વિજ્ઞાન (સામાન્ય)

સર્વે ઑવ્ ઇન્ડિયા (દહેરાદૂન) (1767)

સર્વે ઑવ્ ઇન્ડિયા (દહેરાદૂન) (1767) : ભારતીય સર્વેક્ષણ સંસ્થા. કેન્દ્રસરકારના વિજ્ઞાન અને તાંત્રિક-વિદ્યા મંત્રાલય હેઠળ ઈ. સ. 1767માં સ્થપાયેલ સૌથી જૂની, વૈજ્ઞાનિક ખાતાંઓ પૈકીની, રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થા. સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાથમિક, બિનસંકલિત, અવિકસિત વન, રણ અને કાદવ-કીચડવાળી ભૂમિના નકશાઓ સંરક્ષણ, વિકાસ અને વહીવટી કામગીરીઓ માટે ઉપજાવવાના હોય છે. આ…

વધુ વાંચો >

સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development)

સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development) : ભૌતિક પ્રક્રિયાઓનાં રહસ્યો અને કુતૂહલો જાણવા અને પ્રસ્થાપિત નિયમોને પડકારવા કે પુનર્મૂલ્યાંકન કરવા, જિજ્ઞાસા સાથે કરાતું વ્યવસ્થિત અને તાર્કિક કાર્ય, તેમજ તે દ્વારા મેળવાતો ભૌતિક અને આર્થિક વિકાસનો લાભ. 20મી સદીના શરૂઆતના કાળમાં ‘સંશોધન’ અને ‘સંવૃદ્ધિ’ શબ્દો જે જવલ્લે જ સાંભળવામાં આવતા તે…

વધુ વાંચો >

સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research – CSIR)

સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research – CSIR) : ભારત સરકારની વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સંશોધનો કરનારી સંસ્થાઓ અને પ્રયોગશાળાઓનું સંકલન અને નિયંત્રણ કરનાર કારોબારી સલાહકાર મંડળ. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન સંસ્થાન એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના સન 1942માં ધારાસભા(legislative assembly)ના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. આ…

વધુ વાંચો >

સુએઝ

સુએઝ : જલવાહિત (waterborne) કચરો. સુએઝમાં ઘરેલુ વપરાશથી ઉદભવતો પ્રવાહીમય કચરો (જેમાં સાબુઓ, ડિટરજંટ, કાગળ, ચીંથરાં વગેરે હોય છે.), પ્રાણીઓ અને મનુષ્યનાં મળ-મૂત્ર અને ખોરાક સંસાધિત કરતાં કારખાનાંમાંથી આવતો કચરો, જે પાણીના સૌથી મોટા પ્રદૂષકસમૂહ પૈકીનો એક છે. જલપ્રદૂષણ ગામડાં, શહેરો અને નગરપાલિકાઓના કચરાનું તળાવ, સરોવરો, ઝરણાં કે નદીઓમાં થતું…

વધુ વાંચો >

સુપ્રજનનશાસ્ત્ર

સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા…

વધુ વાંચો >

સુરંગ (Dynamite Booby-trap Land-mine)

સુરંગ (Dynamite, Booby-trap, Land-mine) : ખાસ ટોટો દ્વારા નિર્ધારિત સમયે સંહારક વિસ્ફોટ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સાધન. તેની શોધ આલ્ફ્રેડ બી. નોબેલે (1833-96) કરી હતી, જેમાંથી તેણે અઢળક ધનની કમાણી કરી હતી અને તે ધનરાશિમાંથી તેના નામે વિશ્વસ્તર પર નોબેલ પારિતોષિકો દાખલ કરવામાં આવ્યાં. સુરંગ મહદ્અંશે યુદ્ધોમાં, ખાણોમાં, પહાડોમાં…

વધુ વાંચો >