ચિલ્ટર્ન ટેકરીઓ

January, 2012

ચિલ્ટર્ન ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દરિયાકિનારે ચૉકના ખડકો ધરાવતી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 42´ ઉ. અ. અને 0° 48´ પ. રે.. આ ટેકરીઓ ઑક્સફર્ડશાયર, બકિંગહામશાયર, બેડફર્ડશાયર અને હર્ટફર્ડશાયર પરગણાંઓના દરિયાકિનારે આવેલી છે. આ ટેકરીઓ ઉપર બીચનાં વૃક્ષોનું જંગલ છે. સૌથી ઊંચી ટેકરી બકિંગહામશાયરના વેન્ડોવર નજીક છે અને તેની ઊંચાઈ 260 મી. છે. ગોરિંગ પાસે ટેમ્સ નદીની ઈશાને આવેલી આ ટેકરીઓની હારમાળા 65 કિમી. લાંબી છે. આ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ધરાવતાં ઍશરીજ હૅમ્પડન, ચેકર્સ વગેરે સ્થળો જોવાલાયક છે.

શિવપ્રસાદ રાજગોર