સંસ્કૃત સાહિત્ય
હસુરકર શ્રીનાથ એસ.
હસુરકર, શ્રીનાથ એસ. (જ. 1924) : સંસ્કૃતના સાહિત્યકાર. તેમનો જન્મ પાંડિત્યની લાંબી પરંપરા ધરાવતા યશસ્વી પરિવારમાં થયો હતો. તેમની ઐતિહાસિક નવલકથા ‘સિંધુકન્યા’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે આધુનિક શિક્ષણ મેળવવા ઉપરાંત પરંપરાગત ભારતીય ઇતિહાસ તથા સંસ્કૃતિની બુનિયાદ ધરાવતી પ્રાચીન પદ્ધતિનું શિક્ષણ પણ મેળવ્યું હતું. સંસ્કૃતમાં એમ.એ., સાહિત્યાચાર્ય…
વધુ વાંચો >હિતોપદેશ
હિતોપદેશ : ભારતીય પશુકથાસાહિત્યનો સંસ્કૃતમાં લખાયેલો જાણીતો ગ્રંથ. નારાયણ પંડિતે હિતોપદેશની રચના પંચતંત્રને આધારગ્રંથ તરીકે રાખી પંચતંત્રની શૈલીમાં પશુપક્ષીની વાર્તાઓ દ્વારા રાજનીતિ અને જીવનવ્યવહારનો બોધ આપવામાં આવ્યો છે. પંચતંત્રનાં પાંચ તંત્રોને બદલે તેમણે પોતાનો ગ્રંથ ચાર વિભાગોમાં રજૂ કર્યો છે. સાથે સાથે એ વિભાગોના ક્રમમાં પણ ફેરફાર કર્યો છે. ‘સંધિવિગ્રહ’…
વધુ વાંચો >હિરણ્યકેશ અથવા સત્યાષાઢ શ્રૌતસૂત્ર
હિરણ્યકેશ અથવા સત્યાષાઢ શ્રૌતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.
વધુ વાંચો >હિરણ્યકેશિ ધર્મસૂત્ર
હિરણ્યકેશિ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.
વધુ વાંચો >હિરણ્યગર્ભ
હિરણ્યગર્ભ : ઋગ્વેદ (10–121), શુક્લ યજુર્વેદ વાજસનેયી સંહિતા (અ-32), શૌનકીય અથર્વવેદ (4/27) અને તાંડ્ય બ્રાહ્મણ(9–9–12)માં મળતું હિરણ્યગર્ભ કે પ્રજાપતિનું સૂક્ત. આ સૂક્તના પ્રજાપતિ કે ‘ક’ ઋષિ છે. ત્રિષ્ટુભ છંદ છે. સમગ્ર વિશ્વના સ્રષ્ટા પ્રજાપતિ તે હિરણ્યગર્ભ નામે બ્રહ્મણસ્પતિ (10.32), વિશ્વકર્મા (10, 81–82), આમ્ભૃણી વાક્ (10–125), વૃષભધેનુ (3–38–7) વગેરે નામે ઓળખવામાં…
વધુ વાંચો >હૃદયદર્પણ
હૃદયદર્પણ : એક અનુપલબ્ધ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેના લેખક ભટ્ટનાયક હતા એવા તારણ પર વિદ્વાનો આવ્યા છે. જાણીતા કાશ્મીરી આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોકલોચન’ અને ભરતના નાટ્યશાસ્ત્ર પરની ‘અભિનવભારતી’ એ બંને ટીકાઓમાં વેદ, શાસ્ત્ર અને પુરાણથી કાવ્યને અલગ તારવતા બે શ્લોકો ભટ્ટનાયકે લખેલા છે એમ કહીને ઉદ્ધૃત કર્યા છે. એ જ…
વધુ વાંચો >હૃદયંગમા
હૃદયંગમા : સંસ્કૃત ભાષામાં લખાયેલી ટીકા. સંસ્કૃત અલંકારશાસ્ત્રના આચાર્ય દંડીએ રચેલા ‘કાવ્યાદર્શ’ નામના અલંકારગ્રંથ પર આ ટીકા રચાઈ છે. એના લેખકનું નામ અજ્ઞાત છે. પ્રસ્તુત ટીકાના ફક્ત પહેલા બે પરિચ્છેદો પ્રકાશિત થયેલા છે. આલંકારિક આચાર્ય રાજા ભોજે પોતાના મહાકાય ગ્રંથ ‘શૃંગારપ્રકાશ’માં પ્રસ્તુત ટીકામાંથી અક્ષરશ: ઉદ્ધરણો આપ્યાં છે; પરંતુ ટીકાના લેખકનું…
વધુ વાંચો >હેત્વાભાસો
હેત્વાભાસો : ખરેખર હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રમાં હેત્વાભાસ એ એક મહત્વનો વિષય છે. ન્યાયશાસ્ત્રના આધારભૂત ગ્રંથ ન્યાયસૂત્રમાં અક્ષપાદ-મુનિએ પ્રમાણ, પ્રમેય, સંશય વગેરે 16 પદાર્થો ગણાવ્યા છે (ન્યા. સૂ. 1–1–1). સોળ પદાર્થોમાં તેરમો પદાર્થ હેત્વાભાસ છે. મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે હેત્વાભાસના જ્ઞાનની…
વધુ વાંચો >હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ
હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ : પ્રાચીન ભારતીય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ. આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની સંસ્કૃત ભાષાના વ્યાકરણની ‘અષ્ટાધ્યાયી’ને સરળ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ‘સિદ્ધહેમ’ વ્યાકરણ અથવા ‘હૈમશબ્દાનુશાસન’માં રજૂ કર્યું. પાણિનિએ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાના વ્યાકરણથી વેદની ભાષાના વ્યાકરણના નિયમો અલગ પડતા હતા તે નિયમો…
વધુ વાંચો >હૈમશબ્દાનુશાસન
હૈમશબ્દાનુશાસન : સુપ્રસિદ્ધ ગુજરાતી જૈન લેખક આચાર્ય હેમચંદ્રે રચેલું વ્યાકરણ. એનું નામ મૂળમાં ‘સિદ્ધહેમચંદ્ર’ છે; પરંતુ તે ‘હૈમવ્યાકરણ’ કે ‘હૈમશબ્દાનુશાસન’ એવા નામે પ્રચલિત છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે ‘ભોજવ્યાકરણ’ જેવું વ્યાકરણ રચવાની પ્રેરણા કરવાથી આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ મુજબ પોતાનું વ્યાકરણ લખ્યું એટલે રાજાના નામમાંથી सिद्ध શબ્દ અને પોતાના…
વધુ વાંચો >