સલોની નટવરલાલ જોશી
પ્રાકૃતકામધેનુ
પ્રાકૃતકામધેનુ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતકામધેનુ’ના કર્તા લંકેશ્વર રાવણ છે. તેમના સમય વિષે અથવા કૃતિ વિષે વિશેષ માહિતી મળતી નથી. હાલ મળતા ‘પ્રાકૃતકામધેનુ’માં ચોત્રીસ સૂત્ર મળે છે. પ્રારંભમાં મંગલાચરણ કરીને કર્તા જણાવે છે કે ‘મેં પહેલાં વિસ્તૃત રીતે કહ્યું છે. હવે બાલબોધ માટે સંક્ષેપમાં કહું છું.’ ઉપલબ્ધ ચોત્રીસ સૂત્રોમાંથી કેટલાંક…
વધુ વાંચો >પ્રાકૃતલક્ષણ
પ્રાકૃતલક્ષણ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતલક્ષણ’ના કર્તા ચંડ છે. તેમના સમય વિશે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. ‘પ્રાકૃતલક્ષણ’એ સંક્ષિપ્ત રચના છે, ક્યારેક અપૂર્ણ હોય તેમ પણ લાગે છે. અહીં જે સામાન્ય પ્રાકૃત ભાષાના નિયમો આપવામાં આવ્યા છે તે પ્રાચીન પ્રાકૃત ભાષાના હોય તેમ લાગે છે. અહીં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ…
વધુ વાંચો >પ્રાકૃતસર્વસ્વ
પ્રાકૃતસર્વસ્વ : સોળમી શતાબ્દીમાં રચાયેલ માર્કણ્ડેયકૃત વ્યાકરણગ્રંથ. પ્રારંભમાં હર, હરિ અને વાગ્દેવતાને પ્રણામ કરીને મંગલ કરવામાં આવ્યું છે. શાકલ્ય, ભરત, કોહલ, વરરુચિ, ભામહ, વસંતરાજ વગેરે પૂર્વસૂરિઓના ગ્રંથોનું અવલોકન કરીને ‘પ્રાકૃતસર્વસ્વ’ની રચના કરવામાં આવી છે તેમ કર્તા જણાવે છે. પ્રારંભના આઠ પાદમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો આપવામાં આવ્યાં છે; જેમાં અજવિધિ, અયુક્તવર્ણવિધિ,…
વધુ વાંચો >ભગવતી આરાધના
ભગવતી આરાધના : પ્રાચીન ભારતમાં જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયનો પ્રાચીન ગ્રંથ. તેનાં ‘આરાધના’ અથવા ‘મૂલારાધના’ એવાં પણ નામો છે. તેના કર્તા શિવાર્ય કે શિવકોટિ છે. તેમણે પૂર્વાચાર્યોની રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે. તેનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેના વિષય-વર્ણનના આધારે તે શ્વેતામ્બર આગમ ગ્રંથો જેટલો જ પ્રાચીન જણાય…
વધુ વાંચો >મહાવીરચરિય (1083)
મહાવીરચરિય (1083) : પ્રાકૃત ભાષાનું ઉત્તમ ગદ્યકાવ્ય. આ કૃતિના કર્તા ગુણચન્દ્ર પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમનું બીજું નામ દેવભદ્રસૂરિ હતું. તેઓ સુમતિવાચકના પણ શિષ્ય હતા. તેમણે ‘કહારયણકોસ’, ‘પાસનાહચરિય’, ‘અનંતનાથસ્તોત્ર’, ‘વીતરાગસ્તોત્ર’ અને ‘પ્રમાણપ્રકાશ’ વગેરે ગ્રંથો રચ્યા છે. ગુરુના ઉપદેશથી અને છત્રાલનિવાસી શેઠ શિષ્ટ અને વીરની પ્રાર્થનાથી આ કૃતિ રચાઈ હતી. પ્રાકૃતભાષાબદ્ધ, ગદ્યપદ્યાત્મક…
વધુ વાંચો >મંખલિ ગોશાલક
મંખલિ ગોશાલક : પ્રાચીન ભારતમાં આજીવિક સંપ્રદાયનો સ્થાપક. મંખલિપુત્ર ગોશાલકનો ઉલ્લેખ મુખ્યત્વે જૈન આગમો અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. ભગવતીસૂત્ર અનુસાર ગોશાલક મંખલિ નામના મંખનો પુત્ર હતો. ભગવાન મહાવીરની કીર્તિથી પ્રભાવિત થઈને તેણે મહાવીર પાસે વિનંતીપૂર્વક શિષ્યત્વ મેળવ્યું હતું. છ વર્ષના અંતેવાસ દરમિયાન તેણે ઘણી વાર અવિવેકી વર્તન કર્યું હતું.…
વધુ વાંચો >મિલિન્દ પણ્હ
મિલિન્દ પણ્હ (મિલિન્દ પ્રશ્ન) : બૌદ્ધ ધર્મના અનુપિટક સાહિત્યનો મહત્વનો ગ્રંથ. મિલિન્દે (ગ્રીક રાજા મિનેન્ડરે) પૂછેલા પ્રશ્નોનું ભદન્ત નાગસેન નામના ભિખ્ખુએ જે સમાધાન કર્યું હતું તે આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેનો રચનાસમય ઈ. સ. પૂ.નો મનાય છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના મતે આ કૃતિ એક સળંગ રચના નથી, પરંતુ તેનું…
વધુ વાંચો >મુનિ પુણ્યવિજયજી
મુનિ પુણ્યવિજયજી (જ. 27 ઑક્ટોબર 1895, કપડવણજ, જિ. ખેડા; અ. 14 જૂન 1971, મુંબઈ) : આગમાદિ જૈન સાહિત્યના પ્રખર સંશોધક, સંપાદક, ભાષ્યકાર તથા હસ્તપ્રતવિદ્યાવિદ જૈન મુનિ. જન્મનામ મણિલાલ. પિતા ડાહ્યાભાઈ દોશી. માતા માણેકબહેન. જિન આગમોના વૈજ્ઞાનિક સંશોધન-સંપાદનના પિતામહ ‘આગમપ્રભાકર’ તરીકે પંકાયેલા મુનિ પુણ્યવિજયજી જૈન શ્વેતાંબર પરંપરાના મહાન જ્ઞાનોદ્ધારક મનીષી હતા.…
વધુ વાંચો >મુનિ સુવ્રતસ્વામી
મુનિ સુવ્રતસ્વામી : જૈન પરંપરાના વીસમા તીર્થંકર. સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતીસૂત્રમાં તેમજ આગમિક ટીકાસાહિત્યમાં તેમની અલ્પ માહિતી મળે છે. ‘ચઉપન્નમહાપુરિસચરિયં’માં તેમનું સંક્ષિપ્ત ચરિત્ર મળે છે. તેમાં તેમના તીર્થંકર ભવનું નિરૂપણ છે. પ્રાણતકલ્પમાંથી ચ્યવન પામીને તેઓ ભરતક્ષેત્રની રાજગૃહ નગરીમાં સુમિત્ર રાજા અને પદ્માવતી રાણીના પુત્ર રૂપે જન્મ્યા. કાળક્રમે લગ્ન કરી, રાજ્યનું…
વધુ વાંચો >યોગશતક
યોગશતક : પ્રાકૃત ભાષાની યોગવિષયક રચના. ‘યોગશતક’ આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલી યોગવિષયક 100 ગાથાપ્રમાણ કૃતિ છે. તેમણે યોગવિષયક અન્ય ત્રણ કૃતિઓ ‘યોગર્દષ્ટિ-સમુચ્ચય’, ‘યોગબિંદુ’ અને ‘યોગવિંશિકા’ની રચના પણ કરી છે. તેમના યોગ-વિષયક ગ્રંથોમાં તેમણે મુખ્યત્વે ચાર બાબતો વિશે ચર્ચા કરી છે : (1) યોગમાર્ગના અધિકારી અને અનધિકારી, (2) યોગમાં અધિકાર…
વધુ વાંચો >