રાજ્યશાસ્ત્ર
તલાટી
તલાટી : મહેસૂલ ખાતાનો વહીવટી અધિકારી તથા ગ્રામ પંચાયતનો મંત્રી. પંચાયતી ધારાની કલમ 10૨ અનુસાર દરેક ગ્રામપંચાયતને તલાટી હોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામની વસ્તી ખાતેદારોની સંખ્યા અને કાર્યોના પ્રમાણને ધ્યાનમાં રાખીને તલાટીની જગ્યા ફાળવવામાં આવે છે. હાલના માળખા પ્રમાણે મહેસૂલ ખાતા માટે તે તલાટીની કામગીરી તથા ગ્રામપંચાયતના મંત્રી તરીકે…
વધુ વાંચો >તાતા, મહેરબાઈ
તાતા, મહેરબાઈ (જ. 10 ઑક્ટોબર 1879, મુંબઈ; અ. 18 જૂન 1931, નૉર્થ વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ભારતના પારસી પરિવારની મહાન સખાવતી સમાજસેવી મહિલા. પિતા કર્નલ હોરમસજી જે. ભાભા, મૈસૂર રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ એજ્યુકેશન હતા. આથી મહેરબાઈને તેમના કુટુંબમાં બચપણથી જ સ્વતંત્રતાને પોષક વાતાવરણ સાંપડ્યું. તેમને અંગ્રેજી સાહિત્યનો શોખ હોવા સાથે…
વધુ વાંચો >તાનાકા, કાકુઈ
તાનાકા, કાકુઈ (જ. 4 મે 1918, કરિવા, જાપાન; અ. 16 ડિસેમ્બર 1993, મિનાટો, જાપાન) : જાપાનના રાજકીય નેતા અને પ્રધાનમંત્રી (1972–74). ઢોરના દલાલના એકમાત્ર પુત્ર. 15 વર્ષની વયે અભ્યાસ છોડ્યો અને ટોકિયો ખાતે સ્થળાંતર કર્યું. 1937 સુધીમાં પોતાની બાંધકામ માટેની પેઢી સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધંધામાં તેમણે સારી એવી સમૃદ્ધિ…
વધુ વાંચો >તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ
તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ (જ. 3 જુલાઈ 1909, સાસવડ, મહારાષ્ટ્ર; અ. 23 માર્ચ 2004, દિલ્હી) : ભારતના એક સમર્થ ન્યાયમૂર્તિ અને કર્મઠ માનવવાદી બૌદ્ધિક. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ત્યાં જ કાયદાનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. સ્વદેશ પરત આવ્યા અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં…
વધુ વાંચો >તાલુકાપંચાયત
તાલુકાપંચાયત : પંચાયતીરાજના માળખામાં સ્વીકૃત લોકશાહીની પાયાની વિકેન્દ્રિત સંસ્થા. ભારતમાં પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીનાં રાજ્યતંત્રોનાં અનેક પરિવર્તનો વચ્ચે પંચાયતી રાજની વ્યવસ્થાએ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. ગાંધીજીએ પોતાના ગ્રામસમાજ–રામરાજ્યના વિચારોને સ્પષ્ટ કરતાં આ માન્યતાને અનુમોદન આપ્યું છે. ભારતના બંધારણના ઘડતરના સમયે ગાંધીજીના આગ્રહને કારણે બંધારણ-સમિતિએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો…
વધુ વાંચો >તાશ્કંદ કરાર
તાશ્કંદ કરાર (10 જાન્યુઆરી, 1966) : ભારત પાકિસ્તાન વચ્ચેના 1965ના યુદ્ધને અંતે સધાયેલ ઐતિહાસિક સમજૂતી. પાકિસ્તાનની રચના (14–15 ઑગસ્ટ 1947) પછી તેનો ભારત સાથેનો સંબંધ અને વ્યવહાર તનાવપૂર્ણ રહ્યો છે. વૈમનસ્ય અને અમૈત્રીભર્યા વ્યવહારને લીધે એક કરતાં વધારે વાર તેનાં દળોએ ભારતના સીમાડાઓ પર આક્રમણ કર્યું છે. 22 સપ્ટેમ્બર, 1965ના…
વધુ વાંચો >તિબેટ
તિબેટ : ભારતની ઉત્તરે આવેલો પડોશી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 28° થી 36´ 20´ ઉ. અ. અને 79° થી 96° પૂ. રે.. અગાઉ સ્વાયત્તપ્રદેશ હતો, પરંતુ 1965થી દાયદેસર રીતે તે ચીનના આધિપત્ય હેઠળ છે. ભૂતકાળમાં તે એક સ્વતંત્ર ધાર્મિક રાષ્ટ્ર હતું. તેની અગ્નિ સીમાએ મ્યાનમાર, દક્ષિણે ભારત, ભૂતાન અને નેપાળ…
વધુ વાંચો >તુકડોજી મહારાજ, (સંત)
તુકડોજી મહારાજ, (સંત) (જ. 29 એપ્રિલ 1909, યાવલી, જિ. અમરાવતી; અ. 10 નવેમ્બર 1968, મોઝરી આશ્રમ, જિ. અમરાવતી) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રસંત, કવિ અને સમાજ-સુધારક. મૂળ નામ માણિક. પિતાનું નામ બંડોજી. અટક ઠાકુર. પંઢરપુરના વિઠોબા તેમના કુલદેવતા. મરાઠી ત્રણ ધોરણ સુધી ભણ્યા પછી શાળાનો ત્યાગ કર્યો. બાળપણમાં અત્યંત તોફાની અને કેટલીક…
વધુ વાંચો >તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ
તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ (જ. 10 મે, 1727 પૅરિસ, અ. 18 માર્ચ 1781 પૅરિસ) : અઢારમી સદીના ફ્રેન્ચ મુત્સદ્દી, અર્થશાસ્ત્રી તથા સમાજસુધારક. જન્મ જૂના નૉર્મન કુટુંબમાં. તેમના કુટુંબની વ્યક્તિઓએ રાજ્યમાં મહત્વના વહીવટી હોદ્દાઓ ભોગવ્યા હતા. તેમના પિતા માઇકલ એટીને પૅરિસની નગરપાલિકાના વહીવટી વડા હતા. 1743માં તુર્ગો સેમિનાર દ સેઇન્ટ અલ્પાઇસમાં પાદરી થવા…
વધુ વાંચો >તૂર (અહમદ) સેકુ
તૂર (અહમદ) સેકુ (જ. 9 જાન્યુઆરી 1922, ફરનાહ, ગિની; અ. 26 માર્ચ 1984, ક્લીવલૅન્ડ, યુ.એસ.) : ગિનીની સ્વાતંત્ર્ય-ચળવળના આગેવાન અને ગિની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. તેમનો જન્મ મુસ્લિમ ખેડૂતને ત્યાં થયો હતો. ઓગણીસમી સદીને અંતે ગિનીમાં ફ્રેંચ શાસનનો સામનો કરનાર સમોરીના પોતે પ્રપૌત્ર છે એવો તૂરનો દાવો હતો. કોનાક્રી ખાતે ફ્રેંચ…
વધુ વાંચો >