શિવપ્રસાદ રાજગોર
પાટણ
પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું જિલ્લામથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 23 55´થી 24 41´ ઉ. અ. અને 71 31´થી 72 20´ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. આ જિલ્લો ખંભાતના અખાત તથા અરવલ્લી હારમાળાની વચ્ચેના નીચાણવાળા ભાગમાં આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને…
વધુ વાંચો >પાદરા
પાદરા : વડોદરા જિલ્લાનો તાલુકો અને તાલુકાનું વહીવટી મથક. તેની ઉત્તર સરહદે આણંદ જિલ્લો, પૂર્વે વડોદરા તાલુકો, અગ્નિએ કરજણ તાલુકો અને પશ્ચિમે ભરૂચ જિલ્લો આવેલો છે. તાલુકાનું ક્ષેત્રફળ 541.76 ચો. કિ. મી. જેટલું છે. 2011 મુજબ આ તાલુકાની વસ્તી 2,40,236 જેટલી છે. પાદરા નગર અને 82 ગામો છે. પાદરા નગર 22o…
વધુ વાંચો >પાદલિપ્તસૂરિ
પાદલિપ્તસૂરિ (આશરે ઈસવી સનની બીજી સદી) : તરંગવતીની જૈન કથાના લેખક તથા આકાશગમનની સિદ્ધિ ધરાવનાર જૈન સાધુ. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતા ફૂલ્લશ્રેષ્ઠી અને માતા પ્રતિમાબહેન હતાં. તેમનો જન્મ વૈરાટ્યા દેવીની કૃપાથી થયો હતો. તેમનું નામ નરેન્દ્ર હતું, પણ ઔષધિઓનો પગે લેપ લગાડીને આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી…
વધુ વાંચો >પારડી
પારડી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો તાલુકો અને તાલુકા-મથક. આ તાલુકાની ઉત્તરે વલસાડ તાલુકો, દક્ષિણે ઉમરગામ તાલુકો, નૈર્ઋત્યમાં દાદરા-નગરહવેલી, પૂર્વ તરફ ધરમપુર તાલુકો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ 425.9 ચોકિમી. છે અને વસ્તી 28,495 છે (2011). સાક્ષરતાની ટકાવારી 80.7 છે. તાલુકાની મોટા ભાગની જમીન કાળી છે, તે…
વધુ વાંચો >પાલનપુર
પાલનપુર : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24o 10′ ઉ. અ. અને 72o 26′ પૂ. રે.. તેનું પ્રાચીન નામ પ્રહ્લાદનપુર છે. આબુના પરમારવંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહ્લાદનદેવે ઈ. સ. 1184માં તેની સ્થાપના કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો…
વધુ વાંચો >પાલિતાણા
પાલિતાણા : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો એક તાલુકો તથા નગર, જે તાલુકામથક તથા જૈનોનું પ્રસિદ્ધ તીર્થધામ પણ છે. આ તાલુકાની ઉત્તરે તથા ઈશાનમાં શિહોર, અગ્નિમાં તળાજા તાલુકાઓ, પશ્ચિમે ગારિયાધાર તાલુકો, અગ્નિખૂણે સાવરકુંડલા તાલુકો, અને દક્ષિણે મહુવા તાલુકો આવેલા છે. તાલુકાનું નામ તાલુકામથક પરથી પડ્યું છે. પાલિતાણાથી અર્ધો કિમી. દૂર 603…
વધુ વાંચો >પાળિયાદ
પાળિયાદ : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં ગોમા નદીના દક્ષિણ કાંઠે આવેલું ગામ. ભૌ. સ્થાન : 22o 10′ ઉ. અ. અને 71o 35′ પૂ. રે. તે બોટાદથી વાયવ્ય કોણમાં 16 કિમી.ને અંતરે અને રાણપુરથી નૈર્ઋત્ય કોણમાં 17 કિમી.ને અંતરે આવેલું છે. તે બોટાદ-જસદણ રેલમાર્ગ પરનું રેલમથક છે, પરંતુ ગામ…
વધુ વાંચો >પિંજરિયો
પિંજરિયો : વહાણ ઉપર ઊંચી જગ્યાએ બેસી સમુદ્ર, હવામાન વગેરેનું નિરીક્ષણ કરતો વહાણનો કર્મચારી. તે વહાણના કૂવાથંભ ઉપર ઊંચે પિંજરા જેવી બેઠક ઉપર બેઠો હોય છે. તેથી તે પિંજરિયો કહેવાય છે. અહીં ડોલ ઉપર બેસીને સમુદ્રમાં ફરતાં વહાણોની હિલચાલ, જમીન, આબોહવા વગેરેની તપાસ રાખે છે. દૂરથી દેખાતું વહાણ ચાંચિયાનું વહાણ…
વધુ વાંચો >પિંડારક
પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′…
વધુ વાંચો >પીટર ધ ગ્રેટ
પીટર, ધ ગ્રેટ (જ. 9 જૂન 1672, મૉસ્કો; અ. 8 ફેબ્રુઆરી 1725) : આધુનિક રશિયાનો પાયો નાખનાર શક્તિશાળી રશિયન શહેનશાહ. તેના નબળા મનના ભાઈ ઇવાન પાંચમાની સાથે તે દસ વરસની વયે રશિયાનો સંયુક્ત ગાદીપતિ થયો. તેના પાલક તરીકે બહેન સોફિયા હતી. પીટરના અનુયાયીઓએ ઇવાનને રીજંસી પદેથી 1689માં પદભ્રષ્ટ કરતાં તે…
વધુ વાંચો >