રાજ્યશાસ્ત્ર
ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય
ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય (જ. 22 જાન્યુઆરી 1902, ભરૂચ; અ. 23 ઑગસ્ટ 1990, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી કેળવણીકાર. પિતા શ્રીપતરાય અને માતા શિવગૌરીબહેનનાં નવ સંતાનોમાં છઠ્ઠા. મૅટ્રિક સુધીનું શિક્ષણ સૂરતમાં લઈ, 1919માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈ, 1923માં અંગ્રેજી અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.ની અને 1924માં રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની પદવીઓ મેળવી. 1929માં કીર્તિદાબહેન…
વધુ વાંચો >ડલેસ, જ્હૉન ફૉસ્ટર
ડલેસ, જ્હૉન ફૉસ્ટર (જ. 25 ફેબ્રુઆરી, 1888, વૉશિંગ્ટન ડી.સી; અ. 24 મે, 1959, વૉશિંગ્ટન) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી અને વિદેશમંત્રી (1953–59). તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ સાથેના ઠંડા યુદ્ધના સત્તાસંઘર્ષમાં અમેરિકાની વિદેશનીતિના પ્રમુખ ઘડવૈયા હતા. જ્હૉન એલન મૅકી અને એડિથ (ફૉસ્ટર) ડલેસનાં પાંચ સંતાનોમાંનું એક. માતૃપક્ષે દાદા જ્હૉન વૉટસન…
વધુ વાંચો >ડંડાસ, સર હેન્રી
ડંડાસ, સર હેન્રી (જ. 28 એપ્રિલ 1742, આર્મસ્ટોન, સ્કૉટલૅન્ડ; અ. 28 મે 1811) : અગ્રગણ્ય સ્કૉટિશ રાજપુરુષ અને ઇંગ્લૅન્ડના પ્રધાનમંડળના સભ્ય. તેઓ એડિનબરો યુનિવર્સિટીમાંથી શિક્ષણ લઈ કાયદાની વિદ્યાશાખામાં જોડાઈને 1763માં ઍડ્વોકેટ બન્યા. 1794માં મિડલોધિયન વિસ્તારમાંથી પ્રથમ વાર ચૂંટાઈને પાર્લમેન્ટમાં લૉર્ડ નૉર્થના પક્ષમાં જોડાયા. 1802માં ઉમરાવપદ મળ્યું ત્યાં સુધીમાં પાર્લમેન્ટની આમસભામાં…
વધુ વાંચો >ડાઈસી, એ. વી.
ડાઈસી, એ. વી. (જ. 4 ફેબ્રુઆરી 1835, ક્લેબ્રૂક, ઇંગ્લૅન્ડ; અ. 7. એપ્રિલ 1922, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : બંધારણીય કાયદાના વિખ્યાત અંગ્રેજ નિષ્ણાત. ‘કાયદાના શાસન’ની વિભાવનાના પિતા થૉમસ એડવર્ડ ડાઈસીના ત્રીજા નંબરના પુત્રને ક્લેફામ ધર્મપ્રચારક સંપ્રદાયના વડા જ્હૉન વેનના સન્માનમાં ‘આલ્બર્ટ વેન ડાઈસી’ નામ અપાયું. ડાઈસીના ઘડતરમાં આ ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રભાવ…
વધુ વાંચો >ડાંગે, શ્રીપાદ અમૃત
ડાંગે, શ્રીપાદ અમૃત (જ. 10 ઑક્ટોબર 1899, નાસિક; અ. 22 મે, 1991, મુંબઈ) : ભારતીય સામ્યવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને ભારતમાં કામદાર આંદોલનના પ્રણેતા. જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં. પિતા સૉલિસિટરની ઑફિસમાં કારકુન હતા. તેમણે શાળાનો અભ્યાસ નાસિક તેમજ મુંબઈમાં કર્યો. 1918માં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. તેમના…
વધુ વાંચો >ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ
ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ (1945) : જવાહરલાલ નહેરુએ પોતાની સાંસ્કૃતિક ખોજના સંદર્ભમાં લખેલો પ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ. 1944ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિના દરમિયાન તેમણે અહમદનગરના કિલ્લાની જેલમાં આ પુસ્તક લખ્યું હતું. અગાઉ તેમણે પુત્રી ઇન્દિરાને લખેલ પત્રો રૂપે ‘ગ્લિમ્પ્સિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘આત્મકથા’ આપ્યાં હતાં. આ ગ્રંથમાં શરૂઆતનાં બે…
વધુ વાંચો >ડુપ્લે, માર્ક્વિસ
ડુપ્લે, માર્ક્વિસ (જ. 1697, લેન્ડ્રેસીસ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1763, પૅરિસ) : ફ્રેન્ચ સત્તા હેઠળના ભારતના એક વખતના સાંસ્થાનિક વહીવટદાર અને ગવર્નર જનરલ. ભારતમાં ફ્રેન્ચ સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન તેઓ સેવતા હતા. તેઓ કલ્પનાશીલ રાજપુરુષ હતા. તેમના પિતા ફ્રાંસ્વા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર હતા. તેમણે ડુપ્લેને 1715માં ભારત તથા…
વધુ વાંચો >ડુવર્જર, મૉરિસ
ડુવર્જર, મૉરિસ (જ. 5 જૂન 1917, એન્ગોલમ, ચાર્નેટ) : વિખ્યાત ફ્રેન્ચ સમાજવિજ્ઞાની. તેમના પક્ષપ્રણાલી અને રાજકીય પક્ષોના આંતરિક સંગઠન અંગેના શકવર્તી વિશ્લેષણે 1950 અને 1960ના દાયકામાં રાજકીય સમાજશાસ્ત્ર અને પક્ષોના રાજકારણના અભ્યાસ માટે નવી દિશા ખોલીને સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે આ અભ્યાસોનું સ્તર વધાર્યું છે. 1951માં પ્રથમ ફ્રેન્ચમાં પ્રકાશિત અને…
વધુ વાંચો >ડેનમાર્ક
ડેનમાર્ક : સ્કૅન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ. તે 54°થી 58° ઉ. અ. અને 8°થી 13° પૂ. રે. વચ્ચે આવેલો છે. જટલૅન્ડ દ્વીપકલ્પ અને 500 નાનામોટા ટાપુઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 43,098 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ ફેરો સ્કૉટલૅન્ડની ઉત્તરે 375 કિમી. દૂર છે. રાજધાની કોપનહેગન ઉપરાંત તેનાં…
વધુ વાંચો >ડેમોસ્થિનિસ
ડેમોસ્થિનિસ (જ. ઈ. સ. પૂ. 384, ઍથેન્સ; અ. 12 ઑક્ટોબર ઈ. સ. પૂ. 322, કેલોરિયા) : ઍથેન્સનો રાજનીતિજ્ઞ પુરુષ અને પ્રાચીન ગ્રીસનો એક મહાન લોકશાહીપ્રેમી, વક્તા તથા વિદ્વાન. તેનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં એનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હતું. એની જીભ થોથવાતી હતી. પણ એણે દરિયાકિનારે અને અરીસા સામે…
વધુ વાંચો >