સમૂહમાધ્યમો (સામાન્ય)

ઇ-મેઇલ

ઇ-મેઈલ : જુઓ સંદેશાવ્યવહાર.

વધુ વાંચો >

ટેલિફોન

ટેલિફોન : જુઓ દૂરવાણી

વધુ વાંચો >

ફ્રૅન્કલિન, બેન્જામિન

ફ્રૅન્કલિન, બેન્જામિન (જ. 17 જાન્યુઆરી 1706, બૉસ્ટન; અ. 17 એપ્રિલ 1790, ફિલાડેલ્ફિયા) : અમેરિકન મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, અને સ્થિત-વિદ્યુત(static electricity)નો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની. ઉપનામ (તખલ્લુસ) રિચાર્ડ સૉન્ડર્સ. અમેરિકી વસાહતોને ગ્રેટ બ્રિટનથી છૂટી પાડવામાં ભાગ ભજવનાર અને સ્વતંત્રતાનું જાહેરનામું તથા યુ.એસ.નું બંધારણ ઘડવામાં સહાયક મુત્સદ્દી. મુત્સદ્દી તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા…

વધુ વાંચો >

બીબું

બીબું (block) : ધાતુનો કે લાકડાનો નાનો લંબઘન ટુકડો, જેની કોતરણી વડે ઉપસાવેલી સપાટી ઉપર શાહી ચોપડીને તેના ઉપર કોરો કાગળ દબાવીને લખાણ અથવા ચિત્રની પ્રતિકૃતિઓ મેળવવામાં આવે છે. અક્ષરો માટેનાં બીબાં સીસાની મિશ્રધાતુનાં બનાવવામાં આવે છે. ચિત્રો માટેનાં બીબાં જસતનાં કે તાંબાનાં પતરાં ઉપર વિશેષ પ્રક્રિયાથી બનાવીને બીબાંમાપની ઊંચાઈના…

વધુ વાંચો >

સાચી ઍન્ડ સાચી

સાચી ઍન્ડ સાચી : બ્રિટનના 2 વિખ્યાત વિજ્ઞાપનકારોની કંપની. તેમાં ચાર્લ્સ સાચી (જ. 1943, ઇરાક) તથા મૉઇરસ સાચી(જ. 1946, ઇરાક)નો સમાવેશ થાય છે. પોતાના પિતાની સાથે તે 1947માં સ્થળાંતર કરીને ઇંગ્લૅન્ડ આવ્યા અને 1970માં પોતાની વિજ્ઞાપન-સંસ્થાની સ્થાપના કરી. તેમને બહુ ઝડપથી વિજ્ઞાપનક્ષેત્રે પ્રસિદ્ધિ મળી. તેમની અનેક લોકભોગ્ય અને આકર્ષક જાહેરખબરમાંથી…

વધુ વાંચો >