વિજ્ઞાન (સામાન્ય)

મૂળે, ગુણાકર

મૂળે, ગુણાકર (જ. 3 જાન્યુઆરી 1935, સિંદી-બુજરુક, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 2009) : હિંદી ભાષામાં સ્વતંત્ર લેખન કરતા ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાન-લેખક. માતૃભાષા મરાઠી અને લેખનની ભાષા મુખ્યત્વે હિંદી, મરાઠી અને અંગ્રેજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામની શાળામાં. હિંદી અને સંસ્કૃતનું આરંભિક શિક્ષણ ગામની જ એક પાઠશાળામાં. પુણેની ટિળક…

વધુ વાંચો >

મૃગજળ (mirage)

મૃગજળ (mirage) : વાતાવરણમાં લંબ દિશામાં મળતા હવાની ઘનતાના અસામાન્ય વિતરણ(abnormal vertical distribution)-ના કારણે પ્રકાશનાં કિરણોનું વંકન (bending) થવાથી દૂરની વસ્તુ(object)નાં મળતાં જુદા જુદા પ્રકારનાં અસામાન્ય પ્રતિબિંબો (images). જો જમીનની સપાટી નજીકની હવા તેના ઉપરના સ્તરની હવા કરતાં વધારે ગરમ હોય અને તેના પરિણામે સપાટી નજીકની હવાની ઘનતા ઉપરના સ્તરની…

વધુ વાંચો >

મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન)

મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન) : કોઈ એક વસ્તીમાં કોઈ એક નિશ્ચિત સમયગાળામાં વ્યક્તિઓના મૃત્યુનું પ્રમાણ દર્શાવતો આંક. જેમ વધુ જન્મપ્રમાણથી વસ્તીની સંખ્યા અને કદમાં વૃદ્ધિ થાય છે, તે જ રીતે મૃત્યુનું પ્રમાણ વધવાથી તેમાં ઘટાડો થાય છે. કેટલાક સજીવો શૈશવકાળમાં તો કેટલાક યુવાવસ્થામાં કે અન્ય કેટલાક વૃદ્ધાવસ્થા દરમિયાન મૃત્યુ પામે…

વધુ વાંચો >

રોનાન, કોલિન એ. (Colin A. Ronan)

રોનાન, કોલિન એ. (Colin A. Ronan) (જ. 1920; અ. 1995) : અંગ્રેજીમાં ખગોળ ઉપરના અને વિજ્ઞાનના ઇતિહાસને લગતા સંખ્યાબંધ ગ્રંથોના અંગ્રેજ લેખક. કારકિર્દીના આરંભે કોલિન લશ્કર સાથે સંકળાયેલા હતા અને વિજ્ઞાનના સલાહકાર તરીકે ક્રમશ: સોપાન સર કરતા જઈને મેજરના દરજ્જે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રકાશીય (optical) ટૅકનૉલૉજીમાં નોંધપાત્ર કામ કર્યું…

વધુ વાંચો >

લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ

લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ (Larsen and Toubro Limited) : સામાન્ય રીતે ‘એલ ઍન્ડ ટી’ તરીકે ઓળખાતી લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ભારતની બહુરાષ્ટ્રીય કંપની છે. મુંબઈમાં મુખ્યાલય ધરાવતી આ કંપની એન્જિનિયરિંગ, બાંધકામ, ઉત્પાદન, ટૅકનૉલૉજી, ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં કાર્યરત છે. તેની સ્થાપના ભારતના બે ડેનિશ શરણાર્થી…

વધુ વાંચો >

લોએબ, જૅક્સ

લોએબ, જૅક્સ (જ. 7 એપ્રિલ 1859, માયેન, કોબ્લેન્ઝ પાસે, જર્મની; અ. 11 ફેબ્રુઆરી, હેમિલ્ટન, બર્મુડા) : જર્મનીમાં જન્મેલા અમેરિકન જીવવિજ્ઞાની. તે મુખ્યત્વે કૃત્રિમ અસંયોગીજનન (parthenogensis) પરના તેમના સંશોધનકાર્ય માટે અગ્રણી (pioneer) વૈજ્ઞાનિક ગણાય છે. તેમણે બર્લિન, મ્યૂનિક અને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1884માં સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીની એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >

વસવાટ (habitat)

વસવાટ (habitat) સજીવો જ્યાં વસે છે તે સ્થાન. પ્રકૃતિ સાથે વસવાટનો અભિગમ અત્યંત મહત્વનો છે, કારણ કે તે સજીવો અને તેના પર કાર્ય કરી રહેલાં અજૈવ પરિબળોના અભ્યાસનો હેતુ ધરાવે છે. સજીવો કુદરતમાં વિવિધ પ્રકારના વસવાટમાં જોવા મળે છે. જૈવપરિમંડળમાં મુખ્ય ચાર પ્રકારના વસવાટ જોવા મળે છે : મીઠું પાણી,…

વધુ વાંચો >

વંશાવળી-નકશા (pedigree maps)

વંશાવળી-નકશા (pedigree maps) : મનુષ્યની આનુવંશિકતાના અભ્યાસની એક પદ્ધતિ. કુટુંબની આનુવંશિક માહિતીઓનું વિશ્ર્લેષણ નિયંત્રિત પ્રજનન-પ્રયોગો (controlled breeding) માટેની એકમાત્ર અવેજી છે. તે નિશ્ચિત લક્ષણ આનુવંશિક બન્યું કે કેમ, તે જાણવામાં અને કોઈ એક લક્ષણના સંતતિઓમાં થતા સંચારણના પથને આલેખવામાં મદદરૂપ થાય છે. હવે વંશાવળી-નોંધોની યોગ્ય જાળવણી કરવામાં આવે છે. મનુષ્યનાં…

વધુ વાંચો >

વાઇઝમન, ઑગસ્ટ

વાઇઝમન, ઑગસ્ટ (જ. 1834, ફ્રૅન્કફર્ટ, જર્મની; અ. 1914, ફ્રીબર્ગ) : જનીનવિજ્ઞાનના સ્થાપકોમાંના એક તરીકે જાણીતા પ્રખ્યાત જર્મન જીવવિજ્ઞાની. જનનરસ(germ plasm)ના પ્રણેતા, ડાર્વિનવાદના સમર્થક. જ્યારે લૅમાર્કનાં ઉપાર્જિત લક્ષણોના વારસા(inheritance of acquired characters)ના જોરદાર વિરોધક. જનનરસના સિદ્ધાંતને હાલના DNAના સિદ્ધાંતના અગ્રયાયી (fore-runner) તરીકે વર્ણવી શકાય. જનનરસના સિદ્ધાંત મુજબ જીવરસ (protoplasm) બે પ્રકારના…

વધુ વાંચો >

વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development)

વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development) : વિજ્ઞાન એટલે કોઈ પણ પ્રક્રિયાને (કે પ્રશ્ર્નને) ચોતરફથી તેની સમગ્રતયામાં સમજવી/જાણવી. કુદરતી ક્રિયાઓનું કારણ (રહસ્ય) સમજવું, પણ કશું અધ્ધરતાલ માની લેવું નહિ તે વિજ્ઞાનનું હાર્દ છે. વિજ્ઞાન દ્વારા પ્રક્રિયાઓ સમજી જે સિદ્ધાંતો ઊભા થાય તેમના જ્ઞાનનો નવી ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ…

વધુ વાંચો >