શિવપ્રસાદ રાજગોર

ચંદ્રનગર

ચંદ્રનગર : પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું ભૂતપૂર્વ ફ્રેન્ચ સંસ્થાન. તે કૉલકાતાથી 35 કિમી. દૂર છે અને પૂર્વ રેલવેના હુગલી–હાવરા માર્ગ ઉપર આવેલું છે. કોલકાતા સાથે તે રેલ તથા સડકમાર્ગ દ્વારા જોડાયેલું છે. 1673માં ફ્રેન્ચોએ અહીં તેમની વેપારી કોઠી નાખી વસવાટ કર્યો હતો. 1688માં ઔરંગઝેબે તેમને કાયમી વસવાટ માટે પરવાનગી…

વધુ વાંચો >

ચાડ

ચાડ : ઉત્તર આફ્રિકાના મધ્ય ભાગમાં ઉષ્ણ કટિબંધમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 15° 00’ ઉ. અ. અને 10° 00’ પૂ. રે.. તે એક વખતનું ફ્રેન્ચ સંસ્થાન હતું. તેની દક્ષિણે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક રાજ્ય, પૂર્વમાં સુદાન, ઉત્તરે લીબિયા, પશ્ચિમે નાઇજર અને નાઇજિરિયા અને નૈર્ઋત્ય ખૂણે કૅમેરૂન છે. આ ભૂમિબંદીશ દેશનું …

વધુ વાંચો >

ચાણસ્મા

ચાણસ્મા : પાટણ જિલ્લામાં આવેલ તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તાલુકાનો વિસ્તાર 457.25 ચોકિમી. છે અને વસ્તી 2025 મુજબ 1,30,743 છે. આ તાલુકામાં ચાણસ્મા શહેર (વસ્તી : 23,100) અને 59 ગામો છે. ચાણસ્મા તાલુકાનો કેટલોક ભાગ વઢિયાર (વૃદ્ધિપંથક) તરીકે અને વીરમગામ અને કટોસણ–બહેચરાજી નજીકનો ભાગ ચુંવાળ તરીકે ઓળખાય…

વધુ વાંચો >

ચાર્ટિસ્ટ આંદોલન

ચાર્ટિસ્ટ આંદોલન : ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે બેહાલ બનેલા બ્રિટિશ કામદારો દ્વારા શરૂ કરાયેલું પહેલું મોટું આંદોલન. તેનો હેતુ પાર્લમેન્ટની મુખ્યત્વે ચૂંટણીલક્ષી સુધારણાનો હતો. મે 1838માં વિલિયમ લૉવેટે આ માટે એક ખરડો પાર્લમેન્ટમાં પેશ કર્યો હતો. સમાજમાં પ્રવર્તતી અસમાનતા લોકશાહી બંધારણ દ્વારા દૂર કરી બધાંને સમાન હકો મળે તે…

વધુ વાંચો >

ચાર્લ્સ પહેલો

ચાર્લ્સ પહેલો (જ. 19 નવેમ્બર 1600, ફાઈક્શાયર, ડનફર્મલાઇન સ્કૉટલેન્ડ; અ. 30 જાન્યુઆરી 1649, લંડન) : ગ્રેટ બ્રિટનનો રાજા. રાજાના દૈવી હકમાં માનતો ગ્રેટબ્રિટન અને આયલૅન્ડનો સ્ટુઅર્ટ વંશનો રાજવી (1625–1649). તે સ્કૉટલેન્ડના જેમ્સ છઠ્ઠાનો બીજો પુત્ર હતો. મોટા ભાઈના મૃત્યુ પછી તે 1616માં ‘પ્રિન્સ ઑવ્ વેલ્સ’ એટલે કે યુવરાજ થયો. સ્પેનના…

વધુ વાંચો >

ચાંગચુન (શહેર)

ચાંગચુન (શહેર) (Changchun) : જિલિન (Jilin) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 53’ ઉ. અ. અને 125° 19’ પૂ. રે.. આ શહેર ઈશાન ચીનમાં સુંગરી અને લિઆવ નદીના નીચાણવાળા ફળદ્રુપ મેદાનના મધ્યભાગમાં આવેલું છે. આ શહેરની આબોહવા સમધાત છે. આસપાસના પ્રદેશમાં ખેતીના પાકોની અનુકૂળતા મુજબ ખેતીકામ થાય છે. આ શહેર…

વધુ વાંચો >

ચાંદોદ

ચાંદોદ : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ. તે ડભોઈથી દક્ષિણે 21 કિમી. દૂર 21° – 59’ ઉ. અ. અને 73° – 27’ પૂ. રે. ઉપર ડભોઈ–ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. તે ચાણોદ નામથી પણ ઓળખાય છે. આ…

વધુ વાંચો >

ચિતાગોંગ (ચટગાંવ)

ચિતાગોંગ (ચટગાંવ) : બાંગ્લાદેશનું પ્રમુખ બંદર, જિલ્લામથક અને બીજા નંબરનું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 08’ 13’’થી 22° 18’ 15’’ ઉ. અ. અને 90° 46’ 30’’થી 91° 50’ પૂ. રે.ની વચ્ચે આવેલું છે. ચિતાગોંગ બંદર બંગાળના ઉપસાગરના ઈશાન ભાગમાં કર્ણફૂલી નદીના મુખથી ઉત્તરે 19 કિમી. દૂર આવેલું છે. ચિતાગોંગ જિલ્લાનું…

વધુ વાંચો >

ચિલી

ચિલી દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ છેડા પર પશ્ચિમ કાંઠે આવેલો દેશ. લૅટિન અમેરિકાનો આ દેશ પેરુની દક્ષિણમાં તથા આર્જેન્ટિનાની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગરકાંઠે આવેલો છે. તે આશરે 17 ° 30´ દ.થી 56° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 67° 0´ પ.થી 75° 40´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,56,626 ચોકિમી. થયો…

વધુ વાંચો >

ચિલ્ટર્ન ટેકરીઓ

ચિલ્ટર્ન ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દરિયાકિનારે ચૉકના ખડકો ધરાવતી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 42´ ઉ. અ. અને 0° 48´ પ. રે.. આ ટેકરીઓ ઑક્સફર્ડશાયર, બકિંગહામશાયર, બેડફર્ડશાયર અને હર્ટફર્ડશાયર પરગણાંઓના દરિયાકિનારે આવેલી છે. આ ટેકરીઓ ઉપર બીચનાં વૃક્ષોનું જંગલ છે. સૌથી ઊંચી ટેકરી બકિંગહામશાયરના વેન્ડોવર નજીક છે અને તેની ઊંચાઈ 260…

વધુ વાંચો >