સમૂહમાધ્યમો (સામાન્ય)
ફ્રૅન્કલિન, બેન્જામિન
ફ્રૅન્કલિન, બેન્જામિન (જ. 17 જાન્યુઆરી 1706, બૉસ્ટન; અ. 17 એપ્રિલ 1790, ફિલાડેલ્ફિયા) : અમેરિકન મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, અને સ્થિત-વિદ્યુત(static electricity)નો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની. ઉપનામ (તખલ્લુસ) રિચાર્ડ સૉન્ડર્સ. અમેરિકી વસાહતોને ગ્રેટ બ્રિટનથી છૂટી પાડવામાં ભાગ ભજવનાર અને સ્વતંત્રતાનું જાહેરનામું તથા યુ.એસ.નું બંધારણ ઘડવામાં સહાયક મુત્સદ્દી. મુત્સદ્દી તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા…
વધુ વાંચો >બર્નેઝ, એડવર્ડ
બર્નેઝ, એડવર્ડ (જ. 1891, વિયેના; અ. 1995) : જાહેર સંપર્કની પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા. તેઓ સિગ્મંડ ફ્રૉઇડના ભત્રીજા થતા હતા. 1892માં બાળક તરીકે તેમને અમેરિકા લાવવામાં આવ્યા હતા. અમેરિકામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે જોરદાર પ્રચારકાર્ય કર્યું. 1919માં તેમણે અમેરિકાની જાહેર સંપર્કની સર્વપ્રથમ કંપની શરૂ કરી. તેમણે અને તેમનાં ભાવિ પત્નીએ ભેગાં…
વધુ વાંચો >બીચ, આલ્ફ્રેડ એલી
બીચ, આલ્ફ્રેડ એલી (જ. 1 સપ્ટેમ્બર 1826, સ્પ્રિંગફિલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 1 જાન્યુઆરી 1896, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના એક ખ્યાતનામ શોધક તથા પ્રકાશક. તેમના પિતાનું નામ મોઝેસ યેલ તથા માતાનું નામ નૅન્સી ડે હતું. બીચ જ્યારે મૅસેચૂસેટ્સમાં આવેલી મોનસન એકૅડેમીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાએ ‘ન્યૂયૉર્ક સન’ નામનું પ્રકાશન ખરીદી…
વધુ વાંચો >બીબું
બીબું (block) : ધાતુનો કે લાકડાનો નાનો લંબઘન ટુકડો, જેની કોતરણી વડે ઉપસાવેલી સપાટી ઉપર શાહી ચોપડીને તેના ઉપર કોરો કાગળ દબાવીને લખાણ અથવા ચિત્રની પ્રતિકૃતિઓ મેળવવામાં આવે છે. અક્ષરો માટેનાં બીબાં સીસાની મિશ્રધાતુનાં બનાવવામાં આવે છે. ચિત્રો માટેનાં બીબાં જસતનાં કે તાંબાનાં પતરાં ઉપર વિશેષ પ્રક્રિયાથી બનાવીને બીબાંમાપની ઊંચાઈના…
વધુ વાંચો >બેર્લિનર, એમિલ
બેર્લિનર, એમિલ (જ. 1851, હૅનૉવર, જર્મની; અ. 1929) : જર્મનીના સંશોધક. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો તાલીમાર્થી પ્રિન્ટર તરીકે. પછી 1870માં સ્થળાંતર કરીને અમેરિકા ગયા. ત્યાં ‘બેલ ટેલિફોન કંપની’માં જોડાયા અને એ કંપનીના મુખ્ય ઇન્સ્પેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા. 1876 પછીનાં વર્ષોમાં તેમણે ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના ટેલિફોનમાં અનેક સુધારા પ્રયોજ્યા અને તે…
વધુ વાંચો >બૉયર, રિચાર્ડ (સર)
બૉયર, રિચાર્ડ (સર) (જ. 1891, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 1961) : ઑસ્ટ્રેલિયાના પ્રસારણતંત્રના વહીવટકર્તા. 1939માં ‘લીગ ઑવ્ નેશન્સ’ ખાતે ગયેલા ઑસ્ટ્રેલિયાના પ્રતિનિધિમંડળના તે સભ્ય હતા. 1940માં તે ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કમિશનમાં નિમાયા. વડાપ્રધાન કર્ટિને ‘ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કંપની’ને સંપૂર્ણ સ્વતંત્રતા આપ્યા પછી, 1945માં તેમણે ત્યાં અધ્યક્ષપદ સ્વીકાર્યું. તેમના અવસાન પછી, ‘એબીસી…
વધુ વાંચો >બ્રૅડશૉ, જૉર્જ
બ્રૅડશૉ, જૉર્જ (જ. 1801, સેલ્ફર્ડ, ગ્રેટમાન્ચેસ્ટર, ન્યૂ ઇંગ્લૅન્ડ; અ. 1853, ઑસ્લો, નૉર્વે) : રેલવે ટાઇમટેબલના મુદ્રક. તેમને શાળા-શિક્ષણમાં રસ નહોતો; પણ નકશા-આલેખન તરફ વધુ ઝોક હતો. 14 વર્ષની ઉંમરે માન્ચેસ્ટરમાં નોકરી મળી. ત્યાં તેમણે તૈયાર કરેલા નકશા પ્રશંસાપાત્ર ઠર્યા. 1830માં લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે રેલવે શરૂ થયા પછી તેમના નકશામાં…
વધુ વાંચો >બ્લૉક
બ્લૉક : જુઓ બીબું; મુદ્રણ
વધુ વાંચો >માહિતી તાંત્રિકી
માહિતી તાંત્રિકી (Information Technology) : માહિતીના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ (આપ-લે) સાથે સંકળાયેલ તાંત્રિકી (ટૅકનૉલૉજી). માહિતીની આપ-લે માનવવ્યવહારનું અવિભાજિત અંગ છે. માનવ-વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલ છે. જ્ઞાન અને વિચારો એ વિકાસના હાર્દરૂપ છે અને વિકાસમાં ભૌતિક વસ્તુઓ કરતાં તેનું મહત્વ સતત વધતું રહ્યું છે. સ્થાનિક કે વૈશ્વિક સ્તરની…
વધુ વાંચો >રેડિયો હૅમ
રેડિયો હૅમ : નાગરિકો શોખ રૂપે પોતાનું રેડિયોકેન્દ્ર સ્થાપી બીજા શોખીનો જોડે બિનતારી સંદેશાવ્યવહાર સ્થાપે તેવી વ્યવસ્થા. તેને અવ્યવસાયી કે શોખ રેડિયો કહે છે, પણ વ્યવહારમાં તેને હૅમ રેડિયો કહે છે. નાગરિક રેડિયો પણ કહે છે. અવ્યવસાયી રેડિયોનું હૅમ રેડિયો નામ કેવી રીતે પડ્યું તે વિશે કોઈ કંઈ જાણતું નથી.…
વધુ વાંચો >