શિવપ્રસાદ મ. જાની

નેપિયર, જૉન

નેપિયર, જૉન [જ. 1 ફેબ્રુઆરી 1550, મર્કિસ્ટન કેસલ (એડિનબરો પાસે), યુ.કે.; અ. 4 એપ્રિલ 1617, મર્કિસ્ટન કેસલ, યુ.કે.] : સ્કૉટિશ ગણિતશાસ્ત્રી અને બ્રહ્મવિદ્યા (theology) અંગેના લેખક. ગણિતમાં સરળતાથી ગણતરી કરવા માટેના લઘુગણક અંગેના ખ્યાલના શોધક. તેઓ સેંટ ઍન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં જોડાયા હતા, પરંતુ ત્યાં ટૂંકા રોકાણ બાદ સ્નાતકની ઉપાધિ મેળવ્યા સિવાય…

વધુ વાંચો >

નેમાન, જેર્ઝી

નેમાન, જેર્ઝી (જ. 16 એપ્રિલ 1894, બેન્દરી, રશિયા; અ. 5 ઑગસ્ટ 1981, કૅલિફૉર્નિયા) : પ્રસિદ્ધ રશિયન આંકડાશાસ્ત્રી. 1923માં વૉર્સો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ગાણિતિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં તેમનું ગણનાપાત્ર પ્રદાન છે. આંકડાશાસ્ત્રીય આગણનનો સિદ્ધાંત (theory of estimation) અને પરિકલ્પનાની ચકાસણીના સિદ્ધાંત (hypothesis of testing) પર તેમણે સંશોધનકાર્ય કરેલું છે.…

વધુ વાંચો >

નોટર, એમી

નોટર, એમી (જ. 23 માર્ચ 1882; અ. 14 એપ્રિલ 1935) : જર્મન મહિલા ગણિતશાસ્ત્રી. ઉચ્ચતર બીજગણિતમાં નવા નવા આવિષ્કારો માટે આધુનિક અરૂપ બીજગણિત(abstract algebra)ના નિષ્ણાતોમાં નામના મેળવનાર. એલાઁગેન વિશ્વવિદ્યાલયમાં બૈજિક નિશ્ચર (algebraic invariants) ઉપર શોધનિબંધ પ્રસિદ્ધ કરી 1907માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1913થી અવારનવાર તેમના પિતાશ્રી મૅક્સનોધરના સ્થાને એલાઁગેનમાં વ્યાખ્યાનો…

વધુ વાંચો >

પૂર્વધારણા (postulate)

પૂર્વધારણા (postulate) : નિ:શંકપણે સ્વીકારી શકાય તેવી સરળ, સ્પષ્ટ હકીકત. સરળ ભૂમિતિનું કોઈ પુસ્તક જોઈએ તો તેમાંની ધારણાઓ (assumptions) બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળશે : (i) અભિગૃહીત કે ગૃહીત (axiom) અને (ii) પૂર્વધારણા (postulate). કેટલીક વાર ગૃહીત અને પૂર્વધારણાને એકબીજાના પર્યાય તરીકે વાપરવામાં આવે છે; પરંતુ બંને વચ્ચે સ્પષ્ટ તફાવત…

વધુ વાંચો >

પ્રિન્સિપિયા મૅથેમૅટિકા

પ્રિન્સિપિયા મૅથેમૅટિકા : સર આઇઝેક ન્યૂટનનો વિખ્યાત ગ્રંથ. આ ગ્રંથ 1687માં પ્રથમ પ્રકાશિત થયો. 1709માં રોજ કૉટ્સના સહકારથી તૈયાર કરેલી બીજી આવૃત્તિ 1713માં પ્રસિદ્ધ થઈ. હેન્રી પેમ્બર્ટનના સહયોગથી ત્રીજી આવૃત્તિ 1726માં પ્રકાશિત થઈ. આ પછી આ ગ્રંથની અનેક આવૃત્તિઓ અને તે પરના અનેક વિવેચનગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે. આ ગ્રંથ ‘મૅથેમૅટિકલ…

વધુ વાંચો >

પ્વાસોં સીમોં દેની

પ્વાસોં સીમોં દેની (જ. 21 જૂન 1781, બેથિવિયર્સ, ફ્રાન્સ; અ. 25 એપ્રિલ 1840) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેઓ નિયત સંકલ (definite integral) વિદ્યુત-ચુંબકત્વના સિદ્ધાંતો અને સંભાવના  (probability) પરના તેમના સંશોધનકાર્ય માટે જાણીતા છે. તેમનાં કુટુંબીજનોએ તેમને આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરવાની ફરજ પાડી; પરંતુ ગણિતશાસ્ત્રમાં અભિરુચિને કારણે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ છોડી દઈ,…

વધુ વાંચો >

ફર્મા, પિયર દ

ફર્મા, પિયર દ’ (જ. 17 ઑગસ્ટ 1601, વિમોન્ટ-દ-લોમેન, ફ્રાન્સ; અ. 12 જાન્યુઆરી 1665, કાસ્ટ્રેસ) : સત્તરમી સદીના ફ્રેંચ ગણિતશાસ્ત્રી, કાયદાવિશારદ અને સરકારી અધિકારી. ફ્રાન્સના ટુલોઝમાં કાયદાની પ્રૅક્ટિસ કરતાં કરતાં શોખના વિષય તરીકે ગણિતના સંશોધન તરફ વળ્યા. વિકલન, સંખ્યાસિદ્ધાંતો અને સંભાવનાના સિદ્ધાંતોના વિકાસમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. 1636માં ફર્માએ વૈશ્લેષિક…

વધુ વાંચો >

ફિબોનાકી લિયૉનાર્દ

ફિબોનાકી લિયૉનાર્દ (જ. 1170 આસપાસ, પીસા, ઇટાલી; અ. 1240 પછી) : મધ્યકાલીન ઇટાલિયન ગણિતશાસ્ત્રી. તેમણે ‘લાઇબર અબાકી’ (બુક ઑવ્ ધી અબેક્સ) આશરે 1202માં લખ્યું જે ભારતીય ગણિત અને અરેબિક ગણિત પરનું પ્રથમ યુરોપીય લખાણ છે. ગણિત પરના તેમના લેખન સિવાય એમના જીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે. તેમના પિતા…

વધુ વાંચો >

ફિશર, સર રોનાલ્ડ

ફિશર, સર રોનાલ્ડ (જ. 17 ફેબ્રુઆરી 1890, લંડન; અ. 29 જુલાઈ 1962, એડેલેઇડ, ઑસ્ટ્રેલિયા) : બ્રિટિશ જનીનવિદ્યાવિદ અને ચિરપ્રતિષ્ઠિત (classical) આંકડાશાસ્ત્રીય પૃથક્કરણના સહસંશોધક. ફિશરે આંકડાશાસ્ત્રનું સંમાર્જન અને વિકાસ કર્યાં. પ્રયોગ–અભિકલ્પ (design), પ્રસરણ(variance)નું પૃથક્કરણ, લઘુપ્રતિદર્શ(sample)ની યથાતથ સાર્થકતા–કસોટીઓ અને મહત્તમ સંભાવિત (likely-hood) ઉકેલો વગેરે આંકડાશાસ્ત્રમાં તેમનાં પ્રમુખ યોગદાનો છે. તેમણે વિશેષત: જૈવિક…

વધુ વાંચો >

ફોરિયે, ઝ્યાં બૅપ્ટિસ્ટે

ફોરિયે, ઝ્યાં બૅપ્ટિસ્ટે (જ. 21 માર્ચ 1768; અ. 16 મે 1830, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી. ઇજિપ્ત વિશે સારા જાણકાર અને કુશળ વહીવટદાર. તેમણે ઘન પદાર્થોમાં થતા ઉષ્ણતાવહનનું અનંત ગાણિતિક શ્રેઢીઓના સ્વરૂપમાં વિશ્લેષણ કર્યું, જે ફોરિયે શ્રેઢીઓ (Fourier series) તરીકે ઓળખાય છે. તેમના કાર્યે ગાણિતિક ભૌતિકશાસ્ત્ર અને ઉષ્માના વૈશ્લેષિક સિદ્ધાંતોના સંશોધનને…

વધુ વાંચો >