટે કેટલી ભયાનક છે તેનું લેખિકાએ…

વધુ વાંચો >

કેવલરામ સલામતરાય

કેવલરામ સલામતરાય (જ. 1809; અ. ?) : સિંધી ગદ્યલેખક. જોકે, તેઓ મોટા ગદ્યલેખક ન હતા, છતાં પોતાના વિશિષ્ટ ગદ્યને લીધે સિંધી વાચકો પર ઊંડી છાપ મૂકી ગયેલા. તેમણે ‘ગુલ’ (ફલાવર); ‘ગુલશકર’ (ફ્રેગ્રન્ટ કેન્ડી) અને ‘સુખડી’ (ગિફટ) નામક ગ્રંથો આપ્યા છે. આ પુસ્તકો હસ્તપ્રતરૂપે 1864-1871 વચ્ચે તૈયાર થયેલા, જે છેક 1905માં…

વધુ વાંચો >

ખટવાણી, કૃષ્ણ

ખટવાણી, કૃષ્ણ (જ. 7 નવેમ્બર 1927, ઠારૂશાહ, સિંધ; અ. 11 ઑક્ટોબર 2007) : સિંધી ભાષાના લેખક. શાળાનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી 1945થી 1949 સુધી શાંતિનિકેતનમાં રહીને સ્નાતકપદવી પ્રાપ્ત કરી હતી. બાર વરસની ઉંમરથી તેમણે સાહિત્યાભ્યાસ, ચિત્રકળા, સંગીત, એકાન્ત તથા પ્રકૃતિપ્રેમની રુચિ કેળવી હતી, જે શાંતિનિકેતન ખાતે વધુ ખીલી ઊઠી હતી.…

વધુ વાંચો >

ખિલનાણી, કોડોમલ ચંદનમલ

ખિલનાણી, કોડોમલ ચંદનમલ (જ. 5 ઑક્ટોબર 1844, ભિર્યા, સિંધ, પાકિસ્તાન; અ. 16 ડિસેમ્બર 1916) : અર્વાચીન સિંધી લેખક. વિદ્યોપાર્જનમાં અધિક રુચિ અને તીક્ષ્ણ બુદ્ધિને કારણે તેઓ શાળામાં બીજા વિદ્યાર્થીઓથી જુદા તરી આવતા હતા. મૅટ્રિક પાસ થયા પછી તેમણે શિક્ષક તરીકે અને પછી અનુવાદક તરીકે કાર્ય કર્યું. સિંધી ભાષા અને સાહિત્યનાં…

વધુ વાંચો >

ખિલાણી, લખમી

ખિલાણી, લખમી (જ. 2 ઑક્ટોબર 1935, સક્કર, સિંધ, હાલ પાકિસ્તાન) : જાણીતા સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ગુફા જે હુન પાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શાળાકીય શિક્ષણ સક્કરમાં લીધું. આઝાદી પછી ભારતમાં કૉલકાતા ખાતે સ્થાયી થયા. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઇજનેરી)ની પદવી મેળવી. પછી…

વધુ વાંચો >