રાજ્યશાસ્ત્ર

ટૉડ, જેમ્સ

ટૉડ, જેમ્સ (જ. 20 માર્ચ 1782, ઇઝલિંગ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 17 નવેમ્બર 1835, લંડન) : લશ્કરી અધિકારી, કુશળ વહીવટકર્તા અને ઇતિહાસકાર. ટૉડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેક્ધડ યુરોપિયન રૅજિમેન્ટમાં બંગાળમાં 9મી જાન્યુઆરી, 1800ના રોજ જોડાયા હતા. ઑક્ટોબર, 1813માં તેમને કૅપ્ટન તરીકે બઢતી મળી. 1812થી 1817 સુધી તેમની નોકરી સિંધિયાના રાજ્યમાં હતી. તે…

વધુ વાંચો >

ટોંગા

ટોંગા : દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો 170 ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 175° પ. રે. આ ટાપુઓ 15° દ. અ. થી 23o 30’ દ. અ. અને 173o થી 177° પ. રે. વચ્ચે આવેલો છે. તે ફિજીથી પૂર્વમાં 640…

વધુ વાંચો >

ટૉરન્ટો

ટૉરન્ટો : કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : 43° 39´ ઉ. અ. અને 75° 23´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી 27.94 લાખ (2021) તથા મહાનગરની વસ્તી 62.02 લાખ…

વધુ વાંચો >

ટોલ્યાટી પાલ્મીરો

ટોલ્યાટી પાલ્મીરો (જ. 26 માર્ચ 1893, જિનોઆ; અ. 21 ઑગસ્ટ 1964, યાલ્ટા) : અગ્રણી ઇટાલિયન સામ્યવાદી રાજકારણી. તેમણે 40 વર્ષ સુધી ઇટાલીના સામ્યવાદી પક્ષને નેતૃત્વ પૂરું પાડ્યું હતું અને પશ્ચિમ યુરોપમાં ઇટાલિયન સામ્યવાદી પક્ષને સૌથી મોટા સામ્યવાદી પક્ષ તરીકે વિકસાવ્યો હતો. મધ્યમ વર્ગમાં જન્મેલ ટોલ્યાટીએ તુરિન યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ…

વધુ વાંચો >

ટ્યૂનિસિયા

ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >

ટ્રમ્પ ડોનાલ્ડ

ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ. ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન છે. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની…

વધુ વાંચો >

ટ્રસ્ટીશિપ કાઉન્સિલ

ટ્રસ્ટીશિપ કાઉન્સિલ : ટ્રસ્ટપ્રદેશોના સ્વશાસન કે સ્વતંત્રતાને અનુલક્ષીને કરવામાં આવતા વહીવટના નિરીક્ષણ માટે સ્થપાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની એક મહત્વની સંસ્થા. ટ્રસ્ટીશિપ કાઉન્સિલ હેઠળ જે પ્રદેશોનો વહીવટ કરવામાં આવતો હોય તે ટ્રસ્ટ-પ્રદેશો તરીકે ઓળખાયા. આવા પ્રત્યેક પ્રદેશનો વહીવટ સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર હેઠળ નક્કી કરાયેલા સિદ્ધાંતોને અનુલક્ષીને થયેલી સમજૂતીની જોગવાઈઓ મુજબ કરવાનો હતો.…

વધુ વાંચો >

ટ્રિનિડાડ અને ટોબેગો

ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o  00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા…

વધુ વાંચો >

ટ્રીગ્વે લી

ટ્રીગ્વે લી : જુઓ, લી, ટ્રીગ્વે હલ્વદાન

વધુ વાંચો >

ટ્રુડો, પિયર એલિયટ

ટ્રુડો, પિયર એલિયટ (જ. 18 ઑક્ટોબર 1919, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 28 સપ્ટેમ્બર, 2000) : કૅનેડાના વિખ્યાત મુત્સદ્દી તથા વડાપ્રધાન. ફ્રેન્ચ તથા સ્કૉટિશ કુળના પિતા ચાર્લ્સ-એમિલી ટ્રુડો તથા માતા ગ્રેસ એલિયટના આ પુત્રનો ઉછેર સમૃદ્ધ કુટુંબમાં, ફ્રેન્ચ અને અંગ્રેજી દ્વિભાષી તથા દ્વિસાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાંથી 1943માં કાયદાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર…

વધુ વાંચો >