વનસ્પતિશાસ્ત્ર
કૈલાસપતિ (કૅનન બૉલ ટ્રી)
કૈલાસપતિ (કૅનન બૉલ ટ્રી) : ઊંચું સીધું થતું વર્ગ દ્વિદલા અને કુળ લૅસિથિડેસીનું ઝાડ. એનું શાસ્ત્રીય નામ Couroupita guianensis છે. એનાં પાન ઝૂમખાંમાં આવે છે. તે પાનખર ઋતુમાં ખરી જાય છે અને પછી ફૂલ તથા નવાં પાન આવે છે. આ ઝાડ ઘણી વિચિત્રતાઓ ધરાવે છે અને તેનાં જુદાં જુદાં નામ…
વધુ વાંચો >કૉઇક્સ
કૉઇક્સ : વર્ગ એકદલા, કુળ ગ્રેમિનીની વનસ્પતિની એક પ્રજાતિ. આ પ્રજાતિ લગભગ 9 જાતિઓ ધરાવે છે. C. lacryma-jobi, Linn; અં. Job’s tears; હિં. संकरु એ સૌથી મહત્વની જાતિ છે અને તે નાસપતિ આકારનાં ચળકતાં ફળ માટે ઉગાડાય છે. ફળનો ખોરાક તરીકે તેમજ શોભા માટે ઉપયોગ થાય છે. તે 3થી 6…
વધુ વાંચો >કોકમ
કોકમ : દ્વિદળી વર્ગમાં આવેલા ગટ્ટીફેરી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Garcinia indica Choisy (સં. રક્તપૂરકા, વૃક્ષામ્લ; હિં. વિષાબિલ, મહાદા, કોકમ; મ. અમસુલ; ગુ. કોકમ; ક. તિતિડીક, સોલે, મશ્બિન, હુડીમશ; બં. મહાદા; મલા. પૂતપુળી; અં. કોકમ બટર ટ્રી મેંગોસ્ટીન ઑઇલ ટ્રી) છે. આ ઉપરાંત G. cambogia Desr. અને G.…
વધુ વાંચો >કોકો
કોકો : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Theobroma cacao Linn. (કોકો, ચૉકલેટ ટ્રી) છે. તે નાનું, સદાહરિત 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું અને ઘટાદાર, ગોળ પર્ણમુકુટવાળું વૃક્ષ છે. તેનું મૂળવતન દક્ષિણ અમેરિકા છે. તે 1.0-1.7 મી. ઊંચું મુખ્ય થડ ધરાવે છે; જેના ઉપર 3-5 શાખાઓ…
વધુ વાંચો >કોકોસ
કોકોસ : વર્ગ એકદલા, કુળ એરિકેસીની એક પ્રજાતિ. આ પ્રજાતિમાં C. nucifera, Linn ઉપરાંત 30 જેટલી જાતિઓનો સમાવેશ પહેલાં કરવામાં આવ્યો હતો; જે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પરંતુ હવે, આ પ્રજાતિ ફક્ત એક જ જાતિ C. nucifera જ ધરાવે છે. બાકીની જાતિઓ કેટલીક નવી પ્રજાતિઓ Arecastrum, Butia…
વધુ વાંચો >કૉક્લોસ્પર્મેસી
કૉક્લોસ્પર્મેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. 3 પ્રજાતિ અને 25 જાતિઓ ધરાવતા આ કુળનાં ઝાડ ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. તે વૃક્ષ, ક્ષુપ કે ગાંઠામૂળીયુક્ત શાકીય વનસ્પતિ છે. નારંગી કે લાલ રંગનો રસ, પર્ણો સાદાં, એકાંતરિત, ઉપપર્ણીય; પુષ્પો સુંદર, સામાન્યત: નિયમિત અથવા અંશત: અનિયમિત; વજ્રપત્રો (calyx) અને દલપત્રો (corolla) 5,…
વધુ વાંચો >કોચિયા
કોચિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની ઉપક્ષુપ કે શાતકીય પ્રજાતિ. તેની જાતિઓનું વિતરણ મધ્ય અને દક્ષિણ યુરોપ, સમશીતોષ્ણ એશિયા, ઉત્તર અને દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. Kochia scopariaનું સ્વરૂપ અને જાત સામાન્યત: K. trichophylla Voss. (અં. સમર સાઇપ્રસ, ફાયર…
વધુ વાંચો >કોઠી (કોઠાં)
કોઠી (કોઠાં) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Feronia limonia (Linn). Swingle syn. F. alephantum Correa (સં. કપિત્થ; હિં. કૈથ, કબીટ; બં. કયેત ગાછ, કાત્બેલ; મ. કવઠ, કવિઠ; ક. વેલ્લુ, બેલડા; તે. વેલાગા; તામિ. વિલાંગા, વિળામારં; મલા. વિળાવુ, વિળા, વિળાટ્ટી; અં. એલિફંટ ઍપલ, વૂડ ઍપલ.)…
વધુ વાંચો >કોથમીર (ધાણા)
કોથમીર (ધાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુંબરી; હિં. ધનિયા; બં. ધને; મ. કોથીંબર, ધણે; ક. હવ્વીજ, કોતંબરીકાળું; તે. કોથમીલું, ધણિયાલું; તા. ઉત્તંબરી; મલા. કોત્તમપાલરી; અં. કોરીએન્ડર) છે. તે એકવર્ષાયુ શાકીય, 30 સેમી. – 90 સેમી. ઊંચી વનસ્પતિ…
વધુ વાંચો >કોદરા
કોદરા : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum Linn. syn. P. commersonii Lam; P. scrobiculatum var. commersonii Staff; P. scrobiculatum var. frumentaceum Stapf (સં. કોદ્રવ; હિ. કોદો, કોદવ; બં. કોદોવા ધાન; મ. કોદ્રા, હરિક; ગુ. કોદરા; તે. અરીકાળુ, આરુગુ; તા. અને મલા. વારાગુ; ક.…
વધુ વાંચો >