સંગીતકલા

કુર્ડીકર મોગુબાઈ

કુર્ડીકર, મોગુબાઈ (જ. 1904; અ. 10 ફેબ્રુઆરી 2001, મુંબઈ) : શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાનાં શ્રેષ્ઠ અને સુવિખ્યાત ગાયિકા, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની શૈલીમાં ખ્યાલ ગાયકીના જયપુર ઘરાનાના જ્યેષ્ઠ કલાકાર અલ્લાદિયાખાંસાહેબનાં તે શિષ્યાં હતાં. 1934માં મોગુબાઈ ખાંસાહેબના ગંડાબંધ શાગીર્દ બન્યાં. મોગુબાઈનો બાલ્યકાળ ગોવાના અંતર્ગત કુર્ડી ખાતે વ્યતીત થયો અને તેને લીધે…

વધુ વાંચો >

કૃપાલ્વાનંદજી સ્વામી

કૃપાલ્વાનંદજી, સ્વામી (જ. 13 જાન્યુઆરી 1913, ડભોઈ, જિ. વડોદરા) : યોગી અને સંગીતકાર. પિતા જમનાદાસ; ગૃહસ્થી જીવનનું નામ સરસ્વતીચંદ્ર. બાળપણથી સંગીત પ્રત્યે તીવ્ર અભિરુચિ. પિતા તરફથી વૈષ્ણવભક્તિના સંસ્કારો મળેલા. સાત વર્ષના હતા ત્યારે પિતાજીનું મૃત્ય થયું. મોટાભાઈ કૃષ્ણદાસ સંગીતના સારા જાણકાર; તેમની પાસેથી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. તે સમયે ડભોઈમાં…

વધુ વાંચો >

કેઇજ જોન

કેઇજ, જોન (Cage John) (જ. 5 સપ્ટેમ્બર 1912, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અગ્રણી આધુનિક અમેરિકન સંગીતકાર. તેમના ક્રાંતિકારી વિચારોએ વીસમી સદીના ઉત્તરાર્ધના સંગીત પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. યુરોપની પ્રશિષ્ટ પ્રણાલીમાં કેઇજનું સાંગીતિક ઘડતર થયું. વીસમી સદીના ત્રણ આધુનિક પ્રશિષ્ટ સંગીતકારો તેમના ગુરુ હતા : આનૉર્લ્ડ શોઅન્બર્ગ, હેન્રી કોવેલ,…

વધુ વાંચો >

કેન્ટૉન સ્ટૅન

કેન્ટૉન, સ્ટૅન (જ. 19 ફેબ્રુઆરી 1912, વિચિટા, કૅન્સાસ, અમેરિકા; અ. 25 ઑગસ્ટ 1979, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અગ્રણી જાઝ સંગીતનિયોજક અને પિયાનિસ્ટ. તરુણાવસ્થામાં જાઝ સંગીતકારો અર્લ હાઇન્સ, ક્લોદ થૉર્નહિલ અને બેની કાર્ટરથી પ્રભાવિત કેન્ટૉને એ જ વર્ષોમાં પિયાનોવાદન અને જાઝ-સંગીત-નિયોજક તરીકે સંગીત લખવું શરૂ કર્યું. 1940માં તેમણે પોતાનું અલગ…

વધુ વાંચો >

કેરકર – કેસરબાઈ

કેરકર, કેસરબાઈ (જ. 13 જુલાઈ 1892, કેકર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1977, મુંબઈ) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. સંગીતમય વાતાવરણવાળા અને સંગીત પર આજીવિકા મેળવનાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ ગોવાની ગાયિકાઓના સહવાસનો લાભ એમને મળ્યો હતો. તેમના સૂચનથી માત્ર આઠ વર્ષની નાની ઉંમરે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના…

વધુ વાંચો >

કૅરલ

કૅરલ : પાશ્ચાત્ય દેશોમાં રૂઢ નૃત્યગીત. અંગ્રેજી કૅરલ શબ્દ ઇટાલિયન શબ્દ કૅરોલા ઉપરથી પ્રચલિત થયો છે. કૅરલ એટલે વર્તુળાકાર નૃત્ય. પણ સમય જતાં ગીત અને સંગીતનું તત્વ તેમાં ભળતાં નૃત્યગીત તરીકે સંજ્ઞા રૂઢ થઈ. યુરોપમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક પ્રસાર થતાં ધાર્મિક સ્તોત્રો, ધાર્મિક ગીતો અને ધાર્મિક સંગીત સાથે જોડાયેલ ધાર્મિક…

વધુ વાંચો >

કોડાલી ઝોલ્ટન

કોડાલી, ઝોલ્ટન (જ. 16 ડિસેમ્બર 1882, કેસ્કેમેન, હંગેરી; અ. 6 માર્ચ 1967, બુડાપેસ્ટ, હંગેરી) : સમર્થ હંગેરિયન સ્વર-રચનાકાર અને સંગીતશાસ્ત્રજ્ઞ. ઝોલ્ટન કોડાલીએ પ્રથમ અભ્યાસ નેગીઝોમ્બતમાં કર્યો. 1900માં તે હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં ‘અકાદમી ઑવ્ મ્યુઝિક’માં જાનોસ કૉસ્લરના શિષ્ય બન્યા અને સંગીત ઉપરાંત ‘ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી’ની ઉપાધિ પ્રાપ્ત કરી (1906). તેમણે 1905માં…

વધુ વાંચો >

કોપલૅન્ડ ઍરોન

કોપલૅન્ડ ઍરોન (જ. 14 નવેમ્બર 1900, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 1990) : વિખ્યાત અમેરિકન સ્વરનિયોજક. બાળપણમાં સંગીત પ્રત્યે રુચિ પેદા થતાં પિયાનો શીખ્યા, ગીત-વાદ્ય મંડળીના કાર્યક્રમોમાં હાજરી આપતા તથા પ્રસિદ્ધ સંગીતકાર રુબિન ગોલ્ડમાર્ક પાસે સ્વરજ્ઞાન પ્રાપ્ત કર્યું. આઠ વર્ષની ઉંમરે માતાને સંબોધીને ગીતની કેટલીક પંક્તિઓની સ્વરરચના કરી તથા ચૌદ વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

કોરેલી આર્કાન્યેલો

કોરેલી, આર્કાન્યેલો (જ. 1653, બોલોન્યા, ઇટાલી; અ. 1713, રોમ, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. તેમણે બોલોન્યામાં જ સંગીતની તાલીમ લીધી. 1675માં રોમમાં સ્થિર થયા. ઇટાલિયન વાદ્યસંગીતના વિકાસમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. 1681માં તેમણે સ્વરચિત વાદ્યસંગીતનું પ્રથમ પુસ્તક છપાવ્યું. બે વરસ પછી બે વાયોલિન, એક વાયોલા અને એક હાર્પિસ્કોર્ડ એમ…

વધુ વાંચો >

કોલ નેટ કિન્ગ

કોલ, નેટ કિન્ગ (જ. 17 માર્ચ 1919, મૉન્ટેગૉમેરી, અલાસ્કા, અમેરિકા; અ. 15 ફેબ્રુઆરી, સાન્તા મોનિકા કૅલિફૉર્નિયા, અમેરિકા) : પ્રસિદ્ધ જાઝ ગાયક અને પિયાનિસ્ટ. મૂળ નામ નેથાનિયેલ આદમ્સ કોલ. બાર વરસની ઉંમરથી પાદરી પિતાના ચર્ચમાં ગાયકવૃંદમાં ગાવાનું કોલે શરૂ કર્યું. કોલનો ઘોઘરો, માદક અવાજ શ્રોતાઓ ઉપર ચુંબકીય અસર કરતો. 1937થી તેમણે…

વધુ વાંચો >