શિવપ્રસાદ રાજગોર

નગરા

નગરા : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું પ્રાચીન ગામ. સ્થાન: 22° 21´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.. તે ખંભાતથી 6.4 કિમી. દૂર આવેલું છે. એમ કહેવાય છે કે તે પ્રાચીન કાળમાં બંદર હતું અને કદાચ આ સ્થાન જ જૂનું ખંભાત હતું.…

વધુ વાંચો >

નડિયાદ

નડિયાદ : ગુજરાતના ખેડા જિલ્લાના 10 તાલુકાઓ પૈકીનો એક અને તાલુકામથક. આ તાલુકો 22° 35´થી 22° 53´ ઉ. અ. અને 72° 46´થી 73° 10´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 662.3 ચોકિમી. છે. તાલુકામાં નડિયાદ અને વસો એ બે શહેરો અને 100 ગામડાં આવેલાં છે. આ તાલુકો ખેડા…

વધુ વાંચો >

નડૂલના ચાહમાનો

નડૂલના ચાહમાનો : શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજવંશ-માંથી ઊતરી આવેલા નડૂલની શાખાના રાજાઓ. નડૂલ નાડોલ તરીકે પણ ઓળખાય છે. તે દક્ષિણ રાજસ્થાનના શિરોહી જિલ્લામાં જોધપુરથી દક્ષિણે આવેલું છે. આ રાજ્યની આસપાસ મારવાડના ભિન્નમાલ, આબુ, શિરોહી, જાલોર અને મંડોર આવેલાં છે. આ વંશનો પૂર્વજ લક્ષ્મણ શાકંભરીના વાક્પતિરાજનો પુત્ર અને સિંહરાજનો નાનો ભાઈ…

વધુ વાંચો >

નવલખી

નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે. નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી…

વધુ વાંચો >

નળ સરોવર

નળ સરોવર : અમદાવાદથી નૈર્ઋત્ય તરફ 59.55 કિમી.ના અંતરે અમદાવાદ-સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક અમદાવાદ જિલ્લામાં આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 22° 48´ ઉ.અ. અને 72° 03´ પૂ. રે.. તેનું કુલ ક્ષેત્રફળ 126.11 ચોકિમી. છે. લંબાઈ 32 કિમી. અને પહોળાઈ 6 કિમી જેટલી છે. આ સરોવર સાવ છીછરું છે. વર્ષના મોટા…

વધુ વાંચો >

નંગા પર્વત

નંગા પર્વત : પશ્ચિમ હિમાલયમાં આવેલાં ઉન્નત ગિરિશિખરો પૈકીનું એક. હિમાલયનાં ઊંચાં શિખરોમાં તેનું નવમું સ્થાન છે. તેની ઊંચાઈ 8,126 મીટર છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે.. ભૂમિતળથી ટોચ સુધીની ઊંચાઈના સંદર્ભમાં જોતાં તે સંભવત: દુનિયાભરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકીનું એક…

વધુ વાંચો >

નંદવંશ

નંદવંશ : ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં ઉત્તર ભારતના મૌર્યવંશ પૂર્વેનો રાજવંશ. પુરાણો પ્રમાણે નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. આ વંશના નવ રાજાઓ થઈ ગયા. તેઓમાં છેલ્લો રાજા ધનનંદ હતો. તેણે ઈ. સ. પૂ. 364થી ઈ. સ. પૂ. 324 સુધી રાજ્ય કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર કર્ટિયસના જણાવ્યા પ્રમાણે મહાપદ્મનંદ વાળંદ (નાપિક)…

વધુ વાંચો >

નાગપટ્ટીનમ્

નાગપટ્ટીનમ્ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પૂર્વે કિનારે આવેલ જિલ્લો, જિલ્લામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : 10° 46´  ઉ. અ. અને 79° 50´ પૂ. રે. પર આ શહેર આવેલું છે. તે બંગાળના ઉપસાગર પર કુડ્ડવાયર નદીના મુખ પર વસેલું છે. આ જિલ્લો બે વિભાગમાં વહેંચાયેલો છે. આ જિલ્લાની…

વધુ વાંચો >

નાગભટ 1લો (આઠમી સદી)

નાગભટ 1લો (આઠમી સદી) : આઠમી સદીમાં સિંધમાં આરબોનું આક્રમણ ખાળી તેમને હરાવનાર પ્રતિહારવંશી પ્રથમ રાજવી. નાગભટ પહેલાના પૂર્વજો પૂર્વ રાજસ્થાન અને માળવાના શાસકો હતા અને જોધપુરના પ્રતિહારોનું તેમણે સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. નાગભટ્ટ 730 આસપાસ ગાદીએ બેઠો હતો. તેણે જુનૈદ કે તેના અનુગામી તમીનના આક્રમણને ખાળીને પશ્ચિમ ભારતને આરબોના ત્રાસથી…

વધુ વાંચો >

નાગભટ 2જો (નવમી સદી)

નાગભટ 2જો (નવમી સદી) : નાગભટ બીજો નાગભટ પહેલાના પૌત્ર વત્સરાજનો પુત્ર હતો. નાગભટ બીજાએ પાલવંશના ધર્મપાલના આશ્રિત ચક્રાયુધને હરાવ્યો હતો અને તેણે તેની રાજધાની ઉજ્જયિનીથી કનોજ ખસેડી હતી. આથી પાલ રાજા ધર્મપાલ અને નાગભટ બીજા વચ્ચે સર્વોપરીતા માટે મોંઘીર (બિહાર) નજીક યુદ્ધ થયું હતું અને તેમાં વંગ કે બંગાળના…

વધુ વાંચો >