રાજ્યશાસ્ત્ર

ટ્રૂમૅન સિદ્ધાંત

ટ્રૂમૅન સિદ્ધાંત : વિશ્વમાં સામ્યવાદ અને આપખુદશાહી વિરુદ્ધ લોકશાહી અને સ્વાતંત્ર્યના જતનની ઝુંબેશને સક્રિય પ્રોત્સાહન આપવા માટેની પશ્ચિમના દેશોની વ્યૂહરચનાને નક્કર સ્વરૂપ આપતો સિદ્ધાંત. અમેરિકાના પ્રમુખ હૅરી ટ્રૂમૅને (કાર્યકાળ : 1945–53) 12 માર્ચ, 1947માં ગ્રીસ માટે 250 મિલિયન ડૉલર અને તુર્કી માટે 150 મિલિયન ડૉલર અમેરિકી આર્થિક સહાય માટે મંજૂરી…

વધુ વાંચો >

ટ્રૂમૅન, હૅરી

ટ્રૂમૅન, હૅરી (જ. 8 મે 1884, લામાર, યુ.એસ.; અ. 26 ડિસેમ્બર 1972, કૅન્સાસ સિટી, યુ.એસ.) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના 33મા પ્રમુખ. 1945થી 1953 સુધી પદ પર. જ્હૉન ઍન્ડરસન અને માર્થા એલન ટ્રૂમૅનનાં ત્રણ સંતાનો પૈકીના સૌથી  મોટા પુત્ર. શરૂઆતનું શિક્ષણ ઇન્ડિપેન્ડન્સ (કૅન્સાસ) ખાતે, ર્દષ્ટિની ખામી, ઓછી ઊંચાઈ અને અનાકર્ષક દેખાવને…

વધુ વાંચો >

ટ્રેજન

ટ્રેજન (જ. 18 સપ્ટેમ્બર 53, ઇટાલિકા; અ. 8 ઑગસ્ટ 117, સેલિનસ) : રોમન શહેનશાહ અને કુશળ વહીવટકર્તા. તેનો જન્મ પ્રથમ સદીમાં રોમના તાબા હેઠળના સ્પેનમાં થયો હતો. શહેનશાહ નેર્વાએ તેને ઈ. સ. 97માં દત્તક લીધો હતો. તેની લશ્કરી અને વહીવટી કારકિર્દી જ્વલંત હતી. શહેનશાહ નેર્વાએ ઈ. સ. 98માં તેને સીઝરની…

વધુ વાંચો >

ટ્રૉટ્સ્કી, લિયોન

ટ્રૉટ્સ્કી, લિયોન [જ. 7 નવેમ્બર (જૂના કૅલેન્ડર મુજબ 26 ઑક્ટોબર) 1879, યાનોવ્કા, યુક્રેન, રશિયા; અ. 20 ઑગસ્ટ 1940, કોયોઆકન, મૅક્સિકો] : રશિયન સામ્યવાદી વિચારક અને ક્રાંતિકારી. ખેડૂત પિતા ડેવિડ બ્રોનસ્ટાઇન અને મધ્યમવર્ગીય શિક્ષિત માતા આનાના આ સંતાનનું જન્મસમયનું નામ લ્યોવ ડેવિડોવિચ બ્રોનસ્ટાઇન હતું. શાળાનું શિક્ષણ પૂર્ણ કરવા તે નિકોલાયેવ ગયા…

વધુ વાંચો >

ઠંડું યુદ્ધ

ઠંડું યુદ્ધ (Cold War) : 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારપછી સામ્યવાદી અને બિનસામ્યવાદી રાષ્ટ્રજૂથો વચ્ચે ઊભો થયેલો તીવ્ર સ્પર્ધાત્મક સંઘર્ષ. બીજા વિશ્વયુદ્ધના અંતે એક તરફ અણુયુદ્ધના ભયને લીધે સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેની સાથી સત્તાઓ તથા બીજી બાજુએ સોવિયેત સંઘ અને અન્ય સામ્યવાદી દેશો વચ્ચે જે વ્યૂહાત્મક (પ્રચારાત્મક, આર્થિક…

વધુ વાંચો >

ઠાકરે, ઉદ્ધવ

ઠાકરે, ઉદ્ધવ (જ. 27 જુલાઈ 1960, મુંબઈ) : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિવસેનાના પ્રમુખ, ‘સામના’ના પૂર્વતંત્રી. મહારાષ્ટ્રમાં મરાઠાવાદના પ્રણેતા બાળ ઠાકરે અને મીના ઠાકરેના ઘરે 1960માં ઉદ્ધવનો જન્મ થયો હતો. બાળ ઠાકરે કાર્ટૂનિસ્ટમાંથી રાજકારણમાં પ્રવેશ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ ફોટોગ્રાફર હતા. તેઓ સર જે. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ અપ્લાઇડ આર્ટમાંથી ફોટોગ્રાફીમાં સ્નાતક થયા…

વધુ વાંચો >

ઠાકરે, કુશાભાઉ

ઠાકરે, કુશાભાઉ (જ. 15 ઑગસ્ટ 1922, ધાર, મધ્યપ્રદેશ; અ. 28 ડિસેમ્બર 2003, દિલ્હી) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન અગ્રણી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ઠાકરેએ પ્રારંભિક શિક્ષણ ધારમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઇંદોર અને ગ્વાલિયરમાં વધુ અભ્યાસ કરેલો. 1942માં 20 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને તેમણે અદના…

વધુ વાંચો >

ઠાકરે, બાળ

ઠાકરે, બાળ (જ. 23 જાન્યુઆરી 1927; અ. 17 નવેમ્બર 2012, મુંબઈ) : ભારતમાં શિવસેનાના સ્થાપક-પ્રમુખ અને ભારતના અગ્રણી હિંદુત્વવાદી નેતાઓમાંના એક. તેમના પિતા કેશવ મહારાષ્ટ્રમાં ‘પ્રબોધનકાર’ તરીકે જાણીતા હતા. શિક્ષણ મુખ્યત્વે મુંબઈ શહેરમાં. શરૂઆતમાં કેન્દ્રસરકારની નોકરીમાં હતા; પરંતુ તે દરમિયાન બઢતીની બાબતમાં તેમને અન્યાય થયો હોવાની લાગણીને કારણે નોકરીમાંથી રાજીનામું…

વધુ વાંચો >

ઠાકુર, અનુરાગ સિંહ

ઠાકુર, અનુરાગ સિંહ (જ. 24 ઑક્ટોબર 1974, હમીરપુર, હિમાચલ પ્રદેશ) : રાજકારણી, ક્રિકેટર, લશ્કરી અધિકારી અને સાંસદ. તેઓ યુવાન વયે સાંસદ બન્યા અને ઉત્તમ કામગીરી કરી. તેમની માતા શિલાદેવી. પિતા પ્રેમકુમાર ધુમલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા. અનુરાગ સિંહનું શાળેય શિક્ષણ જલંધરની દયાનંદ મૉડલ સિનિયર સેકંડરી સ્કૂલમાં થયું અને જલંધરની દોઆબા…

વધુ વાંચો >

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ (જ. 4 માર્ચ 1913, લાલપુર, જિ. જામનગર; અ. મે 2004, અમદાવાદ) : આઝાદીની લડતના સેનાની અને રચનાત્મક કાર્યકર. તેઓ દાંતના ડૉકટર અને કુદરતી ઉપચારના નિષ્ણાત હતા. જન્મ બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. બાળપણ અમદાવાદમાં વિતાવ્યું. શાળાના અભ્યાસકાળ દરમિયાન છાપાંઓ વહેંચવાં જેવાં નાનાંમોટાં…

વધુ વાંચો >