સંગીતકલા

કાર્ટર, એલિયટ

કાર્ટર, એલિયટ (જ. 11 ડિસેમ્બર 1908, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 5 નવેમ્બર 2012, ન્યૂયૉર્ક નગર) : આધુનિક અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક. એકસાથે એકથી વધુ લય પ્રયોજવાની તેમની મૌલિક શૈલી ‘પૉલિરીધમ’ને લીધે તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી. ધનાઢ્ય પરિવારમાં જન્મેલા કાર્ટરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની પદવી હાંસલ કરી. પણ બાળપણથી જ…

વધુ વાંચો >

કાલાસ, મારિયા

કાલાસ, મારિયા (જ. 2 ડિસેમ્બર 1923, ન્યૂયૉર્ક નગર, યુ.એસ.; અ. 16 સપ્ટેમ્બર 1977, પૅરિસ, ફ્રાંસ) : ઑપેરાની વિખ્યાત શાસ્ત્રીય સોપ્રાનો(ઊંચા તાર સપ્તકોમાં)-ગાયિકા. મૂળ નામ મારિયા સેસિલિયા સોફિયા આના કાલોગેરોપૂલૉસ. માતા સાથે 1937માં અમેરિકા છોડી મારિયા ગ્રીસ ગઈ અને ત્યાં ઍથેન્સ કૉન્ઝર્વેટરીમાં સોપ્રાનો-ગાયિકા એલ્વિરા દે હિદાલ્યો હેઠળ સોપ્રાનો-ગાયનનો અભ્યાસ કર્યો. ઍથેન્સમાં…

વધુ વાંચો >

કાલિનિકૉવ, વાસિલી

કાલિનિકૉવ, વાસિલી (જ. 13 જાન્યુઆરી 1866, ગામ વોઇન, ઑરેલ જિલ્લો, રશિયા; અ. 11 જાન્યુઆરી 1901, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. બાળપણમાં કાલિનિકૉવનું ઘર સંગીતના જલસાથી હંમેશાં ગુંજતું રહેતું. પહેલેથી જ તેમને સંગીતમાં ખૂબ રસ હતો અને કોન્ચર્તિના વાજિંત્ર વગાડવું શરૂ કરેલું. કાલિનિકૉવે સાંભળવા મળતાં રશિયન લોકગીતોની સૂરાવલિઓને કોન્ચર્તિના…

વધુ વાંચો >

કાસલ્સ, પાબ્લો

કાસલ્સ, પાબ્લો (જ. 29 ડિસેમ્બર 1876, વેન્ડ્રૅલ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1973, સાન જોન, પુઅર્તો રિકો) : વિશ્વવિખ્યાત ચૅલોવાદક, સ્વરનિયોજક તથા ઑર્કેસ્ટ્રા-સંચાલક. પિયાનોવાદન, ચૅલોવાદન અને સ્વરનિયોજનની તાલીમ લીધા બાદ બાર્સેલોનામાં 1891માં ચૅલોવાદનનો પ્રથમ જાહેર જલસો કર્યો. એ પછી તેઓ મૅડ્રિડ, બ્રુસેલ્સ તથા પૅરિસમાં સંગીતનો વધુ અભ્યાસ કરવા ગયા. પાછા ફરીને…

વધુ વાંચો >

કાસેલા, આલ્ફ્રેદો

કાસેલા, આલ્ફ્રેદો (જ. 25 જુલાઈ 1883, તુરિન, ઇટાલી; અ. 5 માર્ચ 1947, રોમ, ઇટાલી) : આધુનિક ઇટાલિયન સંગીતકાર. પૅરિસ ખાતેની પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીત અને સ્વરનિયોજનનો અભ્યાસ કર્યો. ત્યાં પ્રસિદ્ધ ફ્રેંચ સ્વરનિયોજક ફૉરે (Faure) તેમના શિક્ષક હતા. પછી પિયાનોવાદન પણ શીખ્યા. તે પછી થોડો વખત પૅરિસમાં સંગીત-સંચાલક તરીકે કામ કર્યું. 1909થી…

વધુ વાંચો >

કિરાણા ઘરાણું

કિરાણા ઘરાણું : અબ્દુલ કરીમખાં સાહેબે સ્થાપેલું ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઘરાણું. એમનો જન્મ દિલ્હી નજીક આવેલા કિરાણા ગામમાં થયો હતો તે કારણે એમણે સ્થાપેલું ઘરાણું કિરાણાને નામે ઓળખાય છે. આ ઘરાણાની શૈલી સુમધુર હોવાને લીધે તે અન્ય ઘરાણાં કરતાં વધુ લોકપ્રિય છે. અબ્દુલ કરીમખાં સાહેબે ગ્વાલિયર ઘરાણાના મહાન ગાયક…

વધુ વાંચો >

કિશન મહારાજ

કિશન મહારાજ (જ. 3 સપ્ટેમ્બર 1923, બનારસ; અ. 5 મે 2008, વારાણસી) : ભારતના વિખ્યાત તબલાવાદક. જન્માષ્ટમીના દિવસે જન્મ થયેલો તેથી નામ ‘કિશન’ પાડવામાં આવ્યું. પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ નાની ઉંમરમાં તેમનું અવસાન થવાથી કિશન મહારાજનો ઉછેર તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજ(1880-1969)ની નિશ્રામાં થયો હતો.…

વધુ વાંચો >

કિંગ બી. બી.

કિંગ, બી. બી. (જ. 16 સપ્ટેમ્બર 1925, ઇટા બેના, મિસિસિપી, અમેરિકા; અ. 14 મે 2015 , લાસ વેગાસ, યુ.એસ.) : જાઝ સંગીતની ‘બ્લૂ’ શૈલીનો અગ્રિમ ગિટારવાદક. મૂળ નામ રિલે કિંગ. ‘બ્લૂ’ શૈલીના અલગ અલગ લયના વિકાસમાં તેનો ફાળો મહત્ત્વનો છે. મિસિસિપીનાં હબસી માતાપિતાનો પુત્ર બી. બી. કિંગ બાળપણમાં જ બ્લૅક…

વધુ વાંચો >

કુપેરિન ફ્રાંસ્વા

કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ…

વધુ વાંચો >

કુમાર ગંધર્વ

કુમાર ગંધર્વ (જ. 8 એપ્રિલ 1925, સુલેભાવી, જિ. બેલગાંવ; અ. 12 જાન્યુઆરી 1992, દેવાસ, જિ. મધ્યપ્રદેશ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. લિંગાયત પરિવારમાં જન્મ. તેમનું મૂળ નામ શિવપુત્ર સિદ્ધરામય્યા કોમકલી. બાળપણથી જ તેમની સંગીતસાધના શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે એક મઠના ગુરુએ તેમને ‘કુમાર ગંધર્વ’ની ઉપાધિ આપી…

વધુ વાંચો >