વનસ્પતિશાસ્ત્ર
અકોષકેન્દ્રી
અકોષકેન્દ્રી (Akaryota) : સજીવન અને નિર્જીવ પદાર્થોને જોડતાં અતિસૂક્ષ્મ સ્વરૂપો. આ સ્વરૂપોને વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. તે ત્રણ મહત્વનાં લક્ષણો ધરાવે છે : (1) તેનો કેન્દ્રભાગ (core) ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)નો બનેલો હોય છે. આ ન્યૂક્લિઇક ઍસિડની ફરતે પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક કવચ (capsid) આવેલું હોય છે. કેટલીક વાર આ…
વધુ વાંચો >અક્કલગરો
અક્કલગરો : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (Asteraceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacyclus pyrethrum DC. (સં. आकारकरम्, अकल्लक; હિં. अकरकरा; ગુ. અક્કલગરો; મ. અકલકાલા; બં. અકોરકોરા) છે. ભૃંગરાજ, સૂર્યમુખી, કસુંબી, ડેહલિયા વગેરે પણ આ કુળનાં છે. આયુષ્ય એક વર્ષ. આશરે 1 મીટર લાંબો ફેલાતો છોડ. પર્ણો સાદાં, રુવાંટી વગરનાં, જેની…
વધુ વાંચો >અગર
અગર : વનસ્પતિના એક્વિલેરિએસી કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aquilaria agallocha Roxb. (સં. अगुरु, अगारु; હિં. अगर; અં. Aloe wood/Eagle wood) છે. તેને અગાઉ થાયમેલીએસી કુળની ગણવામાં આવતી હતી પરંતુ તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને આધારે તેને હવે એક્વિલેરિએસી કુળમાં મૂકવામાં આવેલ છે. વૃક્ષરૂપ. પર્ણો એકાંતરિત, સાદાં. પાર્શ્ર્વ શિરાઓ ઘણી…
વધુ વાંચો >અગાવે
અગાવે : જુઓ, કેતકી.
વધુ વાંચો >અગ્નિ–2 (પર્યાવરણ)
અગ્નિ–2 (પર્યાવરણ) : પર્યાવરણનું એક મહત્વનું પરિબળ. સામાન્ય જીવનમાં અગ્નિ માનવસર્જિત સ્વરૂપમાં જોવા મળે છે. વળી ગૂઢ શક્તિ રૂપે એ પર્યાવરણનું એક મહત્વનું પરિબળ પણ છે. જંગલમાં તેની ઉત્પત્તિ કુદરતી રીતે થતા વાંસ આદિના ઘર્ષણ ઉપરાંત લાવારસ, આકાશી વીજળી અને મનુષ્યે બેદરકારીથી ફેંકેલ સળગતા પદાર્થથી થાય છે, જેને પરિણામે દવ…
વધુ વાંચો >અગ્લાઇઆ
અગ્લાઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અથવા નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનું વિતરણ ઇંડો-મલેશિયન પ્રદેશ, ચીન, ઉષ્ણકટિબંધીય ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપોમાં થયેલું છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ થાય છે. તેના સહ-સભ્યો લીમડો, રોહીડો, તુન, મહોગની છે. આ પ્રજાતિની જાણીતી કેટલીક જાતિઓમાં Aglaia…
વધુ વાંચો >અજમોદ, અજમોદા
અજમોદ, અજમોદા : દ્વિદળી વર્ગના ઍપિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Apium graveolens Linn. var. duke DC. (સં. હિં. મ. अजमोदा, ક. અજમોદ; ગુ. અજમોદ, બોડી અજમો; અં. ગાર્ડન સે’લરી) છે. આર. એન. સુતરિયા (1958) તેને Carum પ્રજાતિમાં મૂકે છે. બીજ દવામાં અને પર્ણો કચુંબર તરીકે વપરાય છે. તે મુખ્યત્વે…
વધુ વાંચો >અતિચરમાવસ્થા (વનમાં)
અતિચરમાવસ્થા (polyclimax) (વનમાં) : અતિવિસ્તારથી વનપ્રદેશમાં પ્રભુત્વ સ્થાપતી વનસ્પતિની સંવૃદ્ધિ. વગડાઉ ઉજ્જડ સૂકી જગ્યામાં ઊગતી તૃણભૂમિ (grassland). મરુનિવાસી (xerophytes) વગેરે વિવિધ વનસ્પતિના સમાજો પૃથ્વી ઉપરનાં જુદાં જુદાં પર્યાવરણોથી કે આબોહવાથી ઉદભવે છે. આવા સમાજો તેમની આસપાસના જૈવ તથા અજૈવ કારકો સાથે સંવાદિતા સાધીને પોતાનું બંધારણ કે સાતત્ય જાળવીને વૃંદસર્જન કરે…
વધુ વાંચો >અતિવિષ
અતિવિષ : દ્વિદળી વર્ગના રૅનન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum heterophyllum Wall. [સં. अतिविष, शृंगी, હિં. अतीस, वछनाग; મ. અતિવિષ્; બં. આતઇચ; ગુ. અતિવિષ (વખમો)] છે. તેના સહસભ્યોમાં મોરવેલ, કાળીજીરી, મમીરા વગેરે છે. મુખ્યત્વે છોડવાઓ, ક્વચિત જ ક્ષુપસ્વરૂપે. ઉપપર્ણરહિત એકાંતરિત પર્ણો. દ્વિલિંગી, પુષ્પવૃન્ત (peduncle) ઉપર બે ઊભી હારમાં…
વધુ વાંચો >અનંતમૂળ
અનંતમૂળ : જુઓ, ઉપલસરી.
વધુ વાંચો >