રાજ્યશાસ્ત્ર
ઝુકોવ, જૉર્જી કૉન્સ્ટન્ટિનોવિચ
ઝુકોવ, જૉર્જી કૉન્સ્ટન્ટિનોવિચ (જ. 1 ડિસેમ્બર 1896; અ. 18 જૂન 1974, મૉસ્કો) : દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખૂબ મહત્વની લશ્કરી ભૂમિકા ભજવનાર સોવિયેત સંઘના માર્શલ અને સોવિયેત પ્રિસિડિયમના સભ્ય થનાર પ્રથમ વ્યવસાયી લશ્કરી અધિકારી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે 1915માં ઝારશાહી રશિયાના લશ્કરમાં ભરતી થયા પછી ઝુકોવ 1918માં સોવિયેત રશિયાના ‘લાલ’ લશ્કરમાં જોડાયા. ફ્રુન્ઝ…
વધુ વાંચો >ઝેલેન્સ્કી, વોલોદીમીર
ઝેલેન્સ્કી, વોલોદીમીર (Zelensky, Volodymyr) (જ. 25 જાન્યુઆરી 1978, ક્રિવી, રિહ, યુક્રેન) : યુક્રેનના છઠ્ઠા પ્રમુખ. રશિયાના વિઘટન પહેલાં સોવિયેટ યુનિયનના ક્રિવી રિહમાં યહૂદી પરિવારમાં જન્મેલા વોલોદીમીર ઝેલેન્સ્કીએ અર્થશાસ્ત્ર અને કાયદાનો અભ્યાસ કર્યા પછી અભિનયક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. ટેલિવિઝનમાં નાટક ને ફિલ્મોમાં અભિનય કરનારા વોલોદીમીર કૉમેડિયન તરીકે પણ યુક્રેનમાં મશહૂર…
વધુ વાંચો >ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ
ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ (જ. 7 એપ્રિલ 1506, નવારે, સ્પેન; અ. 22 ડિસેમ્બર 1552, કૅન્ટૉન નજીક, ચીન) : ‘પૂર્વના પ્રદેશોના દૂત’ (એપૉસલ ઑવ્ ધ ઇન્ડીઝ) તરીકે ઓળખાવાયેલા રોમન કૅથલિક મિશનરી. નવારેના રાજાના અંગત સલાહકાર સ્પૅનિશ પિતાના સૌથી નાના પુત્ર. પૅરિસ ખાતે અભ્યાસ કર્યો અને પછી વ્યાખ્યાનો આપવાનો પ્રારંભ કર્યો. 1534માં લોયોલાના…
વધુ વાંચો >ઝૉલવરાઇન સંઘ
ઝૉલવરાઇન સંઘ : જર્મન ભાષામાં ‘ઝૉલવરાઇન’ (zollverein) તરીકે જાણીતો (જર્મન) જકાતી સંઘ. તેની સ્થાપના પ્રશિયાના નેતૃત્વ હેઠળ 1834માં કરવામાં આવી, પરિણામે તે સમયના જર્મનીમાં આવેલાં મોટાભાગનાં રાજ્યો વચ્ચેની જકાતી દીવાલ નાબૂદ કરવામાં આવી અને મુક્ત વ્યાપારનો વિસ્તાર રચવામાં આવ્યો. મુક્ત અર્થતંત્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ફ્રેડરિક લિસ્ટ જેવા જર્મન અર્થશાસ્ત્રીઓના પ્રભાવ…
વધુ વાંચો >ટંડન, પુરુષોત્તમદાસ
ટંડન, પુરુષોત્તમદાસ (જ. 1 ઑગસ્ટ 1882, અલ્લાહાબાદ; અ. 1 જુલાઈ 1961) : રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, સ્વાતંત્ર્યસેનાની અને રાષ્ટ્રભાષા હિંદીના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમ વર્ગના ખત્રી કુટુંબમાં. પિતાનું નામ શાલિગ્રામ. પ્રાથમિક શિક્ષણ ઘેર લીધા બાદ માધ્યમિક શિક્ષણ અલ્લાહાબાદમાં. 1897માં તેમણે હાઈસ્કૂલની છેલ્લી પરીક્ષા આપી. મ્યૂર સેન્ટ્રલ મહાવિદ્યાલયમાંથી 1904માં ગ્રૅજ્યુએટ…
વધુ વાંચો >ટાન્ઝાનિયા
ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o 00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…
વધુ વાંચો >ટીટો, યોસિપ બ્રોઝ
ટીટો, યોસિપ બ્રોઝ (જ. 25 મે 1892, કુમરોવેક, ક્રોએશિયા; અ. 4 મે 1980, લીયૂબ્લાં) : ‘રાષ્ટ્રીય સામ્યવાદ’ અને બિનજોડાણવાદી નીતિના પુરસ્કર્તા. યુગોસ્લાવિયાના રાજનીતિજ્ઞ પુરુષ. 1943થી તેઓ યુગોસ્લાવિયાના વસ્તુત: વડા અને 1953થી 1980 સુધી તેના ચૂંટાયેલા પ્રમુખ. જન્મ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. સ્લોવન મા અને ક્રોટ બાપનાં પંદર સંતાનોમાં તેઓ…
વધુ વાંચો >ટૂ ટૂ, ડેઝમંડ
ટૂ ટૂ, ડેઝમંડ (જ. 7 ઑક્ટોબર 1931, ક્લર્ક્સડ્રૉપ, દ. આફ્રિકા) : દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના પ્રખર વિરોધી તથા તેના શાંતિમય ઉકેલના હિમાયતી પાદરી નેતા. 1984ના શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમના પિતા શિક્ષક હતા. પોતે પણ થોડાક સમય માટે શિક્ષક થયા પણ એે નોકરી છોડી. તે પછી તેમણે બૉટ્સ્વાના, સ્વિટ્ઝર્લૅન્ડ અને…
વધુ વાંચો >ટોગો (ટોગોલૅન્ડ)
ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર…
વધુ વાંચો >ટોજો, હિડેકી
ટોજો, હિડેકી (જ. 30 ડિસેમ્બર 1884, ટોકિયો; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ. લશ્કરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં ઉત્તીર્ણ થયા હતા. તે ચુસ્ત અને કુશળ વહીવટકર્તા તથા યુદ્ધક્ષેત્રના કાબેલ સેનાપતિ હતા. 1937માં મંચૂરિયામાંના ક્વાન્ટુંગ લશ્કરના તે સેનાપતિ હતા. પૂર્વ એશિયામાં જાપાને જરૂર પડે…
વધુ વાંચો >