વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા

વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા : ભારતીય રસ-ઔષધીય શાખાના વિદ્વાન લેખક. બિહાર રાજ્યના ‘આરા’ ગામના નિવાસી પંડિત હરિપ્રપન્નજી શર્માજીએ સને 1927થી 1930ના સમયગાળા દરમિયાન આયુર્વેદમાં ‘રસશાસ્ત્ર’ (ઔષધ-પ્રકાર-ભેદ) વિષયના ‘રસયોગ સાગર’ નામના એક ઉત્તમ ગ્રંથની બે ભાગમાં રચના કરી છે. આ ગ્રંથનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કરેલું. રસશાસ્ત્રના ઔષધિયોગોનો આ ગ્રંથમાં દરિયા…

વધુ વાંચો >

વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા

વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા (જ. 1883, ગઢડા, સૌરાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 1956) : પ્રખ્યાત વૈદ્ય. સૌરાષ્ટ્રનાં નાનકડા ‘સ્વામીના ગઢડા’ ગામના પેઢી દર પેઢી જેમને ત્યાં વૈદું ઊતરી આવતું, તેવા વિપ્ર પરિવારના વૈદ્ય નાનભટ્ટ ગઢડાવાળાને ત્યાં પ્રભાશંકરનો જન્મ થયેલો. સમર્થ વૈદ્ય નાનભટ્ટના લાડલા પુત્ર પ્રભાશંકર 18 વર્ષની વય સુધી સાવ અભણ હતા.…

વધુ વાંચો >

વૈદ્ય બાપાલાલ ગ. શાહ

વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં…

વધુ વાંચો >

વ્યાસ, મોહનલાલ

વ્યાસ, મોહનલાલ (જ. 2 મે 1907, ધોળીધાર, ગુજરાત; અ. 24 સપ્ટેમ્બર, 1976) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન અને આયુર્વેદના પ્રબળ સમર્થક. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. કાર્યક્ષેત્ર : અમદાવાદ-ગાંધીનગર. શરૂઆતમાં સહકારી પ્રવૃત્તિ, દારૂબંધી અને પછી મજૂરમહાજનની પ્રવૃત્તિ બાદ ગુજરાત રાજ્યના મજૂરપ્રધાન અને છેવટે આરોગ્યપ્રધાન બન્યા. સને 1963થી 1967નાં પાંચ વર્ષો દરમિયાન તેઓએ…

વધુ વાંચો >

વ્રણ (ulcer) (આયુર્વેદ)

વ્રણ (ulcer) (આયુર્વેદ) : જખમ-ગૂમડાંનો રોગ. આયુર્વેદમાં વ્રણ તથા વ્રણશોથ બંનેની ત્વચારોગની અંતર્ગત ગણના કરેલ છે. દેહની ત્વચા અને શ્લેષ્મકલા (membrane) કોઈ પણ કારણથી ફાટી જવાને કારણે જે જખમ, ઘા કે ગૂમડું થાય છે તેને ‘વ્રણ’ (ulcer) કહે છે. તેમાં ત્વચા નીચે ઢંકાયેલી ધાતુઓ ખુલ્લી થાય છે. પ્રકારો : રોગપ્રાકટ્યની…

વધુ વાંચો >

શતાવરી ઘૃત (રસાયન-ઔષધિ)

શતાવરી ઘૃત (રસાયન–ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણવિધિ : શતાવરીનો રસ 2560 મિલિ., દૂધ 2560 મિલિ, ગાયનું ઘી 1300 ગ્રામ તથા જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીરકાકોલી, દ્રાક્ષ (લીલવા-સૂકી), જેઠીમધ, જંગલી મગ, જંગલી અડદ, વિદારી કંદ અને રતાંજળી  આ 12 ઔષધિઓ 30-30 ગ્રામ લઈ, તેનો કલ્ક કરવામાં આવે છે.…

વધુ વાંચો >

શરપુંખો

શરપુંખો : ઔષધિજ વનસ્પતિ. પરિચય : ગુજરાતમાં અમદાવાદ, વાપી-વલસાડ, દમણગંગા તથા અન્ય અનેક સ્થળોએ, શરપુંખો કે શરપંખો જેને સંસ્કૃતમાં शरपुंख હિન્દીમાં शरफोंका અને ગુજરાતી લોકભાષામાં ઘોડાકુન અથવા ઘોડાકાનો કહે છે, તે ખૂબ થાય છે. આ વનસ્પતિ આયુર્વેદમાં યકૃત(લીવર)નાં દર્દોમાં એક રામબાણ ઔષધિ રૂપે વખણાય છે. આ વનસ્પતિ વર્ષાયુ, 0.4572 મી.થી…

વધુ વાંચો >

શલ્ય અને શાલાક્યતંત્ર

શલ્ય અને શાલાક્યતંત્ર : આયુર્વેદનાં આઠ અંગોમાંનાં બે. સૃષ્ટિસર્જક બ્રહ્માએ ઉદબોધેલ આયુર્વેદવિજ્ઞાન, સ્વર્ગાધિપતિ ઇન્દ્રના સમય પછી મનુષ્યોની આયુષ્ય તથા મેધા-ગ્રહણશક્તિ ઘટવાથી 8 વિભાગોમાં વહેંચી નંખાયું હતું. જેથી વિદ્યાર્થીને જે વિષયમાં વધુ રુચિ હોય તેનો તે અભ્યાસ કરી, તેનો નિષ્ણાત બની શકે. કાશીપતિ દિવોદાસ કે જેઓ આજે વૈદ્યોમાં ભગવાન ધન્વન્તરિ રૂપે…

વધુ વાંચો >

શંખપુષ્પી (શંખાવલી)

શંખપુષ્પી (શંખાવલી) : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides Linn. (સં. શંખપુષ્પી, વિષ્ણુકાંતા; મ. શંખાહુલી; હિં. કૌડીઆલી, શંખાહુલી; બં. ડાનકુની; ક. કડવલમર) છે. તે એક બહુવર્ષાયુ, રોમિલ, જમીન પર પથરાતી શાખાઓવાળી કે ઉપોન્નત (suberect) શાકીય વનસ્પતિ છે. તેની શાખાઓ કાષ્ઠમય નાના મૂલવૃન્ત (rootstock) પરથી…

વધુ વાંચો >

શંખવટી

શંખવટી : પેટનાં દર્દો અને ખાસ કરી પાચનનાં દર્દો માટેની ખૂબ પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : આમલીનો ક્ષાર  40 ગ્રામ, પંચલવણ [સિંધવ, સંચળ, બીડલૂણ, વરાગડું (સાંભર) મીઠું અને સમુદ્રી (ઘેસથું) મીઠું] 40 ગ્રામ લઈ એક ખરલમાં મિશ્ર કરી, તેમાં 200 ગ્રામ લીંબુનો રસ નાંખી, ઘૂંટવામાં આવે છે. પછી તેમાં 40…

વધુ વાંચો >