સમૂહમાધ્યમો (સામાન્ય)

સમૂહ-ભાવન

સમૂહ–ભાવન : રેડિયો, ટીવી, ફિલ્મ, મુદ્રણ વગેરે સમૂહ-પ્રત્યાયનનાં માધ્યમોનાં સઘળાં લક્ષણોના પરિચયથી માંડી એમના કલાત્મક મનોરંજનાત્મક ઉપયોગ કરવા સુધીની સમજણ (appreciation). રેડિયોમાં નિર્માણ અને પ્રસારણમાં સમય, તો ટીવીના નિર્માણ અને પ્રસારણના કેન્દ્રમાં સ્થળ અને સમય બંને છે. આધુનિક યંત્રવિદ્યા સ્થળ અને સમયનાં બંધનો પાર કરી વિશ્વના કોઈ પણ ખૂણે તત્ક્ષણ…

વધુ વાંચો >

સમૂહમાધ્યમો

સમૂહમાધ્યમો : વિશાળ લોકસમુદાય સુધી જ્ઞાન, માહિતી કે મનોરંજનનું પ્રત્યાયન કરતાં સાધનો. જ્ઞાન, માહિતી કે મનોરંજનની આપ-લે માનવી મુખોપમુખ અને જાતે કરતો. પછી એનો સંગ્રહ હસ્તપ્રતોથી થતો; પરંતુ પહેલી વાર લિપિને કોતરીને બ્લૉકથી એનું મુદ્રણ શરૂ થયું અને એ રીતે પ્રથમ પુસ્તક તૈયાર થયું. એકથી વધુ લોકો સુધી એની પ્રતો…

વધુ વાંચો >

સાચી ઍન્ડ સાચી

સાચી ઍન્ડ સાચી : બ્રિટનના 2 વિખ્યાત વિજ્ઞાપનકારોની કંપની. તેમાં ચાર્લ્સ સાચી (જ. 1943, ઇરાક) તથા મૉઇરસ સાચી(જ. 1946, ઇરાક)નો સમાવેશ થાય છે. પોતાના પિતાની સાથે તે 1947માં સ્થળાંતર કરીને ઇંગ્લૅન્ડ આવ્યા અને 1970માં પોતાની વિજ્ઞાપન-સંસ્થાની સ્થાપના કરી. તેમને બહુ ઝડપથી વિજ્ઞાપનક્ષેત્રે પ્રસિદ્ધિ મળી. તેમની અનેક લોકભોગ્ય અને આકર્ષક જાહેરખબરમાંથી…

વધુ વાંચો >

સાયરન (siren)

સાયરન (siren) : સંકટસમયે મોટા વિસ્તારમાં લોકોને સચેત કરવા માટે પ્રબળ ધ્વનિસંકેત સર્જતું સાધન. પ્રબળ વાયુપ્રવાહમાં નિશ્ચિત સમયગાળો ધરાવતા અવરોધો સર્જીને આ સાધન તે અનુસારની કંપમાત્રા ધરાવતો પ્રબળ ધ્વનિસંકેત સર્જે છે. સાધનમાં એવા આકારનો એક નળાકાર (કે ધાતુની તકતી) હોય છે, જે વાયુના દબાણને કારણે ઝડપી ભ્રમણ કરે. આ નળાકાર…

વધુ વાંચો >

સેન્સરશિપ (Censorship)

સેન્સરશિપ (Censorship) : દેશની કે સમાજની રાજકીય, સામાજિક, આર્થિક અને નૈતિક વ્યવસ્થા માટે હાનિકારક ગણાય તેવા પ્રકારના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, પ્રકાશન અને પ્રચાર પર મહદ્અંશે શાસન દ્વારા મુકાતા પ્રતિબંધો. કેટલાક કિસ્સાઓમાં આવા પ્રતિબંધો ધાર્મિક સંગઠનો દ્વારા અને જૂજ કિસ્સાઓમાં તે સશક્ત ખાનગી જૂથો દ્વારા પણ લદાતા હોય છે. અલ્ કાયદા એ તેનો…

વધુ વાંચો >