બૉયર, રિચાર્ડ (સર) (જ. 1891, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 1961) : ઑસ્ટ્રેલિયાના પ્રસારણતંત્રના વહીવટકર્તા. 1939માં ‘લીગ ઑવ્ નેશન્સ’ ખાતે ગયેલા ઑસ્ટ્રેલિયાના પ્રતિનિધિમંડળના તે સભ્ય હતા. 1940માં તે ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કમિશનમાં નિમાયા. વડાપ્રધાન કર્ટિને ‘ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કંપની’ને સંપૂર્ણ સ્વતંત્રતા આપ્યા પછી, 1945માં તેમણે ત્યાં અધ્યક્ષપદ સ્વીકાર્યું.

તેમના અવસાન પછી, ‘એબીસી લેક્ચર્સ’ નામની પ્રવચન-શ્રેણીને તેમની પ્રત્યેના સદભાવ રૂપે ‘બૉયર લેક્ચર્સ’ એવું નવું નામ અપાયું હતું.

મહેશ ચોકસી