શિલીન નં. શુક્લ
મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich)
મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich) (જ. 15 મે 1845, ખર્કૉવ પાસે, યુક્રેન અ. 16 જુલાઈ 1916, પૅરિસ) : રશિયન ફ્રેંચ જીવવિદ. પૉલ એહર્લિકની સાથે પ્રતિરક્ષાવિદ્યા(immunology)માં સંશોધન કરવા માટે તેમને સન 1908નો મેડિસિન અને ફિઝિયોલૉજીના વિષયનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેઓ રશિયા અને જર્મનીમાં ભણ્યા હતા. તેમણે મેસિના(ઇટાલી)નો સંશોધન-પ્રવાસ કર્યો…
વધુ વાંચો >મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ
મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ (જ. 6 સપ્ટેમ્બર 1876, પર્થશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 માર્ચ 1935, ઍબર્ડીન) : સન 1923ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના સર ફ્રેડ્રિક ગ્રાન્ટ બેન્ટિંગ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને ઇન્સ્યુલિનની શોધ માટે આ સન્માન એનાયત થયું હતું. કૅનેડિયન રાષ્ટ્રીયતા ધરાવતા આ વિદ્વાન ઍબર્ડીન ખાતે તબીબી વિદ્યા ભણી 1898માં સ્નાતકની…
વધુ વાંચો >મેટ્રોનિડેઝોલ
મેટ્રોનિડેઝોલ : અમીબા તથા અન્ય પ્રજીવો તેમજ અજારક જીવાણુઓ(anaerobic bacteria)થી લાગતા ચેપની સારવાર અને પૂર્વનિવારણ(prevention)માં વપરાતું ઔષધ. સન 1955માં નકામુરા(Nakamura)એ સૌપ્રથમ 2-નાઇટ્રેઇમિડેઝોલ(એઝોમાયસિન)ની ટ્રાઇકૉમોનાસ નામના પ્રજીવ(protozoa)ને મારી શકવાની ક્ષમતા દર્શાવી. તેને કારણે નાઇટ્રોઇમિડેઝોલ જૂથનાં વિવિધ સંયોજનોનું સંશ્લેષણ (synthesis) શરૂ થયું. તેમાંનું એક રસાયણ, 1(β–હાઇડ્રૉક્સિઇથાઇલ)–2–મિથાઇલ–5–નાઇટ્રોઇમિડેઝોલને હાલ મેટ્રોનિડેઝોલ કહે છે. તે ઍન્ટામિબા હિસ્ટૉલિટિકા…
વધુ વાંચો >મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન)
મેદસ્વિતા (obesity) (આયુર્વિજ્ઞાન) : વધુ પડતી મેદપેશી તથા આદર્શ વજન કરતાં 20 % વધુ વજનને કારણે ચયાપચયી, શરીર-રચનાલક્ષી અને આયુર્મયાદાલક્ષી વિષમતા ઉત્પન્ન કરે તેવો વિકાર. તેને જાડાપણું અથવા સ્થૂળતા પણ કહે છે. પેટ અને પડખાં(flank)માં મેદનો ભરાવો જાંઘ અને બેઠક વિસ્તારના મેદના ભરાવા કરતાં વધુ નુકસાનકારક હોય છે. આ વિકારની…
વધુ વાંચો >મેનિન્જાઇટિસ (તાનિકાશોથ)
મેનિન્જાઇટિસ (તાનિકાશોથ) : મગજ અને કરોડરજ્જુનાં આવરણોમાં ચેપ. મગજ અને કરોડરજ્જુનાં આવરણોને તાનિકાઓ (meningies) કહે છે અને તેથી તેમાં ચેપને કારણે પીડાકારક સોજાવાળા વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં ફેલાતા કે લાગતા ચેપમાં મગજ, કરોડરજ્જુ તથા તેનાં આવરણો(તાનિકાઓ)ના ચેપનો સમાવેશ થાય છે. મગજના ચેપજન્ય વિકારને મસ્તિષ્કશોથ (encephalitis) તથા કરોડરજ્જુના…
વધુ વાંચો >મેયેર, ઍડૉલ્ફ
મેયેર, ઍડૉલ્ફ (Meyer, Adolf) (જ. 13 સપ્ટેમ્બર 1866, નિડેરવેનિન્જન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 17 માર્ચ 1950, બાલ્ટિમોર, યુ.એસ.) : ચેતાલક્ષી શરીરરચનાવિદ્યા તથા દેહધાર્મિકવિદ્યાના નિષ્ણાત તથા મનશ્ચિકિત્સાવિદ્યાના પ્રાધ્યાપક. અમેરિકા, બ્રિટન અને અન્ય અંગ્રેજીભાષી દેશોમાં મનશ્ચિકિત્સાવિદ્યાના સિદ્ધાંતમત (theory) અને ઉપયોગ પર તેમની સન 1900થી 1940 સુધી ઘણી ગાઢી અસર રહી હતી. સન 1892માં તેઓ…
વધુ વાંચો >મેયો કુટુંબ
મેયો કુટુંબ : અમેરિકાના રોચેસ્ટર(Rochester)માં આવેલા મેયો ક્લિનિક તથા મેયો ફાઉન્ડેશન ફૉર મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચના સ્થાપક, જૂથચિકિત્સાના પ્રણેતા અને આગળ પડતા સર્જ્યન–તબીબોનું ત્રણ પેઢીનું કુટુંબ. સન 1945માં મૂળ ઇંગ્લૅન્ડના વિલિયમ વૉરેલ મેયો અમેરિકાના મિનેસોટા રાજ્યના રોચેસ્ટરમાં આવીને વસ્યા. તેમના કુટુંબમાં સતત 3 પેઢીઓ સુધી આગળ પડતા સર્જ્યનો પાક્યા, જેમણે…
વધુ વાંચો >મેરુરજ્જુ–આઘાત
મેરુરજ્જુ–આઘાત (Spinal Shock) : કરોડરજ્જુની આખી પહોળાઈને અસર કરતા ઉગ્ર (acute) અને તીવ્ર (severe) રોગમાં કરોડરજ્જુની ક્રિયાશીલતા એકદમ બંધ થાય તે. તેને કારણે આવા સમયે પગના સ્નાયુઓમાં સતત સજ્જતા (spacity) અથવા અક્કડતાને બદલે અતિશય ઢીલાશ (મૃદુશિથિલતા, flaccidity) થઈ આવે છે. આવી સ્થિતિ થોડા દિવસ માટે અને ક્યારેક થોડાં અઠવાડિયાં માટે…
વધુ વાંચો >મેરુરજ્જુચિત્રણ
મેરુરજ્જુચિત્રણ (myelography) : કરોડરજ્જુની આસપાસના પોલાણમાં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને કરોડરજ્જુ(મેરુરજ્જુ)નું ચિત્ર મેળવવું તે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો આવેલાં છે. તેમને તાનિકાઓ (meninges) કહે છે. સૌથી બહારની ર્દઢતાનિકા (dura mater), વચલી જાલતાનિકા (arachnoid mater) અને અંદરની અથવા કરોડરજ્જુની સપાટી પર પથરાયેલી મૃદુતાનિકા (pia mater). જાલતાનિકા (arachnoid mater) અને તેની અને કરોડરજ્જુ…
વધુ વાંચો >મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ
મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ (transverse myelitis) : કરોડરજ્જુમાં એકદમ થઈ આવતો (ઉગ્ર) કે ધીમેથી વિકસતો (ઉપોગ્ર) સોજાનો વિકાર. તેમાં શરૂઆતમાં ડોકમાં કે પીઠમાં દુખાવો થાય છે અને તે પછી પગમાં પરાસંવેદનાઓ (paresthesias), સંવેદનાક્ષતિ (sensory loss), સ્નાયુઓમાં નબળાઈ અને લકવો તથા મૂત્ર-મળના નિયંત્રણમાં ક્ષતિ ઉદભવે છે. સામાન્ય રીતે તે થોડા કલાકોમાં ઉદભવે તો…
વધુ વાંચો >