વિજ્ઞાન (સામાન્ય)

જાસૂસી

જાસૂસી : જુઓ ગુપ્તચર તંત્ર

વધુ વાંચો >

જીવશાસ્ત્રો

જીવશાસ્ત્રો : તમામ પ્રકારના સજીવોનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. પ્રત્યેક સજીવ પર્યાવરણના સંપર્કમાં રહીને જીવનાવશ્યક પદાર્થોને મેળવે છે અને પોતાનો વિકાસ સાધે છે. સજીવોનો વિગતવાર અભ્યાસ કરવો હોય તો તેમના નિવાસો ઉપરાંત શરીરની વિશિષ્ટ રચના, શરીરમાં થતી વિવિધ જૈવી ક્રિયાઓ અને સંતતિ જેવાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવો પડે છે. તેના અનુસંધાનમાં…

વધુ વાંચો >

જોશી, કલ્યાણરાય

જોશી, કલ્યાણરાય (જ. 12 જુલાઈ 1885;  અ. 19 જુલાઈ 1976) : વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક શિક્ષણ બેટ દ્વારકામાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દ્વારકા અને મુંબઈમાં. 1904માં મૅટ્રિકની પરીક્ષામાં વિજ્ઞાનમાં ઉલ્લેખનીય ગુણ સાથે ઉત્તીર્ણ થયા અને ઉત્તમરામ સ્મારક શિષ્યવૃત્તિ મેળવી. એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

નિભાડો

નિભાડો : પ્રાચીન કાળથી માટીનાં વાસણો તેમજ ઈંટોને પકવવા માટે વપરાતી એક પ્રકારની ભઠ્ઠી. કુંભાર લોકો સદીઓથી માટલાં, કોઠી, નળિયાં જેવાં માટીનાં પાત્રોને પકવવા માટે નિભાડાનો ઉપયોગ કરતા આવ્યા છે અને હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં તેનો વપરાશ ચાલુ છે. નિભાડાની ખાસિયત એ છે કે તેમાં બહુ ઊંચું તાપમાન મળતું નથી,…

વધુ વાંચો >

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડૅવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી : વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસની સામાજિક પ્રક્રિયા, વિકાસની વિવિધ પદ્ધતિઓના આયોજન અને સંશોધનની માહિતીનું એકત્રીકરણ કરી તેનું પ્રસારણ કરતી રાષ્ટ્રીય સંસ્થા. ઇતિહાસ : વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને વિકાસ અંગેની નીતિ ઘડી કાઢવા 1974ના વર્ષમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના ઉપક્રમે…

વધુ વાંચો >

પ્રતીપ-સંકરણ (back cross અથવા test cross)

પ્રતીપ-સંકરણ (back cross અથવા test cross) : પ્રથમ સંતાનીય (filial = F1) પેઢીનું બે પિતૃઓ પૈકીમાંના એક પિતૃ સાથેનું સંકરણ. F1 સંતતિનું પ્રભાવી (dominant) પિતૃ સાથે સંકરણ કરવામાં આવે ત્યારે બધી જ F2 સંતતિ પ્રભાવી લક્ષણનો વિકાસ કરે છે; પરંતુ F1 સંતતિનું પ્રચ્છન્ન (recessive) પિતૃ સાથે સંકરણ કરાવતાં F2 પેઢીમાં…

વધુ વાંચો >

પ્રબળતા (loudness)

પ્રબળતા (loudness) : કોઈ પણ અવાજની માત્રા કે તેના પ્રમાણનો માનવીના કાન દ્વારા મળતો અંદાજ. પ્રબળતા એ અવાજનું શારીરિક સંવેદન છે, જે આત્મલક્ષી (subjective) હોય છે. આની સરખામણીમાં ધ્વનિની તીવ્રતા (intensity) એ એક ભૌતિકરાશિ છે, જેને વૉટ/(મીટર)2 કે અન્ય એકમમાં માપી શકાય. કાન પર પડતા અવાજની તીવ્રતા વધુ હોય તેમ…

વધુ વાંચો >

પ્રભાવિતા

પ્રભાવિતા : સજીવોની પ્રથમસંતાનીય (filial) પેઢીમાં કોઈ એક લક્ષણને અનુલક્ષીને એકત્રિત થયેલાં બે પરસ્પરવિરોધી વૈકલ્પિક જનીનો (Aa) પૈકી પ્રભાવી જનીન(A)ના લક્ષણની અભિવ્યક્ત થવાની પરિઘટના. પ્રભાવી જનીન(A)ની ઉપસ્થિતિમાં પ્રચ્છન્ન જનીન(a)ની અભિવ્યક્તિ સંપૂર્ણપણે દબાય છે. ગ્રેગર જૉહાન મેંડલે (1866) આપેલા આ નિયમને ‘પ્રભાવિતાનો નિયમ’ કહે છે. કોઈ એક લક્ષણને અનુલક્ષીને બે વિષમયુગ્મી…

વધુ વાંચો >

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation)

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation) : વિજ્ઞાન તેમજ ઇજનેરી પ્રયોગશાળાઓમાં વપરાતાં વિવિધ ઉપકરણો કે સાધનોના સામૂહિક અભ્યાસનું ક્ષેત્ર. નૈસર્ગિક વિજ્ઞાનનો જન્મ કુદરતી ઘટનાઓનાં બારીક નિરીક્ષણોથી થયો, પરંતુ એ ઘટનાઓને સમજવા માટે તેમનું પ્રાયોગિક પરિસ્થિતિમાં અમુક નિયંત્રણ હેઠળ પુનરાવર્તન કરવું પડે છે. વળી, એ ઘટનાઓ પાછળનાં વૈજ્ઞાનિક તથ્યો કે નિયમો તારવવા માટે ભૌતિક…

વધુ વાંચો >

ફુવારા (fountains)

ફુવારા (fountains) : સાંકડા નિર્ગમ (exit) દ્વારા દબાણ અને પરપોટા સહિત નીકળતી જલધારાઓ. પુષ્પોથી મઘમઘતા ઉદ્યાનને વધારે સુંદર અને જીવંત બનાવવા માટેનું તે સાધન ગણાય છે. પક્ષીઓનો કલરવ અને બાળકોનો કિલકિલાટ પણ ઉદ્યાનને જીવંતતા બક્ષે છે. વહેતા પાણીને રમ્ય શોભા આપવાનો સૌપ્રથમ પ્રયાસ ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે થયો હતો.…

વધુ વાંચો >